શું તમે જાણો છો IAS ઇન્ટરવ્યુના આ મગજ ચકરાવી દેતા સવાલના જવાબ

0
655

શું પ્રાણીઓને પણ હાર્ટએટેક આવી શકે છે? વાંચો IAS ઇન્ટરવ્યૂમાં પૂછાતાં રોચક અને વિચિત્ર સવાલના જવાબ. મિત્રો, દેશમાં ઘણા બધા યુવક-યુવતીઓ આઈએએસ-આઇપીએસ ઓફિસર બનવાની તૈયારી કરે છે. એટલા માટે યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષાને જેટલી મુશ્કેલ કહેવામાં આવે છે, એટલું જ મુશ્કેલ તેનું ઇન્ટરવ્યૂ પણ હોય છે.

જો તમે એક આઈએએસ-આઇપીએસ ઓફિસર બનવા માંગો છો, તો યુપીએસસી ઇન્ટરવ્યૂના આ ટ્રિકી સવાલોને ઉકેલી શકો છો. ઇન્ટરવ્યૂમાં મોટાભાગે પૂછવામાં આવતા સવાલ એટલા વિચિત્ર હોય છે કે, ઉમેદવારોનું મગજ ચકરાઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે અમુક ખતરનાક અને મગજ ચકરાવી દે તેવા સવાલ લઈને આવ્યા છીએ. અને તમે ઘરે બેઠા બેઠા તેના જવાબ આપી પોતાનું જ્ઞાન ચકાસી શકો છો.

સવાલ : તમે ડેમ બનાવવા જશો ત્યાં આદિવાસી માઈગ્રેટ થશે, જો તે નહિ માન્યા તો ડેમ કઈ રીતે બનશે?

જવાબ : આ સવાલ એક આઇએસેસ ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો, જેનો તેણે ઘણો સમજદારી પૂર્વક જવાબ આપ્યો. તેણે કહ્યું કે, ડેમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ત્યાંના આદિવાસી અને સ્થાનિક લોકોને મળીને વાત કરવામાં આવશે. જેથી તેમને જણાવી શકાય કે, ડેમ બનવો તેમના માટે કેટલો લાભદાયક રહેશે, તેનાથી તેમને પાણી મળશે અને રોજગાર પણ મળશે.

સવાલ : એક માણસ એક અંધારા રૂમમાં બેઠો છે, રૂમમાં ફાનસ, લાઈટ, મોબાઈલ કાંઈ પણ નથી, છતાં પણ તે વાંચી રહ્યો છે, એવું કેવી રીતે શક્ય છે?

જવાબ : રૂમમાં બેસેલો માણસ આંધળો છે અને તે બ્રેઈલ લિપિની મદદથી વાંચી રહ્યો છે. આ લિપિ અંધારામાં વાંચી શકાય છે, કારણ કે તેના માટે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

સવાલ : જો ગયા પરમ દિવસની એક દિવસ પહેલાનો દિવસ શનિવારથી ત્રણ દિવસ આગળ આવતો દિવસ હોય તો આજે કયો દિવસ થાય?

જવાબ : શુક્રવાર.

સવાલ : એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ?

જવાબ : પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર ફરવામાં 24 કલાકનો સમય લે છે, જેને આપણે એક દિવસ માની લઈએ છીએ, એટલા માટે એક દિવસમાં 24 કલાક હોય છે.

સવાલ : તે કયું પ્રાણી છે જે ક્યારેય પાણી નથી પીતું?

જવાબ : ઉંદર.

સવાલ : દુનિયામાં કયો દેશ છે જ્યાં એક પણ ખેતર નથી?

જવાબ : સિંગાપોર.

સવાલ : શું એક છોકરીને પ્રપોઝ કરવું ગુનો છે?

જવાબ : ના, પ્રપોઝ કરવું ગુનાની શ્રેણીમાં નથી આવતું.

સવાલ : જો તમારી પાસે બે ગાય અને ચાર બકરી છે, તો તમારી પાસે કુલ કેટલા પગ છે?

જવાબ : 2 પગ.

સવાલ : વકીલ કાળા રંગનો કોટ કેમ પહેરે છે?

જવાબ : વકીલોની કાળો કોટ પહેરવાની પરંપરા ઇંગ્લેન્ડમાંથી શરૂ થઈ હતી, કાળો કોટ શિષ્ટ અને આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. કાળા રંગને શક્તિ અને અધિકારનું પ્રતીક પણ માનવામાં આવે છે.

સવાલ : શું પ્રાણીઓને પણ હાર્ટએટેક આવી શકે છે?

જવાબ : હા, કોઈ પણ પ્રાણીને હાર્ટ અટેક આવી શકે છે. હૃદયની બીમારી માણસો અને ચિમ્પાન્જીમાં એક સમાન હોય છે. પાલતુ કુતરા અને બિલાડીઓમાં પણ હાર્ટ અટેક જોવા મળે છે. કુતરાને વાલ્વની બીમારી પણ થાય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.