તમારો ફોન ખોવાઈ જાય ત્યારે આ પગલાં ભરવા, જેનાથી તમારો ફોન મળી જશે. જાણો વિસ્તારથી.

0
4161

મિત્રો એ વાત ખોટી ન કહેવાય કે, આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન આપણા માટે ઘણો મહત્વ પૂર્ણ બની ગયો છે. તમે પોતે જ અનુભવ કર્યો હશે કે, આજના સમયમાં રોટી, કપડાં અને મકાનની સાથે સાથે સ્માર્ટ ફોન પણ જીવન જરૂરિયાતની એક વસ્તુ બની ગયો છે. આજના સમયમાં આપણે મોબાઈલ વગર થોડા સમય પણ રહી શકીયે નહી.

અને આપણો ફોન જયારે ભૂલથી કોઈ જગ્યા પર મુકાઈ ગયો હોય અને મળે નહિ તો આપણે બીજા કામ પડતા મુકીને એને શોધવામાં લાગી જઈએ છીએ. જયારે ઘરમાં જ ફોન ખોવાઈ જાય તો આપણે ઘરના બીજા મેમ્બરના ફોન માંથી રીંગ કરીને સરળતાથી શોધી શકીએ છીએ.

અને જયારે ફોન વાઈબ્રેટ મોડ પર હોય, ત્યારે ફોન કરવાથી પણ આપણને તે જલ્દી મળતો નથી. પણ જો ટેબલ પર હોય તો વાઈબ્રેટના અવાજથી મળી જાય છે, પણ જયારે તકિયા નીચે હોય તો છેલ્લે રાત્રે આપણને તે ફોન મળે છે. અને સાઇલેન્ટ મોડ પર હોય તો આપણને તેને શોધતા વધારે સમય લાગી જાય છે.

ફોન ખોવાઈ જાય તે પહેલા જ રાખો આ કાળજી :

મિત્રો, સામાન્ય રીતે જયારે તમારો ફોન ખોવાઈ જાય છે, ત્યારે તમને તે ફોનની ચિંતા હોતી નથી, પણ તમને વધારે ચિંતા ફોનની અંદર રહેલા ડેટાની હોય છે. આજના સમયમાં આપણે સ્માર્ટફોનમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે, આપણા કામના પેપર જે તમે સ્કેન કરીને સેવ રાખ્યા હોય, કામના ઈમેલ, મેસેજ, ફોટોઝ, વિડિઓ, બેન્કના એપ, ઈ-વોલેટ, ડોક્યુમેંટ્સ વગેરે સાચવીને રાખતા હોઈએ છીએ.

જો તમે આ બધાની કિંમત જાણીને ફોનને લોક રાખતા હોય તો વધારે ચિંતા કરવાની વાત નથી. જેથી કોઈ અજાણીયા વ્યક્તિ પાસે આપણો ફોન આવી જાય તો તે આપણા ડેટાનો દુરઉપયોગ કરી શકે નહિ. કારણ કે તે જો ફોનનો ઉપયોગ કરવા માંગતો હોય તો તેને લોક તોડવો પડે અને તોડવા માટે તમારે ફોનને પૂરો ફોરમેટ મારવો પડે છે. જેથી આપણા ફોનનો ડેટા પુરી રીતે ડીલીટ થઇ જાય છે.

પણ જણાવી દઈએ કે, જયારે આપણો ફોન ખોવાઈ જાય અને તે લોક હોય છતાં પણ આપણે થોડા એવા પગલાં લેવાના છે, જેથી આપણને આપનો ફોન સરળતાથી મળી શકે. અને જો ન મળે તો આપણે જે ફોનની અંદરના ડેટા છે તેને સરળતાથી ડિલીટર કરી દઈએ.

ફોન ખોવાઈ જાય ત્યારે લેવામાં આવતા પગલાં :

જણાવી દઈએ કે, તમારો ફોન ખોવાઈ જાય તે પહેલા જ ફોનમાં જઈને થોડા સેટિંગ બદલી નાખવાથી તમારો ફોન ખોવાઈ જાય, તો તેને સરળતાથી શોધી શકીયે અથવા ફોનમાં જે ડેટા છે તેને ડીલીટ કરી શકીએ છીએ.

1. સૌથી પહેલા તમારા ફોનના સેટિંગમાં જાઓ.

2. એમાં તમે સેક્યુરીટી વિભાગમાં જાઓ.

3.તેમાં તમને ડિવાઇસ અડ્મિનિસ્ટ્રેટરસ (Device Administrators) માં જાઓ.

4. એમાં ફાઈન્ડ માય ડિવાઇસ વિકલ્પ ઓન કરી દો. (આ તમને લોલીપોપ પછીના એન્ડ્રોઇડ વર્ઝનમાં જોવા મળશે. એટલે નવા સ્માર્ટફોનની સાથે સાથે લગભગ 2 વર્ષ જુના સ્માર્ટફોનમાં પણ તમને આ સુવિધા મળશે.)

જયારે પણ ફોન ખોવાય ત્યારે આ ફાઇન્ડ માય ડિવાઇસ સર્વિસ છે, તેનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે પહેલા ફોનને પરવાનગી આપવી પડશે કે, જે આ ફાઈન્ડ માય ડિવાઇસ સર્વીસ છે તે શરુ કરવામાં આવે. જણાવી દઈએ કે, આ જે સર્વિસ છે તે ગુગલની પોતાની છે. એટલા માટે કોઈ ટેન્સન લેવાની જરૂર નથી. એટલે આપણે એવું કર્યું કે આપણે આપણા ફોનમાં જે ફાઈન્ડ માઇ ડિવાઇસ દ્વારા આપણે આપણા ફોનને એડમિનિસ્ટ્રેશન તરીકેની પરવાનગી આપી દીધી.

જયારે આપનો ફોન ખોવાય ત્યારે શું કરવું જોઈએ :

જયારે તમારો ફોન ખોવાઈ ગયો હોય, અથવા તમને ચેક કરવું હોય કે આ કેવી રીતે કામ કરે છે, તો તમે android. com/find પર જવાનું છે. ત્યાં તમારે ગૂગલ એકાઉન્ટ પર લોગ ઈન થવું પડશે. એક અગત્યની વાત એ છે કે આ સર્વિસ ત્યારે જ કામ કરસે જયારે તમારા ફોનમાં નેટ કનેક્સન ચાલુ હોય.

જયારે કોઈ નવી વ્યક્તિ પાસે તમારો ફોન આવી ગયો હોય તે વ્યક્તિએ તમારા ફોનનું નેટ તરત બંધ કરી દીધું અને તેમાંથી સીમકાર્ડ કાઢી દીધો. તો પછી આ સર્વિસ કામ નહિ કરી શકે. એટલા માટે આની સામાન્ય જરૂરિયાત છે કે, મોબાઈલ ખોવાઈ ગયા બાદ તમારું મોબાઈલનું નેટ ચાલુ હોવું જોઈએ. અને જીપીએસની લોકેશન સર્વિસ છે તે પણ ઓન હોવી જોઈએ. એટલે કે આ બે વસ્તુ ઓન હોવી જોઈએ જેથી તમે તમારા સ્માર્ટ ફોનને સરળતાથી મેળવી શકો છો.

આ સર્વિસથી તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ ઈન થશો, એ પછી તમે જોઈ શકશો કે એમાં તમને એક સગવડ એવી મળે છે કે તમે ફોનનું સૌથી પહેલા લોકેશન જાણી શકો છો. એના વડે તમે મેપ ઉપર જાણી શકશો કે અત્યારે તમારો ફોન ક્યાં છે.

એટલે જયારે તમે બહારથી ઘરે આવતા હોય તો વચ્ચે ક્યાંક ફોન પડી ગયો હોય કે, ક્યાંક ભૂલી ગયા હોવ તો આની મદદથી તમને ખબર પડી જશે કે, તમારો ફોન ક્યાં છે. આવું થાય ત્યારે તમે બીજા કોઈના ફોન માંથી android. com/find માં જઈને તમારા ફોનની લોકેશન સરળતાથી જાણી શકો છો. તમને જે ફોન ઉપર લોગ ઈન થયા છો, એમાં તમને ખબર પડશે કે તમારો ફોન ક્યાં છે.

હવે જયારે તમને ખબર પડે કે તમારો ફોન ઘરે જ છે, તો તમારે એવી પરિસ્થિતિમાં પહેલા તમારો ફોન શોધવાનો છે. હવે માનો આપણે કોઈ મિટિંગમાં હોય કે રાત્રે ઊંઘતા સમયે આપણે ફોન સાઇલેન્ટ કરી દીધો છે, એમાં જયારે આપણે બીજાના ફોન માંથી રિંગ મારશું તો અવાજ આવશે નહિ, પણ આ સર્વિસમાં તમે તમારા ફોનને ફુલ અવાજ ઉપર 5 મિનિટ માટે અવાજ કરાવી શકો છો. તમારો ફોન સાઇલેન્ટ અથવા વાઈબ્રેટ મોડ પર હોવા છતાં તમારા ફોન માંથી અવાજ આવશે.

આ સર્વિસની મદદથી જયારે મેપ ઉપર ખબર પડે કે, તમે કોઈ વસ્તુ લેવા રોકાયેલા હતા તે દુકાનમાં ફોન રહી ગયો છે, અને એવું ખબર પડે કે હવે એ ફોન આપણી પાસે આવવાનો નથી, તો ત્યારે તમે તમારા ફોનને લોક કરી શકશો અથવા એના ડેટા ડીલીટ કરી શકશો. ત્યારે તમારો ફોન તો ગયો પણ તમારો જે મહત્વનો ડેટા છે, તેને બીજી કોઈ વ્યક્તિના હાથમાં આવવાથી રોકી શકો. હમણાં આ લેખ પુરા થયા પછી તમે આ સર્વિસને ચાલુ કરી લો અને ચેક કરવા માટે તમે જોઈ પણ શકો છો.

જાતે ટ્રાય કરો બની શકે કે કોઈના મોબાઈલમાં આ સેટિંગ અલગ હોય બાકી જનરલી ઉપર જણાવ્યું એજ છે.