તમે જાણો છો કે રેલ્વે સ્ટેશનના બોર્ડ પર કેમ લખવામાં આવે છે સમુદ્રની સપાટીથી ઉંચાઈ, જાણો આ ગજબનું કારણ.

0
2710

તમારા માંથી ઘણા બધા લોકો ટ્રેનમાં સફર કરી ચુક્યા હશે. અને કેટલાક તો રોજ ટ્રેનમાં સફર કરતા હશે. ટ્રેનની યાત્રા કરવા માટે રેલ્વે સ્ટેશન જાણીતું સ્થાન છે. અને દરેક રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવવા વાળા પ્લેટફોર્મથી લઈને દરેક જગ્યાએ ઘણા બધા પ્રકારની સૂચનાઓના બોર્ડસ લગાવવામાં આવે છે, જેને વાંચીને તમે સરળતાથી ટ્રેનમાં બેસી શકો છો.

તમને દરેક રેલ્વે સ્ટેશન પર એક બોર્ડ એવું લાગેલુ જોવા મળશે, જેના પર એ સ્ટેશનનું નામ લખેલું હોય છે. જો તમે થોડું ધ્યાનથી જોયું હોય તો તમને જોવા મળશે કે, એ બોર્ડ પર જે તે સ્ટેશનના નામની સાથે સાથે એની સમુદ્રની સપાટીથી ઉંચાઈ પણ લખેલી હોય છે. એવામાં પ્રશ્ન એ થાય છે કે, એ બોર્ડ પર રેલ્વે સ્ટેશનના નામની સાથે તેની સમુદ્રની સપાટીથી ઉંચાઈ કેમ લખવામાં આવે છે?

તો મિત્રો આપણી પૃથ્વી ગોળ છે, અને દુનિયાની એક સમાન ઉંચાઈ માપવા માટે વૈજ્ઞાનિકોને એવા પોઈન્ટની જરૂરિયાત હોય છે જે સમાન રહે. એટલા માટે સમુદ્રને સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. આની પછાળનું કારણ એ છે કે, સમુદ્રના પાણીની સપાટી દરેક જગ્યાએ એક સમાન રહે છે. આનો ઉપયોગ સિવિલ એન્જીનીયરીંગમાં કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, રેલ્વે સ્ટેશનના સાઈન બોર્ડ પર એની સમુદ્રની સપાટીથી ઉંચાઈને દર્શાવવા પાછળનું કારણ પણ એવું જ કંઈક છે. મિત્રો, આ ઉંચાઈ રેલ્વેના ડ્રાઈવર અને ગાર્ડ માટે લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક ટ્રેન ૧૦૦ મીટર સમુદ્રની સપાટીની ઉંચાઈથી ૧૫૦ મીટર સમુદ્રની સપાટીથી ઉંચાઈ પર જઈ રહી છે. તો આ સાઈન બોર્ડને જોઇને ડ્રાઈવર અંદાજો લગાવી શકે છે કે, તેને કયા હિસાબથી ટ્રેનની ઝડપ વધારવી છે.

સાથે આ સાઈન બોર્ડની મદદથી ટ્રેનની ઉપર લાગેલા વીજળીના તારને સમાન ઉંચાઈ આપવામાં પણ મદદ મળે છે. આનાથી વીજળીના તાર ટ્રેનના તાર સાથે દરેક સમયે ટચમાં રહે છે. રેલ્વે સ્ટેશનના સાઈન બોર્ડ પર સમુદ્રની સપાટીથી ઉંચાઈ દર્શાવવાનું કારણ તમે શેયર કરીને અન્ય લોકોને પણ આ રોચક જાણકારી આપો.

જો આ ઉંચાઈ લખવામાં ન આવે તો ડ્રાઈવર અને ગાર્ડ ઝડપનો ખોટો અંદાજો લગાવી શકે છે, અને પરિણામ સ્વરૂપ કોઈ અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.