તમે ક્યારેય પણ એ વિચાર્યુ છે કે, બ્લેડની ડિઝાઇન આવી જ કેમ હોય છે, નાં જાણતા હોય તો જાણી લો રહસ્ય.

0
1668

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે બ્લેડ સાથે સંબંધિત થોડી જાણકારી લઈને આવ્યા છીએ, જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. તો આવો જાણીએ કે આજના લેખમાં શું ખાસ છે?

પહેલા એક પ્રશ્ન એ પૂછીએ કે, બ્લેડ શા માટે બની? તૂટેલા દિલ વાળા પ્રેમીઓના માટે, જેનાથી તે પોતાની નસ કાપી શકે?

નાં. આ ધારણા એકદમ ખોટી છે. બ્લેડ એના માટે બની જ નથી. પણ લોકો સમજ્યા વિચાર્યા વગર એનો દુરુપયોગ કરી પોતાના જીવન સાથે રમત રમે છે.

બ્લેડ તો દાઢી કરવા માટે બનાવવામાં આવે છે. જો કે દાઢી તો અસ્તરાથી પણ થતી હતી અને આજે પણ વાળંદ તો અસ્તરો જ વાપરે છે. પણ જયારથી માર્કેટમાં રેઝર આવ્યું છે ત્યારથી રેઝરની લોકપ્રિયતા વધવા લાગી છે. તેને સેફટી રેઝર કહેવામાં આવતું હતું. કારણ કે પહેલા તો એ કે આનાથી ચામડી કપાવાનો ચાન્સ ઓછો થઇ જાય છે. બીજો લોહીથી ફેલવા વાળી બીમારી જેમ કે એચઆઇવી કન્ટ્રોલ થઇ શકે છે.

કારણ કે જો કોઈ એચઆઈવી સંક્રમિત માણસ પર ચાલેલો અસ્તરો તમારા પર ચાલ્યો અને બંનેનું લોહી મિક્ષ થઇ ગયું, તો તમે પણ એ રોગના શિકાર બની શકો છો.

અને સેફટી રેઝરની સાથે આવી સેફટી બ્લેડ. તમને વિલ્કિંસનની ધાર યાદ છે? જો એ યાદ હોય, તો એ પણ યાદ હશે કે બ્લેડની વચ્ચે ડિઝાઇન હોય છે. એટલે બ્લેડ વચ્ચેથી કાપેલી હોય છે.

પણ શું તમને ખબર છે કે આ ડિજાઇન કેમ હોય છે?

ઘણા કહેશે કે, એ બ્લેડને વચ્ચેથી તોડીને એનાથી પેન્સિલ છોલવા માટે. પણ જણાવી દઈએ કે દિલને ખુશ રાખવા માટે આ ખ્યાલ સારો છે. પણ હકીકતમાં બ્લેડની વચ્ચેની આ ડિઝાઇન એટલા માટે નથી કે તમે એને વચ્ચેથી તોડી શકો.

જણાવી દઈએ કે, આ ડીઝાઇન એટલા માટે હોય છે, કારણ કે જીલેટના ફેંસી રેઝર આવ્યા પહેલા પણ સાદા રેઝર બનતા હતા. હવે તો તે થોડા જુના થઇ ગયા છે. પણ તેમાં બ્લેડ લગાવતા પહેલા તેનું ઢાંકણું ખોલીને બ્લેડ ફસાવવી પડતી હતી.

આ બ્લેડ વ્યવસ્થિત રીતે બેસે એટલે આ ડીઝાઇન બનાવવામાં આવી, જે આખી દુનિયામાં એક જેવી જ હોય છે, અને તેનાથી સારી રીતે હલ્યા ડૂલ્યા વિના બ્લેડ રેઝરમાં બેસી જાય છે. જુઓ આ રેઝરની જૂની એડ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

વિડીઓ :