કયુ શાક બાજરીના રોટલા જોડે બેસ્ટ ગણાય?

0
945

ગુજરાતી ઘરોમાં બાજરીનો રોટલો તો જરૂર બને છે. તેને સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક માનવામાં આવ્યો છે. અને લોકો હોંશે હોંશે તેને ખાય છે. બાજરીના રોટલા સાથે દર વખતે એક જ પ્રકારનું શાક ખાધા પછી લોકો તેમાં વેરાયટી ઈચ્છે છે. એવામાં ગૃહિણીઓને એ પ્રશ્ન ઘણો મૂંઝવે છે કે, બાજરીના રોટલા સાથે બીજા કયા કયા શાકનું કોમ્બિનેશન કરી શકાય છે. અને આજે અમે તમારા માટે અલગ અલગ શાકની યાદી લઈને આવ્યા છીએ, જેને તમે બાજરીના રોટલા સાથે ખાઈ શકાય છે.

બાજરીના રોટલા સાથે ખાવામાં આવતા શાકની વાત નીકળે, તો સૌથી પહેલા રીંગણના ઓળાનું નામ આવે છે. તેને માખણ અને ગોળ સાથે ખાવાની મજા પડી જાય છે.

પણ જો તમે બાજરીના રોટલા સાથે પાઉંભાજીની ભાજી એકવાર ખાશો, તો કોઈ દિવસ ભાજી સાથે પાઉં ખાવાનું મન નહિ થાય.

તેની સાથે વડીનું શાક, મગફળીનું શાક, સરગવાની શીંગનું શાક, પંચરત્ન દાળ, રતલામી સેવનું શાક પણ સરસ લાગે છે.

તે સિવાય પનીર ભુર્જી સાથે એકવાર બાજરીના રોટલા ટ્રાઈ કરી જુઓ, તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

તમે બાજરીના રોટલા સાથે વધારેલું દહીં, તુવેરના દાણા ને રીંગણ ગુવારનું શાક, વાલોરનું શાક, ઓનિયન કઢી પણ ખાઈ શકો છો, તે પણ જોરદાર લાગે છે.

લીલી મેથી અને રીંગણાંનું શાક, ભરેલા રીંગણાંનું શાક, સેવ ટામેટાનું શાક, અડદની દાળ, ગલકાનું શાક, તુરીયાનું શાક, મગનું શાક, કોઈ પણ લીલી ભાજીનું શાક બાજરીના રોટલા સાથે સારું કોમ્બિનેશન બની શકે છે.

તે સિવાય બટાટા ડુંગળી, સેવટમેટાનું શાક, રસાવાળા લસણીયા બટાટા, કેળાનું શાક, કંટોલાનું શાક, દૂધીનો ઓળો, પાલક મગની દાળનું શાક પણ સ્વાદિષ્ટ લાગે છે.

બાજરીના રોટલા સાથે બટાટા, લસણની ચટણી, છાસ, લીલા શેકેલા મરચા, લીલી ડુંગરી અને પાપડ ટ્રાય કરી જુઓ, તમને ખાવાની મજા પડી જશે.