કયા પુરુષોને નથી મળી શકતો નસીબનો સાથ? સમુદ્ર શાસ્ત્ર દ્વારા જાણો તેના વિષે ખાસ વાતો

0
218

સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવા પુરુષોને નથી મળતો નસીબનો સાથ, જીવનમાં રહે છે ધનની અછત. અમુક લોકોના નસીબ ઘણા ખરાબ હોય છે. તે કાંઈ પણ કરી લે પણ તેમનું નસીબ તેમનો સાથ જરા પણ નથી આપતું. સમુદ્ર શાસ્ત્રમાં ભાગ્યશાળી અને ભાગ્યવિહિન પુરુષો સાથે જોડાયેલા અનેક શારીરિક લક્ષણ વિષે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને ભાગ્યવિહિન પુરુષો સાથે જોડાયેલા અમુક શારીરિક લક્ષણ વિષે જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે.

(1) જો કોઈ પુરુષના પગના અંગુઠા ઘણા વધારે જાડા દેખાય છે, તો તેમને ભાગ્યનો સાથ નથી મળી શકતો.

(2) જો કોઈ પુરુષના પગ સફેદ, સુકાયેલા, વાંકા નખવાળા હોય અને આંગળીઓની બનાવટ પણ અસમાન હોય, તો આવા લોકો મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમના જીવનમાં ધનની અછત રહે છે.

(3) જો કોઈ પુરુષની જાંઘ પર રોમ એટલે કે રુવાંટી નથી હોતી, તો તે ભાગ્યનો સાથ પ્રાપ્ત નથી કરી શકતા.

(4) જો કોઈ પુરુષના ઘૂંટણ માંસ રહિત છે, તો તેણે નાના-નાની સફળતાઓ માટે પણ વધારે મહેનત કરવી પડે છે.

(5) નાની નાભિવાળા પુરુષો જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે.

(6) નાની અને ચપટી દાઢીવાળા લોકો ધનનું સુખ પ્રાપ્ત નથી કરી શકતા. ઉપસેલી દાઢી શુભ હોય છે.

(7) જો કોઈ પુરુષની ગરદન થોડી લાંબી છે, તો એવા વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધારે હોય છે.

(8) જો કોઈ વ્યક્તિની હથેળી પર રહેલો તલ ઘેરો હોય છે, તો તેને પિતા તરફથી ધનનું સુખ નથી મળી શકતું.

(9) જે લોકોનું પેટ લાબું અને પાતળું દેખાય છે, તે ગરીબીનો સામનો કરવાવાળા અને વધારે ભોજન કરવાવાળા હોય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.