ક્રિકેટમાં ‘Zero’ ને ‘Duck’ કેમ કહે છે? એની પાછળની સ્ટોરી ઘણી રસપ્રદ છે. ઝીરો કેમ કહેવાય છે ડક

0
7470

ભારતમાં લોકોને ક્રિકેટની રમત સાથે ઘણો પ્રેમ છે. જયારે પણ ભારતની કોઈ મેચ હોય છે તો લોકો ટીવી કે મોબાઈલ સ્ક્રીન સાથે ચોંટી જાય છે. અહિયાં તમને શેરીએ શેરીએ લોકો ક્રિકેટ રમતા જોવા મળશે. ખાસ વાત એ છે કે, બાળકોથી લઈને ઘરડા સુધી દરેકને આ રમત ઘણી ગમે છે. આમ તો જો તમે ક્રિકેટના ઘણા મોટા ફેન છો, તો તમે એ વાતની નોંધ જરૂર લીધી હશે કે, રમતમાં જો કોઈ ખેલાડી ઝીરો રન બનાવીને આઉટ થઇ જાય તો તેના માટે ‘Duck’ (ડક) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

તે વખતે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ‘Duck’ શબ્દનો જ ઉપયોગ કેમ થાય છે? ખરેખર આ શબ્દ આ રમત માટે ક્યાંથી આવ્યો? જો નથી જાણતા તો ટેન્શન નોટ. આજે અમે આ રહસ્ય ઉપરથી પડદો ઉચકવાના છીએ. ક્રિકેટની રમતમાં ‘Duck’ શબ્દ કેવી રીતે આવ્યો તે જાણતા પહેલા આવો જાણી લઈએ કે તેમાં કેટલા પ્રકારના ‘Duck’ શબ્દ વાપરવામાં આવે છે.

‘Golden Duck’ આ શબ્દનો ત્યારે ઉપયોગ થાય છે, જયારે કોઈ બેટ્સમેન પહેલા બોલ ઉપર જ આઉટ થઈ જાય.

‘Silver Duck’ આ શબ્દનો ઉપયોગ તે સ્થિતિમાં થાય છે, જયારે બેટિંગ કરવા વાળો ખેલાડી બીજા દડા ઉપર જ આઉટ થઈ જાય.

‘Bronze Duck’ આ શબ્દ કોઈ રન બનાવ્યા વગર ત્રીજા દડા ઉપર આઉટ થવા વાળા બેટ્સમેન માટે ઉપયોગ થાય છે.

‘Diamond Duck’ આ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જયારે બેટ્સમેન કોઈ પણ બોલનો સામનો કર્યા વગર, જેમ કે નોન સ્ટ્રાઈકર એંડ ઉપર રન આઉટ કે પછી વાઈડ બોલ ઉપર સ્ટંપડ આઉટ થઈ જાય.

‘Palladium Duck’ જો કોઈ ખેલાડી મેચના પહેલા દડા ઉપર જ આઉટ થઈ જાય છે ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે.

આવો હવે આ વાત વિષે જાણીએ કે, ખરેખર આ Duck એટલે કે બતક શબ્દ ક્રિકેટ જગતમાં આવ્યો ક્યાંથી. ક્રિકેટની રમત જમીન ઉપર રમવામાં આવે છે, અને બતક પાણીમાં રહે છે. તેવામાં ઘણા લોકો કન્ફયુઝ છે કે, તેનો ક્રિકેટ સાથે સંબંધ કેવી રીતે છે? ખાસ કરીને પહેલાના સમયમાં જયારે કોઈ ખેલાડી ઝીરો રન ઉપર જ આઉટ થઈ જતા હતા તો ‘Duck’s Egg Out’ શબ્દનો ઉપયોગ થતો હતો. આમ તો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ માત્ર Duck રહી ગયો.

ખાસ કરીને Duck શબ્દ ઝીરો ‘૦’ ના સેંસમાં ઉપયોગ થાય છે. કેમ કે બતકના ઈંડા ‘૦’ જેવા જ દેખાય છે ને એટલા માટે. તેની શરૂઆત વર્ષ ૧૮૮૬ ની એક મેચમાં થઈ હતી જયારે ‘Prince of Wales’ રન બનાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. આ ઘટનાના બીજા દિવસે એક સ્થાનિક સમાચાર પત્રમાં હેડલાઈન છપાઈ હતી ‘Prince Retired to The Royal Pavilion On a Duck’s Egg’.

બસ ત્યાર પછી બીજા સમાચાર પત્રોએ પણ આ શબ્દ ઉપયોગ કરવાનું શરુ કરી દીધું. ધીમે ધીમે આ શબ્દ એટલો ફેમસ થઈ ગયો કે ચલણમાં આવી ગયો. હવે સ્થિતિ એ છે કે આ શબ્દનો ઉપયોગ આજ સુધી કરવામાં આવે છે. આમ તો લોકો ક્રિકેટ સાથે જોડાયેલી આ રસપ્રદ જાણકારી કેવી લાગી તે અમને જરૂર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.