પોપટ ખૂબ મોજથી મરચું કેમ ખાય છે? મીઠા ફળોની જગ્યાએ તેને મરચા કેમ પસંદ છે, જાણો.

0
367

પોપટને તીખા તમતમતા મરચા કેમ ભાવે છે, મીઠાફળની જગ્યાએ મોજથી મરચું જ કેમ ખાય છે? જાણવા જેવું છે આ. ‘મીટ્ટુ મીટ્ટુ પોપટ, ડાળી ઉપર સૂતો, લાલ મરચું ખાતો, રામ રામ જપતો.’ તમે આ કવિતા ઘણી વાર સાંભળી હશે. જો તમે ધ્યાન આપ્યું હોય તો, મીટુને મરચું ખાવાનું ખુબ ગમે છે. તે હંમેશાં મરચાને ખૂબ જ મોજથી ખાય છે. આવી પરિસ્થિતિમાં શું તમે એવું ક્યારેય વિચાર્યું છે કે મરચામાં એવું શું છે, જે પોપટને ખૂબ પ્રિય છે? જો નહિ, તો આવો અમે તમને તેના વિષે જણાવીએ.

પોપટને મરચું ગમે છે એનું કારણ જણાવતા પહેલા ચાલો આપણે તેના વિશે થોડું જાણી લઈએ. પોપટનું વૈજ્ઞાનિક નામ સીટાક્યુલા ક્રેમરી છે. તેમની ગણતરી પક્ષીઓના સિટૈસી સમૂહના સિટૈસીડી કુળમાં થાય છે. તેમની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે. તેઓ મનુષ્યની નકલ કરવામાં પણ પારંગત હોય છે.

આખી દુનિયામાં ઘણી વેરાયટીના પોપટ જોવા મળે છે. તેઓ રંગ અને કદમાં પણ અલગ અલગ હોય છે. લીલા પોપટ ભારતમાં વધુ જોવા મળે છે. પોપટ સંપૂર્ણપણે શાકાહારી હોય છે. તેમને ફળો અને શાકભાજી ખાવાનું ગમે છે. મરચું પોપટનું પ્રિય હોય છે પણ તે જામફળ, કેરી જેવા ફળો પણ ખાય છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે, મરચા જેવી ગરમ વસ્તુ પોપટને કેમ ગમે છે? ખરેખર પક્ષીઓને દરેક વસ્તુ તેમના પંજામાં બરાબર દબાવીને પકડીને ખાવાની ટેવ હોય છે. પોપટ એક રૂઢિચુસ્ત પક્ષી છે. તેને ફક્ત તે જ વસ્તુઓ ખાવાનું ગમે છે જેને તે સરળતાથી પોતાના પંજામાં દબાવી શકે છે. મરચાનો આકાર પોપટના પંજાના હિસાબે પરફેક્ટ ગણાય છે.

આ ઉપરાંત, પોપટની સ્વાદ ઇન્દ્રિયો અત્યંત નબળી હોય છે. તેને સ્વાદની અનુભૂતિ નથી થતી. ત્યાં સુધી કે તે મીઠાશ અને તીખાશ વચ્ચે પણ તફાવત કરી શકતો નથી. તેથી મરચું ખાતી વખતે તેને મનુષ્યની જેમ જીભ ઉપર બળતરા અનુભવાતી નથી.

ત્યાં વળી, પોપટનું નાક પણ જોવામાં ખૂબ જ સુંદર હોય છે. જો કે, તેને સુગંધ અથવા દુર્ગંધનો ખ્યાલ નથી આવતો. તે પણ એક કારણ છે જેથી તેને મરચા ખાવામાં કોઈ તકલીફ નથી થતી. જો કે, સૌથી મોટું કારણ એ છે કે મરચું પોપટના પંજામાં પૂરેપૂરું સમાઈ જાય છે. આ એક ખાવાની વસ્તુ તરીકે ખુબ સરળ ખોરાક છે. તેથી જ તે ખૂબ ઉત્સાહથી મરચા ખાય છે.

હવે તમે જાણી ગયા છો કે પોપટ મરચું શા માટે શોખથી ખાય છે. હવે પછી જો તમને કોઈ આ પ્રશ્નો પૂછે, તો તમે ફટાક કરતા આ જવાબ આપી શકો છો.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.