શા માટે છોકરીઓ પગમાં બાંધે છે કાળો દોરો, જાણો કારણ અને કયા પગ પર બાંધવામાં આવે છે દોરો.

0
2472

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો માંથી ઘણા લોકોએ જોયું હશે કે, ઘણી બધી છોકરીઓ પોતાના ડાબા પગમાં કાળો દોરો બાંધે છે. પણ કદાચ તમને એવું કરવા પાછળનું કારણ ખબર નહિ હોય.

તો જણાવી દઈએ કે, કાળા દોરાને પગમાં બાંધવાની પાછળ જ્યોતિષી અને વૈજ્ઞાનિક કારણ હોય છે. આમ તો કાળો દોરો બાંધવા પાછળ ઘણા કારણ હોય છે, પરંતુ આજકાલ તો આ ફેશન બની ચૂક્યું છે. માર્કેટથી લઈને ઓનલાઇન સુધી ડિઝાનર એંકલેટ મળવા લાગ્યા છે. આના સિવાય કાળા દોરાને વ્યવસાયમાં પ્રગતિ અને બરકત માટે પ્રયોગ કરવામાં આવે છે.

મિત્રો આપણા દેશમાં આજના મોર્ડન જમાનામાં પણ નજર લાગવાથી બચવા માટે ઘણા ટોટકાનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ આ બધા ટોટકાની વચ્ચે સૌથી વધારે કારગર હોય તો એ છે પગમાં કાળો દોરો બાંધવો. તમે ઘણીવાર જોયું હશે કે, છોકરીઓ પોતાના ડાબા પગમાં કાળો દોરો બાંધે છે.

તો જણાવી દઈએ કે, એવું છોકરીઓ એટલા માટે કરે છે કે કાળા દોરો બાંધવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી બચી શકાય છે. એવું કરવાથી હંમેશા શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. એવી રીતે કાળો દોરાને પગમાં બાંધવા પાછળ જ્યોતિષી અને વૈજ્ઞાનિક કારણ હોય છે.

આ છે પગમાં કાળો દોરો બાંધવાનું વૈજ્ઞાનિક કારણ :

જાણકારી માટે જણાવી દઈએ કે, કાળા દોરાને ડાબા પગની એડીના ઉપર બાંધવાની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ હોય છે. કોઈપણ વ્યક્તિની નજર જયારે કોઈના પર પડે છે (જો કોઈની ખરાબ નજર હોય તો) કાળો દોરો ખરાબ નજરને ત્યાંજ ભંગ કરી દે છે, અને નજર નહિ લાગવા દેતું. સાથે આ નકારાત્મક ઉર્જાને પ્રભાવી નથી થવા દેતું. સાથે કાળો રંગ ઉષ્માને પણ અવશોષિત કરે છે. જેને બાંધવાથી કાળો દોરો ખરાબ નજર અને ખરાબ હવાઓને અવશોષિત કરી લે છે.

વૃદ્ધ લોકો નવી પેઢીને ડાબા પગમાં કાળો દોરો બાંધવાની સલાહ આપે છે. આ બાબતે તેમનું કહેવાનું છે કે, છોકરીઓ કાળા દોરાને ડાબા પગમાં બાંધે છે, તો તેનાથી તેમના પગમાં દુ:ખાવો નહિ થાય. પરંતુ આજે તો આ એક ફેશન બની ગયું છે. અને તે એટલું બધું ફેશનમાં પણ આવી ગયું છે કે, માર્કેટમાં ડિઝાઈનર એંકલેટ પણ મળવા લાગ્યા છે.

તે વ્યક્તિને ખરાબ નજરથી બચાવવા અને નકારાત્મક ઉર્જાને ખત્મ કરવાની સાથે-સાથે ખરાબ સપના જેવી સમસ્યાથી પણ દૂર રાખે છે. અને સાથે જ તે ખરાબ આત્માઓ અને શનિના પ્રકોપથી પણ બચાવે છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર કાળા દોરામાં 7 ગાંઠ મારીને મંગળવારના દિવસે હનુમાનજીના પવિત્ર સિંદૂરમાં લપેટી નાખો. ત્યારબાદ આ દોરાને ઘરની બહાર અને કારોબારની જગ્યા પર બાંધી દો. એવું કરવાથી ખરાબ નજર નહિ લાગે અને પૈસાની કમી નહિ રહે.