પ્રચાર કરતા હતા પરંતુ ઉપયોગ નહિ, જાણો બોલીવુડ કલાકારો કયો ફોન વાપરે છે

0
1342

સ્માર્ટફોન આજના સમયમાં આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે સામાન્ય રીતે કોલિંગ, ઈન્ટરનેટ સર્ફિંગથી લઈને મેસેજિંગ, શોપિંગ, પેમેન્ટ્સ જેવા કેટલાય કામો માટે આ સાધનનો ઉપયોગ કરીએ છીએ. બીજી તરફ લગભગ દરેક ટેક કંપની લોકોના બજેટ અને માંગને ધ્યાનમાં રાખીને ખાસ ફીચર્સથી સજ્જ મોબાઈલ લોન્ચ કરે છે. લોકો સુધી આ સ્માર્ટફોન પહોંચાડવા માટે આ કંપનીઓ જાહેરાતોનો સહારો લે છે.

સાથે જ કંપનીઓ ફોન્સનું વેચાણ વધારવા માટે પ્રસિદ્ધ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પાસે ફોનની જાહેરાત પણ કરાવે છે. અને આપણે બધા એ વાત જાણીને ઉત્સુક થઈ જઈએ છીએ કે, આપણા માનીતા સુપરસ્ટાર્સ પણ આ સ્માર્ટફોન વાપરે છે. એટલા માટે અમે તમારા માટે એક લીસ્ટ લઈને આવ્યા છીએ, જેનાથી તમે જાણી શકશો કે આપણા સુપરસ્ટાર્સ કયા સ્માર્ટફોન વાપરે છે? તો આવો જોઈએ આખું લીસ્ટ.

અમિતાભ બચ્ચન :

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ રહે છે. આમ તો તે ચાઈનીઝ કંપની વન પલ્સના ફોનની જાહેરાત કરતા જોવા મળી ચુક્યા છે. પણ તેમના ઘણા ફોટામાં જોવા મળે છે કે, અમિતાભ આઈફોનનો ઉપયોગ કરે છે. પરંતુ એ જણાવવું મુશ્કેલ છે કે તેમની પાસે આઈફોનનું કયુ વેરીયંટ છે.

શાહરૂખ ખાન :

આમ તો બધાને ખબર છે કે બોલીવુડ કિંગ ખાન બ્લેકબેરીની વસ્તુને ઘણી પસંદ કરે છે, અને બીજી તરફ તે નોકિયાના બ્રાંડ એમ્બેસેડર પણ છે. હાલમાં જ શાહરૂખ ખાન પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર આઈફોન ૧૧ પ્રો સાથે એક ફોટો શેયર કર્યો હતો. તો એવું માનવું જરા પણ ખોટું નથી કે તે આઈફોનનો ઉપયોગ કરે છે.

માધુરી દીક્ષિત :

ભારત સહીત ઘણા દેશોમાં માધુરી દીક્ષિતના કરોડો ફેંસ છે. માધુરીએ થોડા સમય પહેલા પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તેમનો આઈફોન ૧૧ પ્રો દેખાડવામાં આવ્યો હતો. માધુરી દીક્ષિતને એપલના આઈફોન, આઈપેડ અને મેક ઘણા પસંદ છે.

સલમાન ખાન :

સલમાન ખાનને આજના સમયમાં દરેક વ્યક્તિ ઓળખે છે. મીડીયા સાથે વાત કરતી વખતે સલમાન ખાનના હાથમાં બ્લેકબેરીનો ફોન જોવામાં આવતો હતો. પરંતુ ઘણા ફોટામાં જોવામાં આવ્યું છે કે, સલમાન ખાન આઈફોનનો પણ ઉપયોગ કરે છે.

આલિયા ભટ્ટ :

આલિયા ભટ્ટ પહેલા જીઓનીના સ્માર્ટફોનની જાહેરાત કરતી હતી. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ આલિયા ભટ્ટ આઈફોનનું લેટેસ્ટ વર્ઝનનો અંગત કામ માટે ઉપયોગ કરે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.