જાણો કોણ છે મિર્ઝાપુર 2 માં ગુડ્ડુ પંડિતની પ્રેમિકા ‘શબનમ’, અસલ જીવનમાં દેખાય છે આવી.

0
280

મિર્ઝાપુર 2 માં ગુડ્ડુ પંડિતની પ્રેમિકા બનેલી આ એક્ટ્રેસ અસલ જીવનમાં છે આટલી ગ્લેમરસ અને હોટ, જુઓ ફોટા. વેબ સીરીઝ મિર્ઝાપુર 2 હાલના દિવસોમાં લોકોની પહેલી પસંદ બની ગઈ છે. દરેક વર્ગના દર્શક આ વેબ સીરીઝ ઉપર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. તેની સાથે જ તેમાં કામ કરવાવાળા દર્શકોની પણ દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી છે. હાલમાં આ વેબ સીરીઝમાંથી જે સૌથી વધુ ચર્ચામાં રહેવાવાળું નામ સામે આવ્યું છે, તે છે શેરનવાઝ જિજીના.

શેરનવાઝના અભિનયની સાથે જ તેની સુંદરતાની ચર્ચા પણ હાલના દિવસોમાં ઘણી થઇ રહી છે. શેરનવાઝે મિર્ઝાપુર 2 માં સુંદર કામ કર્યું છે. આ પહેલા પણ તે બોલીવુડ અને વેબ સીરીઝમાં કામ કરી ચુકી છે. શેરનવાઝ આ પહેલા વેબ સીરીઝ ‘બેંગ બાજા બારાત’ માં જોવા મળી હતી. આ વેબ સીરીઝમાં જાણીતા અભિનેતા અલી ફઝલ સાથે તેમણે કામ કર્યું હતું. તેના દ્વારા તે ગુરપ્રીત નામના પાત્રથી દર્શકોની નજરમાં આવી હતી.

shernavaz jijina – source instagram

વેબ સીરીઝ મિર્ઝાપુર 2 માં શેરનવાઝ જિજીનાના કામની વાત કરવામાં આવે, તો તેમાં શેરનવાઝનું નામ શબનમ છે અને પહેલી સીઝનમાં સ્ટોરી પૂરી થયા પછી બીજી સીઝનમાં સ્ટોરી શબનમ ઉપર આવીને અટકે છે. શબનમ ગુડ્ડુની પ્રેમિકા હોય છે.

શબનમ વિષે તમે આ રીતે પણ સમજી શકો છો કે, પહેલી સીઝનના અંતમાં જેના પતિને મુન્ના ભૈયા મારી નાખે છે, તે શબનમ જ છે. તો નવી સીઝનમાં દેખાડવામાં આવ્યું છે કે, ગુડ્ડુ પંડિત અને શબનમ એક બીજાના પ્રેમમાં પડી જાય છે. ભલે શબનમને વેબ સીરીઝમાં વધુ ન દેખાડવામાં ન આવી હોય, પરંતુ તે તેના કામ અને તેની સુંદરતાથી દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.

shernavaz jijina – source instagram

ટીવી શો, જાહેરાતમાં પણ ફેમસ : શેરનવાઝે આ બધા ઉપરાંત ટીવી શો માં પણ પોતાનો જાદુ પાથર્યો છે. જણાવી દઈએ કે તે એમટીવીના પ્રસિદ્ધ શો ‘લવ ઓન રન’ માં કામ કરી ચુકી છે. શેરનવાઝે ઘણી બ્રાંડ સાથે મોડલિંગ પણ કર્યું છે. સાથે જ તે તનિષ્ક, હીરાનંદાની બિલ્ડર્સ, ડવ અને ફ્લીપકાર્ટ જેવી ઘણી જાણીતી બ્રાંડસનો પણ ભાગ રહી છે.

ઘણી ભાષાની જાણકાર છે શેરનવાઝ : ઘણી ભાષાઓનું જ્ઞાન પણ શેરનવાઝને બીજા કલાકારોથી ઘણી અલગ પાડે છે. શરુઆતના દિવસોમાં તેણે થીએટરમાં કામ કર્યું છે. તેની સાથેના પ્રેમને કારણે તેને ઘણી ભાષાઓનું જ્ઞાન પણ થયું. તે હિન્દી અને અંગ્રેજી સાથે જ ગુજરાતી, મરાઠી અને ફ્રેંચ ભાષાની પણ જાણકાર છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.