ઘણી વાર લોકો પાસે ખાવા પીવાની બાબતે યોગ્ય જાણકારી નથી હોતી, અને એના કારણે એમને ઘણી વાર બીમારીઓનો સામનો કરવો પડે છે. તમારા માંથી મોટાભાગના લોકો બદામને ઘણી ગુણકારી અને લાભકારી માનતા હશે અને એ સત્ય પણ છે. જો કે બદામ ખાવાના ફાયદાની સાથે એના થોડા નુકશાન પણ છે. એ જરૂરી નથી કે બદામ દરેકને ફાયદો પહોંચાડે. અને એ પણ જરૂરી નથી કે બદામ પલાળીને ખાવાથી જ ફાયદો મળશે.
તમને જણાવી દઈએ કે બદામ કોના માટે ફાયદાકારક છે અને કોના માટે નથી. એને લીધે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશો. જો કે પલાળેલી બદામ ખાવી ફાયદાકારક રહે છે. તેનાથી યાદશક્તિ વધે છે સાથે જ તેમાથી મળતા પોષકતત્વો મિનરલ, વિટામિન, ઝિંક, કેલ્શિયમ વગેરેથી પણ શરીરને અનેક ફાયદા થાય છે. રોજ બદામને પલાળીને ખાવુ પણ ખૂબ લાભદાયક છે, કારણ કે તે સરળતાથી પછી જાય છે.
ડાર્ક સર્કલ (કાળા કુંડાળા) :
જો તમને ડાર્ક સર્કલ એટલે કે આંખની નીચે કાળા કુંડાળાની સમસ્યા છે, તો બદામનું સેવન કરવું તમારા માટે ઘણું સારું રહેશે. તમે ઈચ્છો તો બદામનું તેલ પણ આંખોની નીચે લગાવી શકો છો. એનાથી પણ તમારા ડાર્ક સર્કલ દૂર થઇ જશે. સાથે કે આ તેલ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું પણ બંધ થઇ જાય છે, અને વાળ મજબૂત થાય છે.
વધતી ઉંમર ની અસર થાય ઓછી
જણાવી દઈએ કે પાણીમાં પલાળેલી બદામમાં એંટીઓક્સીડેંટ હોય છે, જે તમારી વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. એટલે ખાસ બોલીવુડનાં હીરો હિરોઈન દરરોજ સવારે પલાળેલી બદામ ખાતા હોય છે.
કૈન્સર :
આમાં રહેલું ફ્લેવોનાઈડ તમારા શરીરને કેન્સરથી બચાવામાં પણ મદદ કરે છે.
દિલને સ્વસ્થ બનાવી રાખે છે પલાળેલી બદામ :
પલાળેલી બદામ ખાવાથી દિલ પણ સ્વસ્થ રહે છે. જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટનું માનીએ તો બદામ એંટીઓક્સીડેંટ એજંટ હોય છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.
હાર્ટની સમસ્યા :
પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછુ થાય છે. અને તે તમને હાર્ટની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.
ડાયાબીટીસ :
મિત્રો પલાળેલી બદામ ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને એ તમને ડાયાબીટીસથી બચાવી શકે છે. આજના સમયમાં ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો તમે રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે.
પ્રેગ્નન્સી :
પલાળેલી બદામમાં ઓમેગા ૩ ફેટી એસીડ હોય છે, જે પ્રેગ્નન્સીમાં ઘણી મદદ કરે છે.
મજબુત દાંત :
બદામમાં ફોસ્ફરસ મળી આવે છે અને એનાથી તમારા દાંત મજબુત થશે.
ઇન્ફર્લીટી :
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બદામમાં ફોલિક એસીડ પણ હોય છે, જે ઇન્ફર્લીટીમાં વધારવામાં તમારી મદદ કરે છે.
મસલ્સને મજબુત કરે :
પલાળેલી બદામમાં પ્રોટીન વધુ હોય છે જેનાથી મસલ્સ મજબુત બને છે.
વજન ઘટાડવા માટે :
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો બદામનું સેવન ઘણું સારું માનવામાં આવે છે. બદામનું નિયમિત સેવન તમને વજન ઓછું કરવામાં મદદ કરે છે. સાથે કે તમારા શરીરની શક્તિને ઓછી પણ નથી થવા દેતા.
પાચન શક્તિમાં કરે વધારો :
બદામમાં રહેલુ ફાયબર તમારી પાચનશક્તિ વધારીને કબજીયાત દુર કરે છે.
સ્વસ્થ ચમકદાર ત્વચા :
રાત્રે પલાળેલી બદામમાં વિટામીન ‘ઈ’ હોય છે, જેનાથી તમારી ત્વચા એકદમ શાઈની અને સોફ્ટ બને છે.
હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે :
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જોયુ કે બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે, તેથી તે બ્લડ પ્રેશરને સંતુલનમાં રાખે છે.
કોલેસ્ટ્રોલ પર રાખે છે નિયંત્રણ :
ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા સામે લડવા બદામ ખાવી જોઈએ. આ ખરાબ કોલેસ્ટ્રોલ હદયની બીમારીઓ અને ધમનીઓમાં લોહીના પ્રવાહમાં અડચણ જેવા અનેક રોગોનું એક મોટુ કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘણી હદ સુધી ઓછું કરે છે.
આ બધા માટે બદામ ઉપયોગી છે. હવે તમને એ પણ જણાવી દઈએ કે કોણે બદામ ખાવી જોઈએ નહિ.
કબજિયાતની સમસ્યા :
જો તમે કબજિયાતની સમસ્યા સામે લડી રહ્યા છો, તો બદામનું સેવન ન કરો. એમાં ઘણી વધારે માત્રામાં ફાઈબર મળી આવે છે, જે તમારા પાચન તંત્રને કામ કરતુ અટકાવી શકે છે. એનું વધારે પડતું સેવન કરવાથી તમારા પેટમાં સોજા થઇ શકે છે.
મેંગેનીઝ ડાયટ :
જો તમે પહેલાથી મેંગેનીઝ યુક્ત ડાયટ પર છો તો બદામનું સેવન ન કરો. હકીકતમાં બદામમાં પહેલાથી જ વધારે મેંગેનીઝ હોય છે, જેના કારણે તમારા શરીરમાં મેંગેનીઝની માત્રા વધી શકે છે અને એનાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે.
વિટામિનની માત્રા ઓછી રાખવા :
આપણા શરીરમાં દરરોજ લગભગ 15 mg વિટામિનની જરૂર પડે છે. જો બદામનો ઘણો વધારે ઉપયોગ કરવામાં આવે, તો શરીરમાં વિટામિનની માત્રા વધી જશે. એનાથી ઝાડા, પેટ ફુલવું, માથામાં દુઃખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા થઇ શકે છે.
વજન વધારવું હોય તો :
આમ તો બદામનું સેવન કરવાથી વજન ઓછું થાય છે, પણ જો તમે બદામ ખાઈને કોઈ પણ પ્રકારની શારીરિક ક્રિયા કે વ્યાયામ નથી કરતા, તો એનાથી શરીરમાં ચરબી જમા થવા લાગે છે. અને સાથે સાથે તમારું વજન પણ વધવા લાગે છે. એવામાં જો તમે જિમ નથી જતા કે પછી વધારે શારીરિક કામ નથી કરતા તો તમારે બદામનું સેવન કરવું નહિ.