મજેદાર જોક્સ : પત્ની : સાંભળો છો, જયારે તમારે પહેલી વાર મારો ઘૂંઘટ ઉઠાવ્યો હતો ત્યારે કેવું લાગ્યું હતું? પતિ…..

0
433

જોક્સ :

પપ્પુ : નવા વર્ષમાં મેં મારી બધી આદત છોડી દીધી છે.

ટીના : કઈ કઈ આદત?

પપ્પુ : બીડી, માવો અને ગુટખા. તે સિવાય મેં તને વોટ્સએપ પર બ્લોક પણ કરી દીધી છે.

જોક્સ :

દૂધવાળા હડતાલ કરે તો દૂધ રસ્તા પર ફેંકે છે.

ખેડૂત હડતાલ કરે તો શાકભાજી રસ્તા પર ફેંકે છે.

કોણ જાણે બેંક વાળાને ક્યારે અક્કલ આવશે…

જોક્સ :

છોકરો : તું પરફેક્ટ ગોળ રોટલી બનાવી શકે છે?

છોકરી : ના મારાથી પરફેક્ટ નથી બનતી.

છોકરો : હું તો બનાવી લઉં છું, થાળીથી કાપીને.

છોકરી : ભાગ સાલા અહીંથી નથી તો તારી ઢોકળી બનાવી દઈશ.

જોક્સ :

જો કોઈ મહિલા ગ્રુપ ચેટમાં ઓનલાઇન ન હોય,

તો સમજી લેવું કે તેની કામવાળી નથી આવી.

અને જો કોઈ પુરુષ ઓનલાઇન ના હોય તો સમજી લેવું કે,

આજે તેની પત્ની બાજુમાં બેઠી છે.

જોક્સ :

છોકરીઓ 1000 રૂપિયાનું ફેશિયલ કરાવ્યા પછી પણ માયાવતી જેવી દેખાય છે,

અને છોકરાઓ 30 રૂપિયામાં શેવિંગ કરાવ્યા પછી ટોમ ક્રુઝ જેવો લુક આપે છે.

જોક્સ :

પત્ની : સાંભળો છો…. જયારે તમારે પહેલી વાર મારો ઘૂંઘટ ઉઠાવ્યો હતો ત્યારે તમને કેવું લાગ્યું હતું?

પતિ : માં કસમ, જો મને ટીવી પર ભૂતવાળી સિરિયલ જોવાની આદત ના હોત તો હું કોમામાં જતો રહ્યો હોત.

જોક્સ :

અમેરિકામાં જયારે કોઈ કપલ સુવા જાય છે તો કહે છે ગુડ નાઈટ.

બ્રિટનમાં કોઈ કપલ સુવા જાય છે તો કહે છે સ્વીટ ડ્રિમ.

પણ ભારતમાં જયારે કોઈ કપલ સુવા જાય છે તો કહે છે ગેટને તાળું મારી દીધું છે ને!

એક મહિલાએ એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 નંબર પર ફોન કર્યો.

ઓપરેટર : તમને શું સમસ્યા છે?

મહિલા : મારા પગની આંગળી ટેબલ સાથે ભટકાઈ ગઈ.

ઓપરેટર : હસતા હસતા, તમે તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો.

મહિલા : નહિ, એમ્બ્યુલન્સ તો હું મારા પતિ માટે મંગાવી રહી છું,

કારણ કે તેમણે મારી વાત પર હસવું જોઈતું ન હતું.

ઓપરેટર બેભાન થઈ ગયો.

જોક્સ :

અમેરિકાવાળા : અમારે તો ત્યાં “લેફ્ટ હેન્ડ ડ્રાઇવ સિસ્ટમ” છે અને તમારે?

ભારતવાળા ભાભા : અમારે સામેવાળો કઈ બાજુથી આવે સે ઇ ઉપર આધાર રાખે.

જોક્સ :

સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ રોકી ન શકે,

બસ… રસ્તામાં પાણીપુરી વાળો નો મળવો જોઈએ.

જોક્સ :

કરીના કપૂર એના પતિ માટે કરવાચોથનું વ્રત નથી રાખતી,

કેમ કે એનો પતિ પહેલાથી જ “સેફ” છે.

જોક્સ :

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે,

કી ખયાલ તો દિમાગ મેં આના ચાહીએ,

તો દિલ મેં કયું આતા હે?

જોક્સ :

ભૂગોળ ભણાવતી એક મેડમ ઘણી દુબળી-પાતળી હતી.

તેમનું પોસ્ટિંગ એક ગામમાં થઈ ગયું.

એક દિવસ તેમણે ક્લાસમાં બાળકોને પ્રશ્ન પૂછ્યો કે,

ધરતી ગોળ ફરતી કેમ દેખાય છે?

એક છોકરો બોલ્યો : ટીચર ઘી ને રોટલા ખાવાનું રાખો.

ખાધા વગર સ્કૂલમાં આવશો તો ધરતી આવી રીતે જ ફરતી દેખાશે.