શું તમે જાણો છો અવકાશમાં છોડવામાં આવતા સેટેલાઈટમાં સોનું કેમ વપરાય છે, ચંદ્રયાન-2માં પણ તે વપરાયેલું જાણો વિગત

0
584

ભારતના સ્પેસ સેન્ટર ઈસરોએ 22-07-2019 ના રોજ ચંદ્રયાન-2 નું સફળ લોન્ચ કર્યું હતું. અને ભારતના તમામ લોકો આ ખાસ અવસર માટે ખુબ ઉત્સાહિત હતા. ચંદ્રયાન-2 લોન્ચ થયાના 48 દિવસ પછી ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. પૃથ્વી પરથી લોન્ચ કરવામાં આવતા સેટેલાઈટમાં સોનું વાપરવામાં આવે છે. અને આ કારણે લોકોમાં ભારે આશ્ચર્ય હોય છે.

ઘણા લોકોને ખબર નથી હોતી કે, સેટેલાઈટના કેટલાક ભાગને સોનાથી કેમ મઢવામાં આવે છે? તો ઘણાને એ પ્રશ્ન સતાવે છે કે, શું આ ધાતુ સોનું જ છે કે કોઈ બીજી ધાતુ છે? તેના ઉપયોગનું કારણ કોઈ વૈજ્ઞાનિક છે કે પચી બીજુ? સેટેલાઈ પર કેમ લગાવવામાં આવે છે સોનાનું કવર?

ઉપરના પ્રશ્નોના જવાબ તમને આજના આ લેખમાં જાણવા મળશે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે, અવકાશમાં મોકલવામાં આવતા સેટેલાઈટને બનાવવામાં સોનાનો એક મહત્વનો રોલ હોય છે. જણાવી દઈએ કે, આ મૂલ્યવાન ધાતુ સોનું કોઈ પણ સેટેલાઈટનો મહત્વનો ભાગ હોય છે. તેને ગોલ્ડ પ્લેટિંગ કહેવામાં આવે છે. વિજ્ઞાને એ સિદ્ધ કરી બતાવ્યું છે કે, સોનું સેટેલાઈટની પરિવર્તનશીલતા, ચાલતા અને એને કાટ લાગવાથી બચાવે છે.

મિત્રો એરોસ્પેસ ઉદ્યોગમાં સોના સિવાય પણ કેટલીક ધાતુઓ ખુબ જ મુલ્યવાન ગણાય છે. આ બધી ધાતુઓની થર્મલ કંટ્રોલ પ્રોપર્ટી સેટેલાઈટમાં અવકાશની હાનિકારક ઈનફ્રારેડ રેડિએશનને રોકવામાં મદદ કરે છે. આ રેડિએશન એટલું ભયાનક હોય છે કે, તે અવકાશમાં સેટેલાઈટને ટૂંકા ગાળામાં જ નષ્ટ કરી શકે છે. એટલા માટે આ બધી ધાતુઓ વાપરવામાં આવે છે.

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, અપોલો લૂનર મોડ્યૂલમાં પણ નાસાએ સેટેલાઈટ બનાવવામાં સોનાનો ઉપયોગ કર્યો હતો. નાસાના એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ગોલ્ડ પ્લેટના એક પાતળા પડનો ઉપયોગ એક થર્મલ બ્લેંકેટની ઉપરની સપાટી તરીકે કરવામાં આવે છે, જે મેડ્યૂલના નિચલા ભાગને કવર કરે છે. આ બ્લેંકેટ અવિશ્વસનીય રૂપે 25 પડમાં એકદમ જટીલ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પડમાં કાચ, ઉન, કેપ્ટન, પાયલર અને એલ્યૂનિયમ જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સોનાની પરતને અલગ જ નામથી ઓળખવામાં આવે છે.

આમ તો લેઝર ગોલ્ડને સૌથી પહેલા ઝેરોક્સ માટે મોટા પાયે વિકસીત કરવામાં આવ્યું હતું. કારણ કે તેને બનાવનારી કંપનીને પોતાના મસીનો માટે એક મજબુત અને ટકાઉ સોનાના વર્કની જરૂર હતી. અને નાસાએ ત્યારે આ ટેકનિક વિશે જાણ્યું હતું.

અને જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ, તો લેઝર ગોલ્ડ તૈયાર કરનારી કંપનીનું કહેવું છે કે, તેમની કંપની લગભગ 4 વર્ષોથી નાસા સાથે કામ કરી રહી છે. અને નાસાએ અત્યાર સુધીમાં લગભગ 50 જુદા જુદા ઉપકરણોને સોનાથી મઢયા છે, અને તેને અવકાસમાં મોકલ્યા છે. તો આ કારણે સેટેલાઇટમાં સોનું વાપરવામાં આવે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.