જાણો દિવાળી પર પૂજા માટે માં લક્ષ્મીનો કયો ફોટો લગાવવો જોઈએ.

0
281

માં લક્ષ્મીની કૃપાની સાથે ધન અને વૈભવની પ્રાપ્તિ માટે દિવાળીના દિવસે લગાવો માં લક્ષ્મીનો આવો ફોટો. સંપત્તિ અને વૈભવ માત્ર માતા લક્ષ્મીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે કે દિવાળી પર ધનની દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.

દિવાળી પર માતા લક્ષ્મીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. માતા લક્ષ્મીની કૃપાથી જ ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મી માતા આ દિવસે ઘરમાં પ્રવેશ કરે છે. એવામાં પ્રશ્ન થાય કે, દિવાળીના દિવસે માતા લક્ષ્મીનું કયું ચિત્ર કે કેવો ફોટો લગાવવો શુભ ગણાય છે. આજે અમે તમને આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છીએ.

દિવાળીના દિવસે એવું ચિત્રના મુકશો જેમાં લક્ષ્મી માતા એકલા હોય. પૌરાણિક માન્યતાઓ મુજબ, કોઈએ એકલા લક્ષ્મી માતાના ચિત્રની પૂજા ન કરવી જોઈએ. દિવાળી પર હંમેશાં એવા ચિત્રની પૂજા કરવી જોઈએ, જેમાં માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને માતા સરસ્વતી સાથે હોય છે.

આ પ્રકારનું ચિત્ર ખૂબ જ શુભ ગણાય છે જેમાં માં સરસ્વતી, માં લક્ષ્મી અને ગણેશની બંને બાજુ હાથી પોતાની સૂંઢ ઉંચી રાખીને ઉભા હોય. એવું માનવામાં આવે છે કે, આવા ફોટાની પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની કોઈ અછત નથી રહેતી.

ચિત્રમાં માતા લક્ષ્મીના પગ દેખાતા ના હોવા જોઈએ, નહીં તો લક્ષ્મી લાંબા સમય સુધી ઘરમાં નથી ટકતી. તેથી જ લક્ષ્મી માતા બેસેલી મુદ્રામાં હોય તે જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કારણ સર કમળ પર બેસેલા લક્ષ્મી માતાનું ચિત્ર દિવાળીના લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

લક્ષ્મીજીના એવા ફોટા જેમાં તેમની એક તરફ શ્રીગણેશ હોય, અને બીજી બાજુ સરસ્વતી માતા અને દેવી લક્ષ્મી બંને હાથથી પૈસાનો વરસાદ કરી રહ્યા હોય, તે સંપત્તિ મેળવવા માટે ખૂબ જ શુભ ગણાય છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.