તમે જાણો છો કે શક્તિમાન સિરિયલ કેમ બંધ કરવામાં આવી હતી? વર્ષો પછી હવે શક્તિમાને જ કીધું સાચું કારણ

0
867

મિત્રો, તમને બધાને શક્તિમાન સિરિયલ યાદ જ હશે. એ સમયે આ સિરિયલ ઘણી પ્રખ્યાત હતી. પણ એ સિરિયલની સ્ટોરી પુરી થવા પહેલા જ એને બંધ કરી દેવામાં આવી હતી. જો કે એના બંધ થવાના સાચા કારણની કોઈને જાણ ન હતી. પણ હવે શક્તિમાન સિરિયલ બંધ થવાનું સાચું કારણ સામે આવી ગયું છે. આજે અમે તમને એના વિષે જણાવીશું.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એવી જાહેરાત કરી હતી કે, શક્તિમાન સિરિયલ ફરીથી આવી રહી છે. અને ઘણા લોકોએ આ સિરિયલ બંધ થવાનું કારણ પોતા પોતાના મંતવ્યો અનુસાર જણાવ્યું. પણ આપણને એનું સાચું કારણ ક્યારેય જાણવા મળ્યું નથી. જોકે આ બાબતે મુકેશ ખન્નાએ પોતે લોકોને એ જણાવ્યું છે કે, છેવટે શક્તિમાન સિરિયલ બંધ કેમ કરવામાં આવી? આવો તમને એના વિષે જણાવીએ.

આ બાબતે મુકેશ ખન્ના જણાવે છે કે, આ સિરિયલ મારા માટે ઘણી મહત્વની સિરિયલ રહી છે. અને આ સિરિયલ ઘણી પોયુલર પણ રહી છે. આને કારણે જ હું મારી સંસ્થા ભીષ્મ ઇન્ટરનેશનલની શરૂઆત કરી શક્યો. સિરિયલ શરુ કરવા પહેલાની વાત કરતા તેઓ જણાવે છે કે, જયારે હું મારી સિરિયલનો કન્સેપ્ટ લઈને દૂરદર્શનની ઓફિસમાં ગયો, અને એમને આના વિષે જણાવ્યું કે આ ભારતનો પહેલો સુપર હીરો બનશે, તો તેઓ આનાથી ઘણા ખુશ થયા.

એમણે મને શનિવારે સવારે 11:30 થી 12:30 વાગ્યાનો સ્લોટ આપ્યો. શનિવારે ઘણી સ્કૂલો ચાલુ રહે છે અને અમુક બંધ રહે છે. અને જેમ કે આ શો બાળકોનો હતો, તો એવામાં શનિવારે આનું ચાલવું થોડું મુશ્કેલ જણાઈ રહ્યું હતું. આથી મેં મારી એજન્સીને ફોન કર્યું અને આના વિષે જણાવ્યું. તો એમણે કહ્યું કે, તમે એમની પાસે બીજા કોઈ દિવસે રાતનો એક ટાઈમ સ્લોટ માંગો આપણા શો ને બેલેન્સ કરવા માટે.

તો મેં એમને ફરી વાત કરી અને કહ્યું કે, મને એક નાઈટ સ્લોટ પણ આપો. તો એમણે કહ્યું કે, તમને મંગળવારે રાત્રે 10:30 થી 11:30 નો સ્લોટ આપીશું. આમ તો આ બંને જ નોન પ્રાઈમ સ્લોટ હતા. પણ મેં હા પાડી દીધી. અને ધીમે રહીને આ બંને સ્લોટ પ્રાઈમ સ્લોટ બની ગયા. મિત્રો પ્રાઈમ સ્લોટ એટલે કે જે સમયે લોકો વધારે ટીવી જુવે એ સમય. મુકેશ ખન્ના જણાવે છે શક્તિમાન જોવા માટે બાળકો શનિવારે સ્કૂલમાં ગુલ્લી પણ મારતા હતા.

મુકેશજીના જણાવ્યા અનુસાર, એ સમયે મારે 3 લાખ 80 હજાર રૂપિયા ફી ચેનલને આપવી પડતી હતી, અને એડ અને સ્પોન્સર મારફતે અમારી કમાણી થતી હતી. સિરિયલ ચાલી અને 150-200 એપિસોડ સુધી સિરિયલ ચાલી. પછી ચેનલ વાળાએ કહ્યું કે, તમે નોન પ્રાઈમમાંથી પ્રાઈમ સ્લોટમાં કેમ નથી આવી જતા. અમે તમને રવિવારનો સ્લોટ આપીશું. તો મેં કહ્યું કે, તમે મને પહેલા રવિવારની ઓફર જ ન કરી. પછી રવિવારનો ટાઈમ મળ્યો અને ખબર પડી કે મારી ફી 7 લાખ 80 હજાર થઇ ગઈ છે. હું માની ગયો અને રવિવારે સિરિયલ આવવા લાગી.

રવિવારે સિરિયલ આવ્યા પછી અમે 104 એપિસોડ કર્યા. પછી એમણે ફી વધારીને 10 લાખ 80 હજાર કરી દીધી. પછી મેં કહ્યું કે, આ શું ચક્કર છે? તો એમણે કહ્યું કે, 104 એપિસોડ પછી ફી વધી જાય છે. તો પણ મેં સિરિયલ ચલાવી. પછી આગળ જતા એમણે ફી વધારીને 16 લાખ કરવાનું નક્કી કર્યું. એ સમયે બીજી સિરિયલ આર્યમાન પણ આવતી હતી. મેં શક્તિમાનને સાચવવા માટે પ્રયત્ન કર્યા. ચેનલ વાળાને ઘણા સમજાવ્યા પણ તેઓ નહિ માન્યા. મને ખોટ જવા લાગી અને પછી મેં શક્તિમાન સિરિયલ બંધ કરી દીધી.

મારી સ્ટોરી પણ પુરી થઇ ન હતી. પણ મારે સિરિયલ બંધ કરવી પડી. ઘણા લોકોની હજી પણ ફરિયાદ છે કે, તમે શક્તિમાનનો એન્ડ કેમ ન બતાવ્યો? પણ હું એમને જણાવી શકતો ન હતો કે, મેં સીરિયલને બંધ કેમ કરી. હું વિચારતો હતો કે આને ફરી શરુ કરીશ. અને આ કારણ હતું કે, મારે સિરિયલ બંધ કરવી પડી.

મુકેશ ખન્ના આગળ જણાવે છે કે, ઘણા લોકો કહેતા હતા કે, એને લીધે બાળકો ભણતા ન હતા એટલે સિરિયલ બંધ કરવી પડી. પણ એવું કાંઈ ન હતું. લોકોએ મને એ પણ પૂછ્યું કે, તમે શક્તિમાનની સીઝન 2 ક્યારે લાવવાના છો? તો જણાવી દઉં કે હું પણ એટલી જ રાહ જોઈ રહ્યો છું, જેટલી તમે. થઇ શકે છે કે આપણે લોકો ખુબ જલ્દી શક્તિમાનની બીજી સીઝનમાં મળીએ.