એક પણ સાપ જોવા નહીં મળે આ દેશમાં, એનું કારણ ચોંકાવનારું છે.

0
396

આ પ્રદેશમાં એક પણ સાપ નથી, કારણ એવું છે કે… બ્રાઝીલ એક એવો દેશ છે જેને સાપોના દેશ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીં એટલા સાપ છે જેટલા દુનિયામાં તમને બીજે ક્યાંય જોવા નહિ મળે. પણ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ પણ છે, જે સાપ વિહીન છે એટલે કે ત્યાં એક પણ સાપ નથી. જી હાં, આયરલેંડ એક એવો દેશ છે જ્યાં સાપ જ નથી. પણ તમે તેની પાછળનું કારણ જાણશો તો તમે પણ દંગ રહી જશો.

આયરલેંડમાં સાપ નહિ હોવાનું કારણ જાણતા પહેલા તમે તેના વિષેની અમુક રોચક વાતો પણ જાણી લો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આયરલેંડમાં માનવ જાતિના હોવાના પુરાવા 12,800 ઈ.પૂ. થી પણ પહેલાના છે. તેના સિવાય આયરલેંડની વધુ એક ખાસ વાત એ છે કે અહીં એક એવું બાર છે, જે સન 900 માં ખુલ્યું હતું અને તે આજે પણ ચાલી રહ્યું છે. તેનું નામ ‘સીન્સ બાર (Sean’s Bar)’ છે.

આયરલેંડ વિષે કહેવામાં આવે છે કે, આજના સમયમાં ધરતી પર જેટલા પણ ધ્રુવીય ભાલુ જીવિત છે, જો તેમના પૂર્વજોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે દરેક આયરલેંડમાં 50 હજાર વર્ષ પહેલા જીવિત એક ભૂરી માદા ભાલુના બચ્ચાં છે.

દુનિયાનું સૌથી મોટું જહાજ ‘ટાઇટેનિક’ જે 14 એપ્રિલ, 1912 માં સમુદ્રમાં ડૂબ્યું હતું, તે જહાજને ઉત્તરી આયરલેંડના બેલફાસ્ટ શહેરમાં બનાવવામાં આવ્યું હતું.

હવે આવીએ એ સવાલ પર કે છેવટે આયરલેંડમાં સાપ કેમ નથી મળતા? હકીકતમાં તેની પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. કહેવામાં આવે છે કે, આયરલેંડમાં ખ્રિસ્તી ધર્મની સુરક્ષા માટે સેંટ પૈટ્રિક નામના એક ખ્રિસ્તી સંતે એક સાથે આખા દેશના સાપોને ઘેરી લીધા અને તેમને આ આઇલેન્ડમાંથી કાઢીને સમુદ્રમાં ફેંકી દીધા. તેમણે 40 દિવસ ભૂખ્યા રહીને આ કામ કર્યું હતું.

જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આયરલેંડમાં ક્યારેય સાપ હતા જ નહિ. અશ્મિભૂત રેકોર્ડ્સ વિભાગ (fossil record department) માં એવો કોઈ રેકોર્ડ દાખલ જ નથી જેનાથી ખબર પડે કે આયરલેંડમાં સાપ હતા. આયરલેંડમાં સાપોના ન હોવાને લઈને એક સ્ટોરી પણ પ્રચલિત છે કે, અહીં પહેલા સાપ મળી આવતા હતા, પણ વધારે ઠંડી પડવાને કારણે તે વિલુપ્ત થઈ ગયા. ત્યારથી એ જ માની લેવામાં આવ્યું કે ઠંડીને કારણે અહીં સાપ નથી હોતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.