કયા ખતરનાક પ્રાણીના શરીરમાં એકપણ હાડકું નથી હોતું? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ છે ઉખાણા, જાણો તેના સાચા જવાબ.

0
385

500 અને 2000 ની નોટ છાપવાનો ખર્ચ કેટલો થાય છે? IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ જેના જવાબ આપતા ઘણા લોકો થયા ફેલ. યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં પાસ થઈને ઉમેદવારો આઈએએસ અથવા આઇપીએસ ઓફિસર બને છે. અને એવું ત્યારે જ થઈ શકે છે જયારે ઉમેદવાર પરીક્ષાની સાથે જ ઇન્ટરવ્યૂના માપદંડો પર પણ ખરા ઉતરે. યુપીએસસી પરીક્ષા જેટલું જ તેની પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ પણ મૂશ્કેલ હોય છે. અહીં ભાગીદારોને ઘણા અણઉકેલાયેલા કોયડા પુછવામાં આવે છે, જેને ઉકેલવામાં સામાન્ય માણસ ચકરાઈ જાય.

યુપીએસસી ઇન્ટરવ્યૂ ઘણું મુશ્કેલ હોય છે, અને ઘણી વાર ઉમેદવાર તેમાં ફેલ થઈને હાથમાં આવેલી નોકરી ગુમાવી દે છે. તે વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા ટ્રિકી સવાલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ સવાલો એટલા મજેદાર છે કે, તમે ક્યારેય પણ કોઈને આ સવાલો પૂછીને મહેફિલમાં રુઆબ જમાવી શકો છો. તો આવો જાણીએ દમદાર સવાલ અને તેના મજેદાર જવાબ.

સવાલ : નેત્રદાન માટે ડોક્ટર શું આખી આંખ કાપીને લગાવી દે છે?

જવાબ : હકીકતમાં UPSC ની પરીક્ષા 1999 અને 2003 માં આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, નેત્રદાનમાં દાતાનો આંખનો કયો ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે? આ સવાલ સાંભળીને લોકો વિચારે છે કે, આંખો દાન કરવા માટે આખી આંખ જ કાઢીને લગાવી દેવામાં આવે છે. પણ એવું નથી. વૈજ્ઞાનિક રીતે આ સવાલનો સાચો જવાબ છે નેત્ર દાનમાં દાતાની આંખના કાર્નિયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાનમાં આઈ ટ્રાન્સપ્લાન્ટ કરવાની કોઈ સર્જરી ઉપલબ્ધ નથી, તેના અલગ અલગ પાર્ટ્સની સર્જરી કરવામાં આવે છે, જેમ કે રેટિના, કાર્નિયા આઈડીએફસી પ્યાલી વગેરે દ્વારા દર્દીની જરૂરિયાતના હિસાબે સર્જરી કરવામાં આવે છે.

કાર્નિયાની વાત કરીએ તો તે આંખનો એક પારદર્શી ભાગ હોય છે જેના પર બહારનો પ્રકાશ પડે છે અને તેનું પરાવર્તન થાય છે. તે આંખનો લગભગ બે તૃતીયાંશ ભાગ હોય છે, જેમાં આંખની બહાર તરફનો રંગીન ભાગ, પુતળી અને લેન્સનો પ્રકાશ આપનારો ભાગ હોય છે. એટલા માટે નેત્રદાનમાં દૃષ્ટિહીનને આંખોનું તેજ આપવા માટે કાર્નિયા ભાગનો જ ઉપયોગ કરવામાં આવે છે.

સવાલ : 500 અને 2000 ની નોટ છાપવાનો ખર્ચ કેટલો થાય છે?

જવાબ : રિઝર્વ બેંકના એક વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 200 રૂપિયાની નોટ છાપવાની કિંમત 2.93 રૂપિયા છે, 500 ની નોટ છાપવાની કિંમત 2.94 રૂપિયા છે, અને 2000 રૂપિયાની નોટ છાપવાની કિંમત 3.54 રૂપિયા છે.

સવાલ : કયા પ્રાણીનું દૂધ ગુલાબી હોય છે?

જવાબ : હિપ્પો.

સવાલ : કયો દેશ સ્વતંત્રતા દિવસ નથી ઉજવતો?

જવાબ : ઉમેદવારને સવાલ ફેરવીને પૂછવામાં આવ્યો હતો, હકીકતમાં સવાલ એ છે કે, કયો દેશ ક્યારેય કોઈનો ગુલામ નથી રહ્યો. જયારે ગુલામ નહિ રહ્યો હોય તો સ્વતંત્રતા દિવસ શું કામ ઉજવે. એટલા માટે આ સવાલનો સાચો જવાબ છે, બ્રિટેન અને સ્કોટલેન્ડ જેવા દેશ ક્યારેય કોઈના ગુલામ નથી રહ્યા એટલા માટે તે સ્વતંત્રતા દિવસ નથી ઉજવતા.

સવાલ : કયા દેશમાં રાષ્ટ્રપતિની દર વર્ષે ચૂંટણી થાય છે?

જવાબ : સ્વિટ્ઝર્લેન્ડમાં.

સવાલ : કયા પ્રાણીના શરીરમાં એક પણ હાડકું નથી હોતું?

જવાબ : શાર્ક માછલીના શરીરમાં એક પણ હાડકું નથી હોતું. શાર્કનું હાડપિંજર સામાન્ય હાડકાઓનું બનેલું નથી હોતું. તેમનું હાડપિંજર કાર્ટિલેજનું બનેલું હોય છે, જે ઘણું નરમ અને લચીલા પદાર્થનું બનેલું હોય છે.

સવાલ : કયો સાપ પક્ષીઓ જેવો માળો બનાવીને રહે છે?

જવાબ : કિંગ કોબ્રા સાપ માળો બનાવે છે. જોકે એ ધારણા ખોટી છે કે સાપ પોતાના ઈંડા સેવવા માટે માળો બનાવે છે. હકીકતમાં તે ફક્ત પ્રજનનના સમય માટે માળો બનાવે છે.

સવાલ : વિટામિનની શોધ કોણે કરી હતી?

જવાબ : કેસીમીર ફંક (Casimir Funk) એ ફળો-શાકભાજીમાં વિટામિનની શોધ કરી હતી.

સવાલ : એક વકીલ અને તેના દીકરાનું એક્સીડંટ થઈ ગયું અને તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. ઓપરેશન થીએટરમાં ડોક્ટરે છોકરાને જોઈને કહ્યું આ મારો દીકરો છે. એવું કઈ રીતે શક્ય બને?

જવાબ : આ સવાલ સાંભળીને ઉમેદવાર મૂંઝાશે અને વિચારવા લાગશે. પણ વિચારવાની સાચી ક્ષમતા અને શાર્પ માઈન્ડવાળા કેન્ડિડેટ તરત સમજી જશે કે તેનો જવાબ શું હોઈ શકે છે. હકીકતમાં તે ડોક્ટર તે છોકરાની માં હતી.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડ્યા પછી પણ ભીની નથી થતી?

જવાબ : પડછાયો.

સવાલ : જો આંખને મોં, મોં ને નાક, નાકને કાન અને કાનને જીભ કહીએ તો તમે શેના વડે સાંભળશો?

જવાબ : જીભ.

સવાલ : એક છોકરાને જોઈને મહિલા બોલી તેની માં મારી માં ની એકમાત્ર દીકરી છે, તો બંનેનો સંબંધ શું થયો?

જવાબ : માં-દીકરો.

સવાલ : આ જોઈને તમને શું યાદ આવે છે, આગળ શું આવશે?

1, 3, 5

2, 4, ?

જવાબ : તમે વિચારી રહ્યા હશો કે તેનો જવાબ 6 હશે. પણ એવું નથી. આનો જવાબ કારના ગિયર સાથે જોડાયેલો છે. તેનો જવાબ હશે R. R એટલે રિવર્સ ગિયર. કારના ગિયરની પેટર્ન આ રીતની જ હોય છે.

સવાલ : મોહન ગણેશથી લાંબો છે, પણ નીરજથી નાનો છે, સોહન કરીમથી નાનો છે પણ નીરજથી લાંબો છે, પાંચેય મિત્રોમાં સૌથી લાબું કોણ છે?

જવાબ : કરીમ સૌથી લાંબો છે.

સવાલ : તમને એક આદિવાસી છોકરી સાથે પ્રેમ થઇ ગયો, IAS હોવા પર તમે પ્રેમ અને પરિવારમાંથી કોને પસંદ કરશો?

જવાબ : IAS ઓફિસર રવિ કુમાર સિહાગને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તેમનું પોસ્ટિંગ નાગાલેન્ડમાં થઈ જાય છે અને ત્યાંની એક છોકરી સાથે તમને પ્રેમ થઈ જાય છે. પરિવાર તેની વિરુદ્ધ છે, તો તમે પ્રેમ અને પરિવારમાંથી કોને પસંદ કરશો? આ સવાલનો જવાબ તેમણે ઘણી સુઝબુઝ સાથે આપ્યો. તેમણે કહ્યું કે, હું મારા પરિવાર અને તે છોકરી વાતચીત કરાવીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ. વાતચીતથી બધું ઉકેલાય જાય છે. પછી અધિકારીએ પૂછ્યું કે, માં-બાપ નહિ માન્યા તો કોને પસંદ કરશો. તો IAS રવિએ કહ્યું કે તે પરિવારને પસંદ કરશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.