કૂવો શા માટે ગોળ જ હોય છે? તમે જાણો છો એનું સાચું કારણ? જાણો અહીં

0
1470

આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ. પણ આપણને દરેકના તથ્યો અને એને બનાવવા પાછળના મુખ્ય હેતુની જાણકારી નથી હોતી. કોઈ વાર એવું થાય છે કે, આપણે દરરોજ જે વસ્તુ વાપરતા હોઈએ તેની આપણને પૂરતી જાણકારી નથી હોતી. આપણને ખબર નથી હોતી કે, આ આવું જ કેમ હોય છે? એવામાં આજે અમે તમારા માટે રસપ્રદ જાણકારી લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ આજના આ લેખમાં શું ખાસ છે?

તમે બધાએ કૂવો જોયો હશે. ઘણા ગામડાના લોકો તો રોજ કુવાનો ઉપયોગ કરતા હશે. અને શહેરના લોકોએ પણ કયારેકને કયારેક તો કૂવો જોયો જ હસે. એવામાં અમે તમને પૂછીએ કે, દરેક જગ્યાએ કૂવો ગોળ જ શા માટે હોય છે? તમારામાંથી ઘણા જ ઓછા લોકોને આનો જવાબ ખબર હશે. જો તમને આ સવાલનો જવાબ ખબર નહિ હોય, તો આજે અમે તમને એના વિષે જણાવીશું.

દુનિયાની દરેક જગ્યાએ કૂવો ગોળ જ હોય છે. તમે ક્યારેક ચોરસ, લંબચોરસ કે અન્ય કોઈ આકારનો કૂવો જોયો નહિ હોય. આવું કરવા પાછળ એક ખુબ જ અગત્યનું કારણ છે. જણાવી દઈએ કે, ગોળાઈ એટલે કે ગોળ આકારમાં કોંક્રીટની પકડ મજબૂત હોય છે. ગોળ આકારમાં કૂવાના દરેક ભાગ પર બરાબર પ્રેશર પડતું હોય છે, જે એ સ્ટ્રક્ચરને જકડી રાખે છે. અને કૂવાના ગોળ હોવાને કારણે જ એની માટી નીચે ખસી નથી જતી.

એવામાં જો કૂવાને ચોરસ બનાવવામાં આવે તો તેની દરેક દીવાલ પર વધારે ફોર્સ લાગશે, એ કારણે કૂવાની માટી નીચે ખસી જવાના વધારે ચાન્સ રહે છે. અને બીજું એ કે ગોળ ખાડો ખોદવામાં સરળતા પણ રહે છે. પણ મુખ્ય કારણ તો તેના પર લાગતું પ્રેશર છે. તો મિત્રો, આ હતું એ કારણ જેને લીધે હંમેશા કુવા ગોળ જ હોય છે.

આ લેખ તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરવાનું ભૂલતા નથી. તેમજ આને શેયર જરૂર કરજો જેથી બીજા લોકો પણ આના વિષે જાણી શકે.

આ માહિતી ફ્રેક્ટીફિલ્ડના વિડીયો પરથી સંપાદન કરી લેવામાં આવી છે.