નસોમાં વહેતા લોહીનો રંગ લાલ હોય છે, તો પછી નસોનો રંગ વાદળી કેમ જોવા મળે છે, જાણો તેનું કારણ.

0
269

આપણા શરીરમાં લાલ રંગનું લોહી વહે છે તો નસોનો રંગ વાદળી કેમ, અહીં જાણો તેને લગતી તમામ માહિતી.

સૌથી પહેલા એક કામ કરો. તમારા હાથ ઉપર નસોને જુવો. સ્પષ્ટ નથી દેખાતી? કોઈ વાંધો નહિ, કોઈ વડીલ વ્યક્તિને જોઈ લો. નસોનો રંગ વાદળી છે ને? બસ આજનો વિષય અમારો તેની ઉપર છે. કેમ કે જયારે આપણા શરીરમાં બધી જગ્યાએ વહેતા લોહીનો રંગ લાલ છે, અને નસોમાં પણ લાલ રંગનું જ લોહી વહે છે, તો પછી નસોનો રંગ વાદળી કમ દેખાય છે?

હવે તમે કહેશો કે ભાઈ વાદળી છે, તો જો જોવા મળી રહ્યું છે. પણ એ તો મૂળ વાત છે. કેમ કે નસોનો રંગ વાદળી હોય જ નહિ. તેમ છતાં પણ તે આપણેને વાદળી જોવા મળે છે. તો આવો જાણીએ કે નસોનો રંગ વાદળી કેમ દેખાય છે?

પહેલા જાણી લઈએ કે લોહી કેમ લાલ હોય છે? લોહીનો રંગ લાલ હોવાનું કારણે છે હિમોગ્લોબીન. તે એક ખાસ પ્રકારનુ પ્રોટીન હોય છે. જે આયરન અને પ્રોટીનથી મળીને બનેલું હોય છે. હ્રદય આપણા લોહીને પંપ કરીને આખા શરીરમાં પહોચાડે છે, તેના દ્વારા જ આપણા આખા શરીરમાં ઓક્સીજન પહોચે છે. શરીરમાં વહેતું લોહી પાછુ હ્રદય સુધી પહોચે છે અને તે પ્રોસેસ એમ જ ચાલતી રહે છે.

નસોનો રંગ વાદળી કેમ દેખાય છે? આ બધો ખેલ ઓપ્ટિકલ ઇલ્યુજનનો છે. તેનો અર્થ છે કે દ્રષ્ટિ ભ્રમ, સરળ ભાષામાં કહીએ તો તેનું કામ હોય છે આંખોને દગો આપવો. ઓપ્ટિકલ ઇલ્યુજનના ઘણા કારણ હોઈ શકે છે. એટલે કે રંગ, પડછાયો અને પ્રકાશ, ઊંડાણ, અંતર કે એંગલના કારણે આંખોને દગો થઇ શકે છે.

આપણા શરીરમાં નસોનો રંગ પણ આ ઓપ્ટિકળ ઇલ્યુજનના કારણે વાદળી જોવા મળે છે. આવી રીતે થાય છે પ્રકાશ પરાવર્તન કે રીફ્લેક્શનના કારણે. ખાસ કરીને જયારે કોઈ સ્ત્રોત માંથી નીકળતા પ્રકાશ કોઈ પદાર્થ માંથી રીફ્લેક્ટ થઈને આપણી આંખો ઉપર પડે છે, ત્યારે આપણેને તે વસ્તુ જોવા મળે છે. તે દરમિયાન જે પણ વસ્તુ જે રંગની પણ જોવા મળે છે, તે વસ્તુ તે રંગને રીફ્લેક્ટ કરે છે.

હવે નસો ઉપર પણ તે વૈજ્ઞાનિક થીયરી સેમ ટુ સેમ કામ કરે છે. તેમાં વેવ લેંથનું પણ કારણ હોય છે. એટલે કે જે રંગની વેવલેંથ નાની હોય છે. તેનું ફેલાવું પણ એટલુ જ વધુ હોય છે અને પરાવર્તન પણ. હવે લાલ રંગની વેવ લેંથ લાંબી હોય છે, તો તે આપણા શરીરમાં વધુ ઊંડાણ સુધી પ્રવેશ કરે છે. તે દરમિયાન તે આપણા લોહીમાં રહેલા હિમોગ્લોબીનમાં એબ્જોર્બ થઇ જાય છે. જયારે વાદળી રંગની સાથે એવું નથી થઇ શકતું. નાની વેવ લેંથના કારણે તેનું રીફ્લેક્શન વધુ થાય છે. તે કારણ છે કે આપણેને નસો વાદળી જોવા મળે છે.

તે બરોબર એવી જ છે, જેવી રીતે તમને દુરથી જોવાથી સમુદ્રનું પાણી વાદળી દેખાય છે અને આકાશ પણ વાદળી જ જોવા મળે છે. તે એ કારણથી થાય છે કેમ કે વાદળી રંગનું રીફ્લેક્શન વધુ હોય છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.