પાઇલ્સ થવા પર બહારની ગોળીઓ કેમ ખાવી, એનો સારામાં સારો ઈલાજ તો તમારા રસોડામાં જ છે, જાણો કયો

0
4693

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને હરસના ઈલાજ વિષે જણાવીશું. જેવું કે તમે બધા જાણો છો કે આજે લોકો જાત જાતના રોગોથી પીડાય છે. એમાંથી અમુક રોગો ઘણા અસહ્ય હોય છે. જે લાંબા સમય સુધી પરેશાન કરીને રાખે છે. અને એવો જ એક રોગ છે હરસ. આ રોગ ઘણો જ કષ્ટદાયક રોગ છે. હરસની શરૂઆતના સ્ટેજ ઉપર તરત સારવાર કરાવવી ફાયદાકારક રહે છે. પણ એના માટે જરૂરી નથી કે તમે બહાર મળતી ગોળીઓ ખાયા કરો. એનો ઈલાજ દેશી રીતે પણ કરી શકાય છે. માટે આજે અમે તમારા માટે હરસનો ઘરગથ્થુ ઉપાય લઈને આવ્યા છીએ. જેનાથી તમે ઘરે જ થોડા દિવસોમાં ફાયદો અનુભવ કરવા લાગશો.

આયુર્વેદમાં રહેલો એનો ઉત્તમ ઉપાય :

જો તમે આ સમસ્યા છે તો એક સલાહ એ છે કે તમારે વધુ સમય માટે એક સ્થિતિમાં બેસવું અને ઉભા રહેવું જોઈએ નહિ. અને ખોરાકની વાત કરીએ તો આ સમસ્યા થવા પર તીખી, તળેલી વસ્તુઓ અને માંસ વગેરે ખાવું જોઈએ નહિ. તેમજ રોજ સવાર સાંજ થોડું ચાલવાનું રાખો. બીજું કે એવી વસ્તુ જ ખાવી જે તમને મળત્યાગ કરવામાં તકલીફ ઉભી ન કરે. એટલા માટે તમારે ખોરાક ચાવી ચાવીને સારી રીતે ખાવો જોઈએ.

નાગદોન દ્વારા ઈલાજ :

તમારા માંથી ઘણાએ કદાચ નાગદોનના પાન વિષે સાંભળું હશે. આ પાનને ઘણા લોકો ઘણી વખત પોતાના ઘરમાં કોઈને ગુમડા થવા પર લગાવે છે. આ પાન એકદમ લીલું લીલું હોય છે. જો કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએથી લોહી નીકળતું હોય તો એમણે નાગદોનના 3 પાન ચાવીને ખાઈ લેવાના છે. અને ઉપરથી પાણી પી લેવાનું હોય છે. લોહી વાળા હરસ હોય તો હોય ત્રણ દિવસની અંદર બંધ થઇ જાય છે.

કેળા અને કપૂર દ્વારા ઈલાજ :

આ રોગમાં અન્ય એક ઉપાય છે કપૂર અને કેળાનો. એના માટે તમારે કપૂરને એક કેળામાં નાખી દેવાનું છે. તમારે કેળાને વચ્ચેથી થોડું કાપી લેવાનું છે, અને તેમાં આ દેશી કપૂર ઝીણું કરીને નાખી દો. તો આવી રીતે કેળામાં કપૂર ભેળવીને ગળી જાવ, કેમ કે સીધી રીતે કપૂર ખાવામાં આવે તો તે દાંતને ખુબ નુકશાન કરે છે. આ પ્રયોગ તમારે ત્રણ દિવસ ખાલી પેટે કરવાનો છે.

લીંબુ અને દૂધ દ્વારા ઈલાજ :

મિત્રો આયુર્વેદ દ્વારા જણાવેલા ઉપાય માંથી એક છે લીંબુ અને દુધનો ઉપાય. આ ઉપાય મુજબ તમારે ફક્ત લીંબુ અને થોડું દૂધ મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવાનું છે. તમારે થોડી માત્રામાં દૂધ લેવાનું છે. અને ઠંડુ હોય તેવું. તમારે તેમાં એક લીંબુ નાખીએ તેનું દરરોજ સવારે ખાલી પેટે સેવન કરવાનું છે. આમ કરવાથી તમારા હરસ દૂર થઈ જશે. આવું તમારે સતત સાત સુધી કરવાનું છે.

ઘરેલું ઈલાજ :

આ સિવાય જે મિત્રો ઘરગથ્થું ઈલાજ કરવા માંગતા હોય તો, તો જણાવી દઈએ કે એના માટે તમારે ૧૦૦ ગ્રામ હરડે, ૧૦૦ ગ્રામ રસોતનો પાવડર કરીને ૧-૨ ગ્રામ સવાર સાંજ છાશ સાથે પીવાનો છે. એનાથી ઘણો બધો ફાયદાઓ જોવા મળશે. તેના સિવાઈ તમે નારિયેળના છોતરાનો પાવડર કરીને છાશ સાથે નિયમિત રીતે થોડા સમય માટે પીવો. લોહી વાળા હરસમાં લાભ થશે.