આપણા મનમાં ‘વહેમ’ શા માટે ઉત્પન્ન થાય છે? જાણો એનાથી છુટકારો મેળવવાની રીત

0
840

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે આપણે વહેમ વિષે વાત કરીશું. ઇતિહાસ સાક્ષી છે કે, વહેમને લીધે ઘણા બધા લોકોના જીવન બરબાદ થયા છે, અને વર્તમાનમાં પણ આ સિલસિલો શરૂ જ છે. માટે મનમાં વહેમ ઉત્પન્ન થવાનું કારણ જાણવું અને એને દૂર કરવાની રીત જાણવી ઘણી જરૂરી છે. અને જો તમારા મનમાં પણ નાની નાની વાતોને લઈને સતત વહેમ થતો રહેતો હોય, તેમજ તમને સતત કોઈને કોઈ વાતથી ડર લાગ્યા કરતો હોય, તો તમારે તમારા એ વહેમ પાછળનું સાચું કારણ જાણવું જરૂરી છે.

જ્યોતિષ શાસ્ત્રીઓ આ બાબતે એવું કહે છે કે, વહેમની સમસ્યા મનમાં ઉત્પન્ન થાય છે. અને આનો મુખ્ય ગ્રહ ચંદ્ર હોય છે. એના કારણે જ મનમાં આવો વહેમ આવતો જતો રહે છે. તેઓ કહે છે કે, ચંદ્રની સાથે છાયા ગ્રહોનો સંબંધ વહેમને જન્મ આપે છે. વાયુ તત્વની રાશિઓમાં સૌથી વધારે વહેમની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ જળ તત્વ વાળી રાશિઓ પર તેની અસર જોવા મળે છે. તો આવો જાણીએ કે, શા માટે કોઈ વ્યક્તિના મનમાં વહેમ ઉભો થાય છે? અને એવી વ્યક્તિને કેવી રીતે વહેમથી બહાર કાઢી શકાય?

વહેમ વિષે આગળ જણાવતા જ્યોતિષ શાસ્ત્રીઓ કહે છે કે, વ્યક્તિની કુંડળીમાં કોઈ યોગ સ્થાઈ હોય તો વહેમ ઉત્પન્ન થાય છે. તેમજ ક્યારેક ક્યારેક કોઈ નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને વહેમ થઈ જાય છે. એ સિવાય દશાઓમાં ગરબડ થવાના કારણે પણ વહેમની સ્થિતિ ઉભી થાય છે. ખોટા રત્ન ધારણ કરવાથી પણ વહેમ ઉત્પન્ન થાય છે. અને ક્યારેક ખોટા મંત્ર જાપ કરવામાં આવે તો પણ આવી સમસ્યા ઉત્પન્ન થાય છે.

એવી કઈ આદતો છે જેનાથી વહેમની સમસ્યા થાય છે?

જાણકારી માટે જણાવી દઈએ કે, નિત્ય સ્નાન ન કરવાથી, પોતાની અને પોતાની આસપાસ સાફ સફાઈ ન રાખવાથી વ્યક્તિને વહેમ થવા લાગે છે. ખરાબ અને ખોટી વ્યક્તિની સંગતમાં રહેવાથી પણ મનમાં વહેમ ઘર કરવા લાગે છે. એ સિવાય લીલું વૃક્ષ કાપે તો વહેમ ઉત્પન્ન થાય છે. તેમજ નશાની આદતથી પણ વહેમ થાય છે.

વહેમ દૂર કરવાના ઉપાય કયા છે?

મનમાં ઉભો થતો વહેમ દૂર કરવા માટે રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો. સવારે 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરો. પૂનમનું વ્રત પણ કરો. સારા જ્યોતિષની સલાહ લઈને એક પન્ના કે પીળો પોખરાજ ધારણ કરો. અને ચંદનની સુગંધનો પ્રયોગ કરો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.