કુંડળીમાં કયા કયા ગ્રહ હોય છે, તે જીવન પર કેવો પ્રભાવ પાડે છે.

0
137

તમારી કુંડળીમાં રહેલા કયા ગ્રહની તમારા જીવન પર કેવી અસર થાય છે જાણો. જ્યોતિષ શાસ્ત્રમાં, દરેક ગ્રહ પોતાનું સ્વામિત્વ જણાવે છે. જેમ વ્યક્તિના જીવનમાં 12 રાશિનું વિશેષ મહત્વ હોય છે. તે જ રીતે ગ્રહોનું પણ કુંડળીમાં કોઈ ખાસ જગ્યાએ હોવું મહત્વપૂર્ણ છે. કુંડળીમાં કેન્દ્રને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. અહીં જણાવી દઈએ કે પહેલું, ચોથું, સાતમું અને દસમું ઘર કેન્દ્રિય ભાવ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં પહેલું ઘર પોતાના શરીરનું માનવામાં આવે છે, ચોથું ઘર સુખનું, સાતમું ઘર વૈવાહિક જીવનનું, દસમું ઘર કર્મભાવનું માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય સાક્ષી શર્મા પાસેથી જાણો કુંડળીના કેન્દ્રમાં રહેતા ગ્રહો પર તેમની શું અસર પડે છે.

જો કુંડળીના કેન્દ્રમાં ઉચ્ચનો સૂર્ય અને કેન્દ્રના ચોથા ભાવમાં ગુરુ હોય, તો તે વ્યક્તિને સુખ સુવિધાથી સંપન્ન રહે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ કુંડળીના કેન્દ્રના ભાવમાં હોય તો તે સેના અથવા મિલિટરી સાથે સંકળાયેલ કામ કરે છે. તેમજ સૂર્ય કેન્દ્રમાં હોય ત્યારે વ્યક્તિ રાજાનો સેવક બને છે, અને ચંદ્ર મધ્યમાં હોય તો તે વેપારી બને છે.

જો બુધ ગ્રહ વ્યક્તિની કુંડળીના કેન્દ્રમાં હોય તો શિક્ષક બને છે, અને ગુરુ (બૃહસ્પતિ) કેન્દ્રમાં હોય તો વ્યક્તિ બુદ્ધિશાળી થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર કેન્દ્રમાં હોય તો વ્યક્તિ શ્રીમંત અને જ્ઞાની બને છે.

શાસ્ત્ર કહે છે કે, શનિ કુંડળીના કેન્દ્રમાં હોવાથી વ્યક્તિ ખરાબ લોકોની સેવા કરવાવાળો થાય છે.

કુંડળીના કેન્દ્રમાં કોઈ ગ્રહ ન હોવો અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેના લીધે વ્યક્તિ દેવાથી પરેશાન રહે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.