શું તમે જાણો છો ઝાડના થડને કેમ રંગવામાં આવે છે? ક્લિક કરી જાણો એનું કારણ

0
3286

જયારે પણ તમે કોઈ રસ્તા પરથી પસાર થાવ, ત્યારે તમે જોયું હશે કે રસ્તાની આજુ બાજુ ઉગેલા દરેક ઝાડના થડ પર સફેદ અને છીંકણી રંગ કરેલો હોય છે. પણ શું તમે જાણો છો કે એવું શા માટે કરવામાં આવે છે? કદાચ નથી, એટલા માટે આજે અમે તમને ઝાડને આ રીતે રંગવાનું કારણ જણાવવાના છીએ.

મિત્રો, ઝાડના થડ પર લગાવવામાં આવતા રંગમાં ગેરુ, ચુનો અને મોરથુથુ હોય છે. એનાથી ઝાડને જીવાતોથી રક્ષણ મળે છે. આમ તો ઉધઈ જેવી ‘જીવાત’ થી ઝાડના રક્ષણ માટે જ ગેરુ અને ચુનો લગાડવામાં આવે છે. અને મોટા ભાગે ગવર્મેન્ટ બોડી જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, વન વિભાગ વગેરે સરકારી ખાતા દ્વારા જ આવી કામગીરી કરવામાં આવે છે.

પણ રસ્તાની બન્ને બાજુ આવેલા ઝાડના થડ પર ગેરુ અને ચુનો રંગવાનું સાચું કારણ એ કે, તે ઝાડ વન વિભાગની સંપત્તિ છે. અને આખા ભારતમાં એને કાપવાની પરવાનગી ફક્ત ભોપાલથી જ ભલે છે.

તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે, શા માટે ભોપાલથી જ આની પરવાનગી મળે છે? કોઈ રાજ્ય સરકાર તરફથી કેમ નહિ?

તો જણાવી દઈએ કે, ફોરેસ્ટ એક્ટ અંતગર્ત આવું થાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેડ ઓફિસ ભોપાલમાં આવેલી છે. અને ભારતના જંગલોથી સંબંધિત તમામ નીતિ અને બાબતો માત્ર ભોપાલમાં જ નક્કી થાય છે.

જણાવી દઈએ કે, વન વિભાગ દ્વારા આખા ભારતમાં ઝોન વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. જે પૈકી પશ્વિમ ઝોનમાં વન વિભાગના વન વિસ્તારમાં તથા સેકશન ૪(ચાર) માં આવતી જમીન તથા વૃક્ષો કાપવા માટે પશ્વિમ ઝોન મુખ્ય મથક ભોપાલ હોઇ ત્યાં મંજૂરી માટે મોકલવામાં આવે છે.

ગુજરાતની વાત કરીએ, તો પોતાની માલિકી હક્ક ધરાવતા વૃક્ષો કાપવા માટે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા ૧૯૫૧ અંતર્ગત તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી દ્વારા તથા વધારે વૃક્ષો હોય તો કલેકટર કચેરીની મંજૂરી મેળવવાની રહે છે.

તેમજ પાંચ અનામત વૃક્ષો પણ છે જે ખાનગી માલિકીની જમીનમાં હોય તો પણ એને કાપવા માટે વન વિભાગની મંજૂરી લેવાની રહે છે. અને તે પાંચ વૃક્ષ સાગ, સીસમ, ચંદન, ખેર, અને મહૂડો છે. એના માટે તાલુકા મથકે આવેલી વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ઓફિસર કચેરીમાં અરજી કરવાથી નિયત સમય મર્યાદામાં વિભાગીય કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ઝાડ પર લગાવવામાં આવતા રંગ દીવાલો પર લગાવવામાં આવતા રંગ નથી હોતા. તે હકીકતમાં ગેરુ, મોરથુથુ (કોપર ઓક્સીક્લોરાઈડ) અને ચુનો (કેલ્શિયમ) નું સપ્રમાણ મીશ્રણ હોય છે. તેના ઉપયોગથી ઝાડના થડમાં પાણી લાગતું નથી, જેથી ઉધ‌ઈ તથા અન્ય ફંગસથી ઝાડને નુકસાન નથી થતું. એટલે તમે ભુલથી પણ કોઈ ઝાડને ગેરુ અને ચુના સીવાય કોઈ કલર લગાડતા નહીં, કારણ કે એવા કલરથી ઝાડને નુકશાન થાય છે અને કયારેક તે સુકાઈ પણ જાય છે.