ધનતેરસ પર શા માટે ખરીદવામાં આવે છે ઝાડુ? જાણો તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

0
375

શા માટે લોકો ધનતેરસ પર ખરીદી છે ઝાડુ? તેની સાથે જોડાયેલી છે આ માન્યતા. આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 13 નવેમ્બર શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસનો દિવસ ખરીદી માટે ઘણો શુભ માનવામાં આવે છે. સોનુ, ચાંદી અને પિત્તળના વાસણ ખરીદવાની સાથે જ આ દિવસે ઝાડુ ખરીદવાની પણ પરંપરા છે. આવો જાણીએ છેવટે ધનતેરસના દિવસે ઝાડુ કેમ ખરીદવામાં આવે છે?

માં લક્ષ્મીનું પ્રતીક છે ઝાડુ – ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો ધનતેરસના દિવસે ઝાડુ જરૂર ખરીદો.

સુખ સમૃદ્ધિનું કારક છે ઝાડુ – માનવામાં આવે છે કે ઝાડુથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. ઝાડુને ઘરમાં સુખ સમૃદ્ધિનું કારક પણ માનવામાં આવ્યું છે. એટલા માટે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું શુભ માનવામાં આવે છે.

નવા ઝાડુ પર બાંધો દોરો : માન્યતા છે કે ધનતેરસના દિવસે ઘરમાં નવું ઝાડુ લાવ્યા પછી તેના પર એક સફેદ રંગનો દોરો બાંધી દેવો જોઈએ. તેનાથી માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરની આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે.

ઝાડુને જમીન પર આડું રાખો : ધનતેરસના દિવસે જયારે પણ ઝાડુ ખરીદો તો તેને જમીન પર આડું જ રાખો. ઝાડુને ઉભું રાખવું અપશુકન માનવામાં આવે છે. ઝાડુને હંમેશા ઘરના ખૂણામાં સંતાડીને રાખવામાં આવે છે.

ઝાડુ પર ના મુકો પગ : ઝાડુ પર પગ નહિ મુકવો જોઈએ. માનવામાં આવે છે કે, એવું કરવાથી લક્ષ્મી માતા રિસાય જાય છે. માનવામાં આવે છે કે ઝાડુનો આદર કરવા પર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઝાડુનું દાન : દિવાળીના દિવસે મંદિરમાં ઝાડુનું દાન કરવાની પણ પરંપરા છે. કહેવામાં આવે છે કે, આ દિવસે ઝાડુ દાન કરવાથી ધરમાં લક્ષ્મી આવે છે. જોકે દિવાળીના દિવસે દાન કરો તે ઝાડુ ધનતેરસના દિવસે જ ખરીદી લેવું જોઈએ.

ઊંધું ન રાખો ઝાડુ : ક્યારેય પણ ઘરમાં ઊંધું ઝાડુ નહિ રાખવું જોઈએ. કહેવામાં આવે છે કે તેનાથી ઘરમાં ક્લેશ વધે છે. ક્યારેય પણ ઝાડુને ઘરની બહાર કે અગાસી પણ નહિ રાખવું જોઈએ. કહેવામાં આવે છે કે, એવું કરવાથી ઘરમાં ચોરી થવાનો ભય ઉત્પન્ન થાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.