EVM મશીન લઈને જતી આ સુંદર મહિલા કોણ છે? જેની સામે ફિલ્મ અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે.

0
1550

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો હાલમાં દેશનો માહોલ લોકસભાની ચૂંટણીને લઈને ગરમ છે. સાત તબક્કામાં પુરી થનાર આ ચૂંટણીનો એક તબક્કો હજુ બાકી છે. એ પૂરો થયાના થોડા દિવસ પછી આપણને એનું સંપૂર્ણ પરિણામ મળી જશે. દેશના આ લોકશાહી પર્વમાં ઘણી મોટી સંખ્યામાં લોકો પોતાનો મત પોતાને યોગ્ય લાગે એવા નેતા અને પાર્ટીને આપી રહ્યા છે. આ કામમાં લાખો પોલીસ કર્મચારીઓ અને ચૂંટણી અધિકારીઓ અને એમના ટીમ મેમ્બર સમગ્ર પ્રક્રિયાને યોગ્ય રીતે પુરી કરવા પોતાનું યોગદાન આપી રહ્યા છે.

તેઓ દરેક મતદાન મથક પર EVM મશીન લાવવા અને લઇ જવાનું, અને ત્યાં મતદારોને કોઈ અગવડ ન થાય એનું ધ્યાન રાખે છે. અને આ બધા વચ્ચે એક મહિલા અધિકારી ચર્ચાનો વિષય બન્યા છે. અને આજકાલ સોશિયલ મીડિયા પર તેમના ફોટા ખુબ વાઇરલ થઇ રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને એમના વિષે થોડી જાણકારી આપીશું.

અમે જે મહિલા અધિકારીની વાત કરી રહ્યા છે, તે આ ફોટામાં દેખાઈ રહેલી સુંદર મહિલા છે, જે ઈન્ટરનેટ પર વાઇરલ થઇ રહી છે. પીળી સાડી, અને કાળા રંગના ક્લાસી ગોગલ્સ પહેરેલ આ મહિલા ચૂંટણીના કામમાં પોતાની ફરજ બજાવી રહી છે. તે દેખાવમાં એટલી સુંદર છે, કે એમની સામે અભિનેત્રીઓ પણ ફિક્કી પડે. ગ્લેમરસ લુક અને હાઈ હિલ્સ પહેરી, હવામાં લહેરાતા રેશમી વાળ સાથે હાથમાં EVM મશીન લઈને જઈ રહેલી આ મહિલા ચર્ચાનો વિષય બની ગઈ છે.

મળેલી જાણકારી અનુસાર આ મહિલાનું નામ રીના દ્વિવેદી છે. તે લખનઉના PWD વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. અને એમના આ સુંદર અવતારના ફોટા એક જર્નાલિસ્ટે પાડ્યા છે. જે જંગલની આગની જેમ પ્રસરી રહ્યા છે. અને આ ફોટા પર ઘણા મેમ્સ પણ બન્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે, આ ફોટા લોકસભાની ચૂંટણીના સૌથી સુંદર ફોટા છે. ઘણા લોકો એવી કમેન્ટ કરી છે કે, આ મહિલા જ્યાં હાજર હશે ત્યાં 100% મતદાન થયું હશે.

રીના પોતાની સુંદરતાને કારણે ચૂંટણીના આ ગરમ માહોલમાં પણ અલગથી ચર્ચાનો વિષય બની ચુકી છે. અને તે ડાન્સિંગ અંકલ, પ્રિયા પ્રકાશ વગેરેની જેમ રાતોરાત પોપ્યુલર થઇ ગઈ છે. શરૂઆતમાં એવું જણાવવામાં આવી રહ્યું હતું કે એમનું નામ નલિની સિંહ છે. પણ જણાવી દઈએ કે એ માહિતી ખોટી નીકળી છે. અને આ બાબતે રીનાએ પોતે ખુલાશો કર્યો છે. હવે જોવાનું તો એ છે કે, આ વખતે સત્તા કોના હાથમાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.