જાણો આ અઠવાડિયે કઈ રાશિના લોકોને મળશે નોકરીમાં પ્રગતિ અને બિઝનેસમાં લાભ.

0
314

મિથુન રાશિ : સપ્તાહની શરૂઆતમાં ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. સપ્તાહના મધ્યમાં આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓ ખીલી ઉઠશે. વૈચારિક સ્થિરતા રહેવાથી આપ ચીવટપૂર્વક કામ કરી શકો. પ્રોફેશનલ કાર્યોમાં મહત્તમ ફોકસ કરવાથી તમે પ્રિયપાત્ર અથવા આપ્તજનોને ઓછો સમય આપી શકશો. જોકે, તેનાથી તમારા સંબંધો પર કોઇ વિપરિત અસર નહીં પડે. આ કારણે જ તમે છેલ્લા ચરણમાં પ્રેમસંબંધો પર વધુ ધ્યાન આપીને પ્રોફેશનલ અને અંગત જીવનમાં સંતુલન લાવી શકશો.

અત્યારે નોકરિયાતો તેમના હરીફોને પાછા પાડી શકશે અને ઉપરીઓની કૃપાથી આર્થિક લાભ સાથે નવી જવાબદારી મળી શકે છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરૂઆતનું ચરણ શુભ ફળદાયી પુરવાર થશે. સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે થોડુ સાચવવું કારણ કે પિત્ત અથવા આંખોમાં બળતરાની ફરિયાદો થઇ શકે છે. આ ઉપરાંત ડાયાબિટિસના દર્દીઓને આ સપ્તાહથી ખાવાપીવા પર વધુ ધ્યાન રાખવાની ખાસ સલાહ છે.

કન્યા રાશિ : સપ્તાહની શરૂઆતમાં આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. નોકરિયાતોને ઉપરીઓના માર્ગદર્શનથી પોતાનું કામ પાર પાડવામાં ઘણી અનુકૂળતા વધશે. આપ ચોક્કસ દિશામાં મનોમંથન કરો. સ્વભાવમાં લાગણીશીલતા રહેશે જેથી પરિવાર અને પ્રિયપાત્ર તરફ તમે વધુ ઝુકેલા રહેશો. તેની અસર ખાસ કરીને સપ્તાહના મધ્યમાં દાંપત્ય સંબંધો અથવા પ્રેમસંબંધોમાં જોવા મળે. જોકે તમારી વચ્ચે ક્યારેક મીઠા ઝઘડા થવાની શક્યતા પણ છે.

લાંબાગાળાના રોકાણ અથવા નવા સાહસ અંગેનો નિર્ણય હાલ મોકૂફ રાખવો અથવા ખૂબ સાચવીને આગળ વધવું. છેલ્લા ચરણમાં આકસ્મિક ઇજાથી બચવાની સલાહ છે. છેલ્લા ચરણમાં તમારું મન થોડુ વ્યગ્ર રહેવાની શક્યતા હોવાથી પ્રોફેશનલ મોરચે પણ થોડી મુશ્કેલી વર્તાય. વિદ્યાભ્યાસ માટે સમય મધ્યમ છે. જેઓ ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં રુચિ ધરાવે છે તેમને કંઇક નવું શીખવા માટે તક મળી શકે છે. જીવનની વાસ્તવિકતા સમજવાના પ્રયાસરૂપે આપ આધ્યાત્મિકતા તરફ વળશો.

ધનુ રાશિ : પરિવારની લાગણીઓ અને આવશ્યકતા અને વ્યાવસાયિક સંબંધો બધાને સારી રીતે સંભાળી શકશો. મિત્રો સાથેની મિલન મુલાકાતથી આનંદ અનુભવો તેમ જ આ મુલાકાત લાભદાયી નીવડે. દાંપત્યજીવનના માધુર્યને માણી શકશો. વ્યવસાયિક ક્ષેત્રે ઓચિંતો ધનલાભ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી હરીફો સાથે હોડમાં ન ઊતરશો. નોકરી-વ્યવસાયના સ્થળે પણ આપ ઉત્સાહ અને તાજગીનો અનુભવ કરો. પ્રણય સંબંધો ખીલી ઉઠશે. અન્ય લોકો સાથે લાગણીસભર સંબંધો બંધાય. આનંદમય પ્રવાસ થાય.

વિજાતીય વ્યક્તિઓના સહવાસથી આપ આનંદિત રહેશો. વિજાતીય આકર્ષણ વધારે રહે અને તેમનો સંગાથ ગમે. ગણિતના વિદ્યાર્થીઓ લાભ મેળવવાની શક્યતા છે. જો તમે વિજ્ઞાનના વિદ્યાર્થી હોવ તો તમારી રુચિ વ્યવહારુ હશે. જેમ તમે અભ્યાસ કરો છો તેમ, તમે તમારી પ્રતિભા વિકસશે. આપના આહારમાં આપે ડેરી પ્રોડક્ટ, મધ અને કુદરતી ખાંડનો સમાવેશ કરવો જોઇએ. નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરવાથી તંદુરસ્તીને લગતી સમસ્યાઓ ટાળી શકશો અને બિમાર હોય તો જલ્દી સાજા થઇ શકશો.

મીન રાશિ : સપ્તાહની શરૂઆતના ચરણમાં તમારું મન વિચારોના આટાપાટમાં વધુ રહેશે. આવી સ્થિતિમાં કોઇપણ મુદ્દે નિર્ણય લેવામાં અથવા સંબંધોમાં સાવચેતીભર્યું વલણ જરૂરી છે. સ્વાસ્થ્ય અને ખર્ચ બંનેનું ધ્યાન રાખવું પડશે. બીજા તબક્કાથી તમારી સ્થિતિમાં સકારાત્મકતા આવશે. અવિવાહિત જાતકો પણ કોઈ પાત્ર સમક્ષ પ્રસ્તાવ મૂકે તેવી શક્યતા છે. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથી મળે. અદાલતી કામકાજમાં બીજાના ભરોસે રહેવુ નહીં. શરૂઆતમાં નોકરી ધંધાના સ્‍થળે ઉપરી અધિકારીઓના રોષનો ભોગ બનવું પડે.

જોકે સપ્તાહના મધ્યથી આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના આપના પ્રયાસો ફળશે. ઉપરી અધિકારીઓ અને વડીલોની કૃપાદૃષ્ટિ આપના પર રહેશે. બૌદ્ધિક પ્રતિભાની જરૂર હોય તેવા પ્રોફેશનલ કાર્યોમાં વધુ સાચવેતીપૂર્વક આગળ વધવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં તમે પોતાની જાત માટે અથવા મોજશોખમાં ખર્ચ કરી શકશો. છેલ્લા ચરણમાં મિત્રો અને સ્નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્નતા રહે. આપના એજ્યુકેશનના નિર્ધારિત કાર્યોમાં શરૂઆતમાં અણધાર્યા અવરોધો આવતા વિલંબ થાય પરંતુ બાદમાં સમય સારો છે.

મેષ રાશિ : સપ્તાહની શરૂઆતમાં આપના સૂચનો પણ સરાહનીય બની રહેશે. કાર્યસ્થળે આપ આપના ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતી શકશો તેમજ અન્ય લોકોને પણ સારી રીતે પ્રભાવિત કરી શકો. સપ્તાહના અંતમાં આપના માટે વ્યાપારની નવી તકો લાવશે. આપના કાર્યને પૂર્ણ કરવા માટે આપ સૌથી સહેલી રીતનો ઉપયોગ કરશો. આ પ્રકારના વર્તનને કારણે શારીરિક શ્રમ ઘટતા વજનમાં વધારો થશે. કેટલીક શુભ ગ્રહોની ચાલથી આપ આર્થિક બાબતોમાં ખૂબજ સફળ થશો. માત્ર સપ્તાહના મધ્યમાં થોડી માનસિક ગડમથલ રહેવાથી શાંતિથી સમય પસાર કરવો. કોઇ પ્રકારની યાત્રા અથવા ઉચ્ચ અભ્યાસના પણ યોગ હોવાનું જણાઈ રહ્યું છે.

શરૂઆતને અને અંતિમ તબક્કામાં જો તમે કશુંક શીખવા અને જ્ઞાન પ્રાપ્તિની ધગશ રાખશો તો ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવા માટે આ સમય બહેતર છે. નિર્દોષ સામાજિક છબીનો હેતુ રાખવાથી આપ સામાજિક જીવનમાં શરૂઆતમાં સક્રિય રહેશો. આપના પ્રણય જીવનમાં પણ શરૂઆત સારી રહેશે. લગ્નોત્સુક જાતકોને જાહેર મેળાવડામાં કોઇ યોગ્ય પાત્ર મળી શકે છે. સપ્તાહના મધ્યમાં જો આપને વ્યસન થઇ જશે તો શરીરમાં અશુદ્વ તત્વોનો વધારો થઇ શકે છે. માનસિક બેચેની, અનિદ્રા અને થાક પણ તમારી તંદુરસ્તીને જોખમમાં ધકેલી શકે છે. અંતિમ ચરણમાં તમે આત્મનિખાર માટે કોઇ વિશેષ ટ્રીટમેન્ટ લેવાનું વિચારી શકો છો.

કર્ક રાશિ : સપ્તાહની શરૂઆતમાં આપના પ્રિયજનો સાથેના સંબંધો અને અંગત જીવનમાં વધુ ધ્યાન આપવું પડશે. તમારું મન વ્યાકૂળ રહે અથવા કોઇ બાહ્ય ટેન્શન રહે જેના કારણે તમે વર્તનમાં વધુ કઠોર બનશો તથા સમાધાન કરવાના વલણથી અળગા રહેશો. આ કારણે સંબંધોમાં અંતર વધશે. પ્રણયજીવનમાં વિક્ષેપો અને ખેલલને ટાળવા માટે શાંતચિત્તે કામ લેવું પડશે. સપ્તાહના મધ્યમાં દૂરના અંતરે વસતા લોકો સાથે તમારું કમ્યુનિકેશન વધે. દેશાવર કાર્યોમાં જોડાયેલા જાતકો પ્રોફેશનલ મોરચે વધુ સારું પરફોર્મન્સ આપી શકે.

અત્યારે તમે પરિવારની ખુશી માટે પણ કોઇ ખર્ચ કરો તેવી સંભાવના છે. સપ્તાહના અંતમાં આપના ભાગીદાર, ડાયરેક્ટર્સ અને અન્ય વેપારીઓ સાથે સંબંધો સુમેળભર્યા રહે. શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય કાર્યોમાં જોડાયેલા જાતકોને અત્યારે સાચવવા જેવો સમય છે. વિદ્યાર્થીઓ સપ્તાહની શરૂઆતમાં અભ્યાસમાં ઓછુ ધ્યાન આપે પરંતુ મધ્યથી કારકિર્દી બાબતે વધુ ગંભીર થશે. સ્વાસ્થ્ય સુખાકારી માટે પણ શરૂઆત થોડી નબળી રહે પરંતુ ત્રીજા દિવસથી સ્વાસ્થ્યમાં સુધારો આવે.

તુલા રાશિ : સપ્તાહની શરૂઆતમાં વિદ્યાર્થીવર્ગ માટે સમય સારો છે. લાંબા અંતરની મુસાફરી થઇ શકે છે પરંતુ વિદેશગમનની ઇચ્છા હશે તો હજુ અનિશ્ચિતતા વર્તાશે. શરૂઆતના સમયમાં પ્રેમસંબંધો પણ ખીલી ઉઠશે. વિવાહિત જાતકો આ મોટાભાગના સમયમાં જીવનસાથીનું સાનિધ્ય માણી શકશે. આ સપ્તાહે તમારા સંબંધોમાં પરિપકવતા દેખાશે. સપ્તાહના મધ્યનો તબક્કો પ્રોફેશનલ મોરચે સફળતા મેળવવાનો છે. વ્યાવસાયિક અને આર્થિક લાભ થાય. જોકે સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે.

આંખોમાં ઝાંખપ, બળતરા કે અન્ય કોઇક તકલીફ ઊભી થાય. એસિડિટી હોય તેમણે પણ ખાવાપીવામાં ધ્યાન રાખવું. સપ્તાહના અંતમાં આપની કાર્ય સફળતામાં દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસની ભૂમિકા હશે. સંતાનો પાછળ નાણાં ખર્ચાશે પરંતુ તેમની ખુશીઓમાં જ આપની ખુશીઓ સમાયેલી હોવાથી ખર્ચના કારણે આપને અફસોસ નહીં થાય. વિદ્યાર્થીઓ શરૂઆતથી જ અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. જો આયોજપૂર્વક આગળ વધશો તો અત્યારે શૈક્ષણિક મોરચે સારી સિદ્ધિ મેળવવાનો સમય કહી શકાય.

મકર રાશિ : સપ્તાહની શરૂઆતમાં તમારું ધ્યાન મુખ્યત્વે કમાણી પર કેન્દ્રિત રહેશે. વેપારીઓને આર્થિક લાભના યોગ છે. ઉઘરાણી, લોન અથવા અન્ય કોઇ પ્રકારે નાણાં લેવાના હોય તો આવા કાર્યો શરૂઆતમાં પાર પડી શકે છે. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. કામકાજમાં તમે સર્જનાત્મકતા બતાવી શકશો. અત્યારે પિતા અથવા વડીલો તરફથી સારો ફાયદો થઇ શકે છે. કામકાજ અર્થે મુસાફરીનું સફળ આયોજન થાય પરંતુ જો જાતે ડ્રાઇવિંગ કરવાનું હોય તો ધીરજ રાખવી.

પ્રેમસંબંધોમાં પણ તમે આ સપ્તાહે આગળ વધી શકો છો. ખાસ કરીને પ્રેમની અભિવ્યક્તિ સારી રીતે કરી શકો. તમારા મિત્રવર્તુળમાંથી જ કોઇ વિજાતીય પાત્ર સાથે નીકટતા વધી શકે છે. લગ્ન અંગેનો નિર્ણય લેવામાં દરેક પાસાનો વિચાર કરવો. છેલ્લા ચરણમાં તમે પરિવારને લગતી બાબતોમાં પણ ઘણું ધ્યાન આપશો. સંતાનના અભ્યાસમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. શૈક્ષણિક કારકિર્દીમાં ફેરફારો આવવાની શક્યતા છે.

વૃષભ રાશિ : આ સપ્તાહમાં તમે પહેલાંથી જ કામકાજ તરફ વધુ ઝુકેલા રહેશો અને કારકિર્દી તમારા કેન્દ્ર સ્થાને રહેશે જેથી સંબંધોમાં ઓછુ ધ્યાન આપશો. જોકે, તેનાથી તમારા સંબંધોમાં કોઇ વિપરિત અસર પડવાની શક્યતા જણાતી નથી. સરકારી ઓથોરિટી સાથે કોઇ મુદ્દો હોય તો તેમાં ચર્ચા વખતે સંભાળવું પડશે. ભાગીદારીના કાર્યોમાં કોઇપણ નિર્ણય લેવામાં તમારા ભાગીદારનો અહં તમારી વચ્ચે તણાવનું કારણ બની શકે છે. શરૂઆતમાં તમે પોતાનું કૌશલ્ય વધારવા પર વધુ ધ્યાન આપશો. છેલ્લા ચરણમાં તમારી આવકની તુલનાએ જાવકનું પ્રમાણ વધી શકે છે. સપ્તાહની શરૂઆતમાં જો આપ ઉચ્ચ અભ્યાસમા રુચી ધરાવતા હોય તો તે શક્ય બને અને સાનુકૂળ પરિણામ પણ મળે. સંઘર્ષ અને ચિંતા છતા આપ જીવનમા સફળ થશો.

સામાન્ય અભ્યાસ માટે પણ સમય આપની તરફેણમાં છે પરંતુ ખાસ કરીને અંતિમ ચરણમાં અભ્યાસમાં મન નહીં ચોંટે. સંબંધોમાં તમે અપેક્ષા કરતા ઓછુ ધ્યાન આપ શકશો. જો કોઇની સાથે પહેલાથી પ્રેમસંબંધો હોય તો તેને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે. નવા પાત્રની પસંદગી અંગેનો નિર્ણય લેવા માટે સપ્તાહના મધ્યનો તબક્કો બહેતર રહેશે. આપે આહારમાં પ્રવાહી, સૂપ, ગ્રીન ટી, જ્યુસ અને બાફેલા શાકભાજી લેવા જોઇએ. સ્વસ્થ રહેવા માટે ફાસ્ટ ફૂડ અને તળેલા ખાદ્યપદાર્થ ખાવાનું ટાળવું. શરૂઆતમાં સ્વાસ્થ્ય સારું રહે અને તેથી આપના પર્ફોમન્સમાં પણ સુધારો થશે પરંતુ છેલ્લા ચરણમાં સાવચેતી જરૂરી છે.

સિંહ રાશિ : સપ્તાહની શરૂઆતમાં કાર્ય સિદ્ધિના કારણે આપને સમાજ અને પરિવારમાં યશ પ્રાપ્તિ થાય. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્‍ત્ર પરિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આપને આનંદિત અને રોમાંચિત બનાવશે. ભાગીદારીના કામકાજમાં લાભ થાય. વિદ્યાર્થીઓને સાનુકૂળતા રહેશે. સપ્તાહના મધ્યમાં આપે અનિચ્છનીય બનાવો, માંદગી, ક્રોધાવેશથી માનસિક હતાશા જેવી વિપરિત સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આ બધાની અસર આપની હેલ્થ અને કૌટુંબિક જીવન કે દૈનિક કાર્યો પર પણ પડી શકે છે અને તેને કારણે તમે તણાવ અનુભવો.

અકસ્માતથી સંભાળવું. ક્રોધ પર કાબુ નહીં રાખો તો સંબંધોમાં ભંગાણ આવી શકે છે. જોકે, અંતિમ ચરણમાં ફરી આપનું શારીરિક અને માનસિક આરોગ્ય સુધરશે તેમ જ આર્થિક લાભના દ્વાર પણ ખુલશે. ઘરમાં સગાં સ્નેહીઓ અને મિત્રોના આગમનથી મન ખુશ રહે. વિદ્યાભ્યાસમાં મહેનત કરવાથી સફળતા મળશે. મિત્રો અથવા ભાઇબહેન સાથે બહેતર સમય વિતાવી શકો અને પ્રોફેશનલ મોરચે પણ તેમના તરફથી કોઇ પ્રકારે સહકાર મળવાની શક્યતા છે.

વૃશ્ચિક રાશિ : આ સપ્તાહે શરૂઆતમાં તમે કામકાજમાં બદલે પારિવારિક બાબતોમાં વધુ ધ્યાન આપવાનું પસંદ કરશો. તમારા કોઇપણ કાર્ય અથવા પગલાંમાં પરિવાર અને તેમની જરૂરિયાતો પ્રાથમિકતાએ રહેશે. જોકે, પ્રોફેશનલ કાર્યોથી તમે સાવ અળગા નહીં થાવ. ખાસ કરીને લોકો સાથે મુલાકાતો અથવા વાટાઘાટોના કાર્યો અત્યારે આગળ વધી શકે છે. સપ્તાહના મધ્યમાં તમે જાહેર સન્માન અને પ્રસિદ્ધિના અધિકારી બનો. સાથે સાથે પ્રેમસંબંધ પણ સારી રીતે ખીલી ઉઠશે.

અત્યારે તમારું વિજાતીય આકર્ષણ સારું રહે પરંતુ અતિ આવેશમાં કોઇ ખોટું પગલું ના ભરાય તેનું ધ્યાન રાખવું. સંબંધો સાચવવા માટે થોડા સૌમ્ય પણ બનવું પડશે. છેલ્લા ચરણમાં આર્થિક લાભની શક્યતાઓ સૌથી વધુ છે. નોકરીના સ્થળે આપ મિટિંગ, સેમીનાર કે અન્ય કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશો. વિદ્યાર્થીઓ સપ્તાહના મધ્યમાં અભ્યાસની પ્રવૃત્તિઓમાં સૌથી વધુ ધ્યાન આપી શકશે. મોટાભાગના સમયમાં તન મનનું સ્વાસ્થ્ય જળવાઇ રહેશે. ટુંકા પ્રવાસનું આયોજન શક્ય બને પરંતુ થોડો વિલંબ થઇ શકે છે.

કુંભ રાશિ : પ્રોફેશનમાં આ સમયમાં તમે કદાચ જલ્દી જલ્દી કાર્યો કરવા જશો તો પણ વાંધો નહીં આવે. હિંમત અને સાહસની બોલબાલા આ સમયમાં રહી શકે છે. તમે નિરાશાનું દામન છોડીને આશાનું દામન પકડી શકો છો. અત્યારે તમારા વિચારોમાં નવીનતા હોવાથી કામકાજમાં તેનો સકારાત્મક ઉપયોગ કરી શકો છો. દેશાવર કાર્યો અથવા મલ્ટીનેશનલ કંપનીને લગતા કાર્યોમાં તમે સર્જનશક્તિ અને બૌદ્ધિકતા સાથે આગળ વધશો. પરિવારના સભ્યો સાથે તમારે અત્યારે થોડા વિનમ્ર રહેવું પડશે. તમારી વાણીમાં પણ અત્યારે થોડી કઠોરતા આવી શકે છે.

આવી સ્થિતિમાં તમારે હઠાગ્રહ છોડવો જરૂરી છે. પ્રેમસંબંધો આપના પર હાવિ રહેવાની શક્યતા છે. તમે પ્રિયપાત્ર સાથે અસરકારક કમ્યુનિકેશન દ્વારા તેમની સાથે નીકટતા વધારવાનો પ્રયાસ કરશો. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા હોય તેવા જાતકોને ભણતરમાં ક્રિએટિવિટી બહાર આવશે. અત્યારે સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેશે. ખાસ કરીને ગત અઠવાડિયાના અંતિમ ચરણમાં જે બેચેની અથવા સુસ્તિનો અનુભવ કર્યો હોય તે હવે દૂર થશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.