પિતૃ પક્ષમાં કેમ નથી થતા શુભ કાર્ય? શું છે કાગડા અને કુતરાનું મહત્વ જાણી લો બધી વિગત.

0
1218

ધાર્મિક ગ્રંથો મુજબ ભાદરવા મહિનાની પુનમની તિથીથી અમાસ સુધીનો સમય શ્રાદ્ધ કે મહાકાલ પક્ષ કહેવાય છે. આ સમયગાળાના ૧૬ દિવસ પિતૃ એટલે કે શ્રાદ્ધ કર્મ માટે ખાસ કરીને નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ સમયગાળો પિતૃ પક્ષના નામથી ઓળખવામાં આવે છે. પિતૃ પક્ષમાં કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.

માન્યતા છે આ ૧૬ તિથિઓ ઉપર આપણા પિતૃઓ મૃત્યુ લોકથી ધરતી ઉપર આવે છે. આ સમયગાળામાં પિતૃ આપણી અને આપણે પિતૃની નજીક આવી જઈએ છીએ. શ્રાદ્ધ પક્ષનો સંબંધ મૃત્યુ સાથે હોય છે, એટલા માટે આ તિથિઓમાં શુભ અને મંગળ કાર્યો ન ત્યાગીને પિતૃ પ્રત્યે સન્માન અને એકાગ્રતા રાખવામાં આવે છે.

શ્રાદ્ધમાં બ્રાહ્મણ, ગાય, કાગડા અને કુતરાનું મહત્વ :

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ, ગાય, કુતરા અને કાગડાને ભોજન ખવરાવવાની પરંપરા છે. ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે, એટલા માટે ગાયનું મહત્વ છે. તેમજ પિતૃ પક્ષમાં કુતરા અને કાગડા પિતૃનું રૂપ હોય છે, એટલા માટે તેને ભોજન ખવરાવવાની વિધિ છે. પિતૃપક્ષ દરમિયાન તેનું વિશેષ ધ્યાન રાખવાની પરંપરા છે.

આવા મળે છે પિતૃના શુભ સંકેત :

ઘરની આસપાસ જો તમને કાગડાની ચાંચમાં ફૂલ પાંદડા જોવા મળે તો મનોરથની સિદ્ધી થાય છે.

કાગડો ગાયની પીઠ ઉપર ચાંચ ઘસતો જોવા મળે, તો સમજી જાવ તમને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.

કાગડો પોતાની ચાંચમાં સુકું પાંદડું લાવતો જોવા મળે તો ધન લાભ થાય છે.

કાગડો અનાજના ઢગલા ઉપર બેસેલો જોવા મળે તો ધન લાભ થાય છે.

જો કાગડો તમારી ડાબી તરફ આવીને ભોજન ગ્રહણ કરે છે, તો પ્રવાસ અટક્યા વગર પૂર્ણ થાય છે. અને કાગડો પીઠ તરફથી આવે છે તો પ્રવાસીને લાભ મળે છે.

કાગડો મકાનના ધાબા ઉપર કે લીલા છમ ઝાડ ઉપર જઈને બેસે તો અચાનક ધન લાભ થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.