UPSC ના કોમ્પિકેટેડ સવાલ : કયા પ્રાણીના પગ જીભનું કામ કરે છે? જવાબ વિચારતા વિચારતા થઇ જશે હાલત ખરાબ.

0
197

કયા દેશના એક-બે નહિ પણ પુરા 7 નામ છે? IAS ઇન્ટરવ્યુના એવા સવાલ જે તમારા સામાન્ય જ્ઞાનમાં કરશે ખુબ વધારો. UPSC ની સિવિલ સેવાનું ઇન્ટરવ્યુ હંમેશા ચર્ચામાં રહે છે, કારણ કે તે ઘણું મુશ્કેલ હોય છે. એવામાં યુપીએસસી ઉમેદવાર સતત પરીક્ષાની તૈયારી કરતા રહે છે અને પરીક્ષાની સાથે ઇન્ટરવ્યૂની પણ તૈયારી કરે છે. યુપીએસસી ઇન્ટરવ્યૂમાં IQ અને કુશળતા પારખવા માટે ઉમેદવારને થોડા હટકે સવાલ પૂછવામાં આવે છે.

એટલા માટે આજે અમે આ સ્ટોરીમાં ઉમેદવાર માટે IAS ઇન્ટરવ્યૂમાં પુછાય એવા થોડા સવાલ લઈને આવ્યા છીએ. આ સવાલ તમને વિચારવા માટે મજબુર કરી દેશે. તેમાં જનરલ નોલેજ અને અમુક ટ્રિકી સવાલો શામેલ છે. તો આવો જાણીએ પરીક્ષામાં પૂછવામાં આવેલા મગજ ચકરાવી દે તેવા સવાલ અને તેના જવાબ.

સવાલ : તમે કેટલી વાર 100 માંથી 10 બાદ કરી શકો છો?

આનો જવાબ કે ફક્ત એક વાર, કારણ કે જયારે તમે પહેલી વાર 10 બાદ કરશો તો તે 90 થઈ જશે.

સવાલ : અંગ્રેજીમાં One થી લઈને Hundred સુધીની ગણતરી કરવા પર કેટલી વાર A આવે છે?

આનો જવાબ છે એક વાર પણ નહિ. જયારે આપણે One થી લઈને Hundred સુધી કાઉન્ટિંગ લખીએ છીએ, તો તેમાં એકવાર પણ A નથી આવતો.

સવાલ : એક 10 ફૂટ પહોળો રસ્તો છે અને 2 ટ્રકવાળા સામ સામે આવી રહ્યા છે, તો તે કઈ રીતે ક્રોસ કરશે?

આનો જવાબ છે કે, તે ટ્રકવાળા છે ટ્રક નથી, એટલે આરામથી એકબીજાને ક્રોસ કરી લેશે.

સવાલ : એક માણસે 10 કિલોમીટર દૂર જવું છે, પણ તે આખો દિવસ સૂતો રહે છે, તો કઈ રીતે ત્યાં પહોંચશે?

તો આનો જવાબ છે કે, તે રાત્રે ચાલશે.

સવાલ : જો તમે કોઈ દોડની સ્પર્ધામાં દોડી રહ્યાં છો અને તમે બીજા નંબરના હરીફને પાછળ છોડી દીધો, તો હવે તમે કયા નંબર પર છો?

જવાબ : બીજા નંબર પર. (જો તમે વિચારી રહ્યા છો કે, તમે પહેલા થઈ ગયા તો તમે ખોટા છો, કારણ કે તમે બીજા નંબર વાળાને પાછળ છોડ્યો છે, પહેલા નંબરવાળાને નહિ.)

સવાલ : 1 માં 1 ઉમેરવા પર 2 ક્યારે નથી થતા?

આનો જવાબ છે કે, જયારે તમે ભૂલ કરો છો ત્યારે 1 માં 1 ઉમેરવા પર જવાબ 2 નથી આવતો.

સવાલ : જો તમારા ખીસામાં 5 ચોકલેટ છે અને તમે 2 કાઢી લીધી તો તમારી પાસે કેટલી ચોકલેટ વધી?

જવાબ : 5, કારણ કે તમે ખિસ્સામાંથી ફક્ત ચોકલેટ કાઢી છે, તેને ખાધી નથી કે કોઈને આપી પણ નથી.

સવાલ : એક ઘડિયાળની ઝડપ સતત વધી રહી છે, રવિવારે સવારે 8 વાગ્યે તે 5 મિનિટ પાછળ હતી. જો તે મંગળવારે સવારે 8 વાગ્યે તે 7 મિનિટ આગળ હોય તો તેણે સાચો સમય જયારે દેખાડ્યો હશે?

આ સવાલનો જવાબ છે મંગળવારે સવારે 4 વાગ્યે.

સવાલ : એવો કયો દેશ છે જ્યાં ફક્ત 27 લોકો રહે છે.

તો આનો જવાબ છે સીલેન્ડ. તે ઇંગ્લેન્ડના સફોલા સમુદ્ર કિનારાથી લગભગ 10-12 કિલિમીટર દૂર આવેલો છે. આ દેશનું સંપૂર્ણ ક્ષેત્રફળ એક ટેનિસ કોર્ટ જેટલું છે અને તેની વસ્તી ફક્ત 27 લોકોની છે.

સવાલ : કયા દેશના એક-બે નહિ પણ પુરા 7 નામ છે?

જવાબ : ભારતને ક્યારેક સોનાની ચકલી પણ કહેવામાં આવતી હતી. આ રીતે ભારતના ઘણા નામ છે, પણ આપણે આ ઐતિહાસિક નામને સત્તાવાર નામ નથી કહી શકતા. ભારતને આ 7 મુખ્ય નામોથી ઓળખવામાં આવે છે – ભારત, ઈંડિયા, હિન્દુસ્તાન, આર્યાવર્ત, જંબૂદ્વીપ, ભારતખંડ, હિંદ.

સવાલ : કયા પ્રાણીના પગ જીભનું કામ કરે છે?

જવાબ : પતંગિયું. તે દરેક વસ્તુનો સ્વાદ જીભથી નહિ પણ પગથી લે છે.

સવાલ : મનુષ્યના શરીરનું તે કયું અંગ છે, જે દર બે મહિનામાં બદલાતું રહે છે?

જવાબ : આઈબ્રો એટલે કે ભ્રમર.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ, જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.