શું તમે જાણો છો? ક્રિકેટ મેચ પછી કોણ નક્કી કરે છે ‘મેન ઓફ ધ મેચ?’ આ વાત ઘણા બધા લોકો નથી જાણતા.

0
1738

ક્રિકેટ ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત છે. પણ એ વાત અલગ છે કે એનો સૌથી મોટો ચાહક વર્ગ ભારતમાં જોવા મળે છે. ભારતમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો તો છે જ. પણ સાથે સાથે બીજી ટીમના ખિલાડીઓને પણ લોકો ઘણા પસંદ કરે છે. કારણ કે તેમની રમત પણ જબરજસ્ત હોય છે. અને જયારે કોઈ ક્રિકેટ મેચ પૂરી થાય તો દર્શકોને ‘મૈન ઓફ ધ મેચ’ કોણ બને છે? તે જાણવાનું ઉત્સુકતા રહે છે. મેન ઓફ ધ મેચ બનનારને સારા પ્રદર્શન માટે સમ્માન અને સારી એવી કિંમત મળે છે.

એ તો તમે જાણો છો કે ટીમમાં કોઈ પણ ખિલાડી સારી રીતે રમે, વધારે રન લે, કે પછી સૌથી વધારે વિકેટ લે. તો તેને જ “મૈન ઓફ ધ મેચ”નું ઇનામ આપવામાં આવે છે. પણ ઘણા બધા લોકો એ નથી જાણતા હોતા કે ક્રિકેટ મેચ પછી ‘મૈન ઓફ ધ મેચ’ માટે ખેલાડીની પસંદગી કોણ કરે છે?

સામાન્ય રીતે દરેક મેચ પૂરી થતા થતા લોકો અંદાજો લગાવી શકે છે કે, કયો ખેલાડી મેન ઓફ ધ મેચ બનશે. પરંતુ ક્યારે તેમનો આ તુક્કો પણ ખોટો નીકળી જાય છે. એવું એટલા માટે થાય છે, કારણ કે દર્શકોની નઝર ક્રિકેટ મેચની બારીકીઓમાં હોતી નથી. પરંતુ ક્રિકેટ મેચ થવા દરમિયાન ઘણી એવી નઝર હોય છે, જે મેચને ખુબ ઝીણવટ પૂર્વક જોઈ રહી હોય છે.

અને તે છે કમેન્ટેટર. તે અલગ અલગ ભાષાઓમાં કોમેંટ્રી કરે છે, અને છેલ્લે તે બધાની એક પેનલ ભેગી થાય છે, જે નક્કી કરે છે કે મેન ઓફ ધ મેચ કોને બનાવીએ. અને આ પેનલ જે ખેલાડીનું નામ નક્કી કરે છે, તેને જ ઈમાન આપવામાં આવે છે. ક્યારે-ક્યારે એવું પણ હોય છે કે કમેન્ટેટર સિવાય મેચમાં રહેલા અમ્પાયર અને બીજા ખિલાડીઓ પણ મેન ઓફ ધ મેચ નક્કી કરનાર પેનલનો ભાગ બને છે.

આના સિવાય જયારે કોઈ મોટી મેચ હોય છે કે, જેમ કે ચેમ્પિનસ ટ્રોફી કે વર્ડ કપ તો એમાં મેન ઓફ ધ મેચ નક્કી કરવા માટે અલગથી પેનલ તૈયાર કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે વલ્ડ કપ જેવી મોટી મેચમાં કોઈ પણ ભૂલ ન થાય. એટલા માટે ખાસ તૈયારી કરવામાં આવે છે.

થઇ રહી છે 2019 વર્ડકપની તૈયારી :

જણાવી દઈએ કે વર્ષ 2015 માં ક્રિકેટ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. અને ભારતે છેલ્લી વાર વર્લ્ડકપ વર્ષ 2007 માં જીત્યો હતો. આ વખતે ફરી બધા દેશની નજર વર્લ્ડકપની ટ્રોફી પર રહેવાની છે. અને ભારતે આની ખુબ સારી રીતે તૈયારી પણ કરી છે. એના માટે ટીમ પણ જાહેર થઇ ગઈ છે.

અને દરેક ભારતીયની આશા છે કે કેપ્ટન વિરાટ કોહલીની ટીમ આ વર્ષે વર્લ્ડ કપ જીતીને આવે. આ વખતે વર્લ્ડ કપ માટેની ટીમમાં વિરાટ કોહલી, એમ એસ ધોની, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝ્વેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમી છે.