સલમાન ખાને જયારે પહેલી ફિલ્મ કરી, ત્યારે ખોળામાં રમતી રહી હતી આ 5 હિરોઈનો, હવે તેમની સાથે જ કરે છે ઇશ્ક.

0
1539

વર્તમાન સમયમાં બોલીવુડમાં સલમાન ખાનનું ઘણું મોટું નામ છે. તેમનું નામ બોલીવુડના સુપરસ્ટારની યાદીમાં આવે છે. પણ જયારે એમણે ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતું, ત્યારે એ ફિલ્મમાં એમની કોઈને નોંધ નહિ કરી હોય. પણ પછી બીજી સુપરહિટ ફિલ્મમાં તેમણે ધમાલ મચાવી દીધી. તેમની થોડી ફિલ્મો ફ્લોપ પણ રહી છે, પણ હવે એમની મોટાભાગની દરેક ફિલ્મ ૧૦૦ કે ૨૦૦ કરોડની ઉપરનો વેપાર જ કરે છે. તેમની ફિલ્મમાં હિરોઈન પણ હવે તે જાતે જ સિલેક્ટ કરે છે. એટલા માટે એમની ફિલ્મોમાં ઘણી નવી હિરોઈનોને ચાન્સ મળ્યો છે.

જણાવી દઈએ કે સલમાને ૮૦ ના દશકામાં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. એમાં વર્ષ ૧૯૮૮ માં આવેલી ફિલ્મ ‘બીબી હો તો એસી’ એમની પહેલી ફિલ્મ હતી. એ સમયે અત્યારની જે અભિનેત્રીઓ છે જે સલમાન સાથે કામ કરે છે, તે તો એક બે વર્ષની કે પછી ૧૦ વર્ષની અંદર જ હતી.

પણ વર્તમાન સમયમાં તે સલમાન ખાન સાથે હિરોઈનના મુખ્ય પાત્ર તરીકે રોમાન્સ કરે છે. એમાંથી અમુક તો સલમાનથી ઘણી જ નાની છે. અને ઘણી તો ત્યારે એમને અંકલ કહીને બોલાવતી હતી. જયારે સલમાન ખાને ડેબ્યુ કર્યુ ત્યારે ખોળામાં રમતી હતી તેની આ 5 હિરોઈન.

સોનાક્ષી સિન્હા :

સલમાનની ફેવરીટ હિરોઇન્સ માંથી એક છે સોનાક્ષી સિન્હા. સોનાક્ષી સલમાનના કહેવા પર જ ફિલ્મોમાં આવી શકી છે. અને સોનાક્ષીને ઇન્ડસ્ટ્રીમાં દબંગ ગર્લ પણ કહેવામાં આવે છે. કારણ કે સોનાક્ષીએ વર્ષ ૨૦૧૦ માં આવેલી સલમાનની ફિલ્મ ‘દબંગ’ થી જ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે સલમાન ખાને જયારે વર્ષ ૧૯૮૮ માં ૨૩ વર્ષની ઉંમરે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી, ત્યારે સોનાક્ષી માત્ર ૧ વર્ષની હતી. અને મજાની વાત એ છે કે સલમાન તેને ખોળામાં રમાડી ચુક્યો છે.

કરીના કપૂર :

આ યાદીમાં આગળ નામ આવે છે કરીના કપૂરનું. કરીનાનો જન્મ ૧૯૮૦માં થયો અને સલમાન એ ડેબ્યુના સમયે તે ૮ વર્ષની હતી. એ બંનેની પહેલી મુલાકાત ફિલ્મ અંદાઝના સેટ ઉપર થઇ હતી. અને કરીનાએ સલમાનને અંકલ કહીને બોલાવીને હેલો કહ્યું હતું. પણ એ પછી કરીના સલમાન સાથે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને ‘બોર્ડીગાર્ડ’ માં રોમાન્સ કરી ચુકી છે. અને આ બન્ને ફિલ્મો સલમાન ખાનની સાથે સાથે કરીના કપૂરના કેરિયરની પણ સૌથી મોટી ફિલ્મો સાબિત થઇ હતી.

અનુષ્કા શર્મા :

તમે સલમાન ખાનની ફિલ્મ સુલતાન જોઈ જ હશે. આ ફિલ્મ એમની પોતાની હીટ ફિલ્મોની યાદીમાં ટોપ ૧૦ માં આવે છે. ફિલ્મ ‘સુલતાન’ માં તેમણે અનુષ્કા શર્મા સાથે રોમાન્સ કર્યો હતો. પરંતુ સલમાનના ડેબ્યુ સમયે તે માત્ર ૪ મહિનાની હતી. અનુષ્કાનો જન્મ ૧૯૮૮ માં થયો છે. જયારે સલમાનની પહેલી ફિલ્મ આવી હતી. અને આજે સલમાન ખાન ૫૩ વર્ષનો છે. તો અનુષ્કા ૩૧ વર્ષની છે.

કેટરીના કેફ :

આ યાદીમાં આગળ નામ આવે છે કેટરીના કેફ્નું. જણાવી દઈએ કે કેટરીનાનો જન્મ ૧૯૮૩ માં થયો હતો. એટલે કે જયારે સલમાન ખાન ૧૮ વર્ષનો હતો ત્યારે કેટરીનાએ જન્મ લીધો હતો. આજે સલમાન ખાન ૫૩ વર્ષનો છે અને કેટરીના ૩૫ વર્ષની છે. કેટરીનાને ઇન્ડસ્ટ્રીમાં લાવવા વાળા સલમાન જ છે. અને તેમણે સાથે ‘મેને પ્યાર કયો કિયા’, ‘યુવરાજ’, ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર જિન્દા હે’ અને હવે તે જલ્દી જ ફિલ્મ ‘ભારત’ માં જોવા મળશે.

જેકલીન ફર્નેડીસ :

ફિલ્મ ‘કિક’ અને ‘રેસ ૩’ માં સલમાન સાથે રોમાન્સ કરી ચુકેલી શ્રીલંકાની બ્યુટી અને બોલીવુડની હિરોઈન જેકલીન ફર્નાડીસની ઉંમર ૩૩ વર્ષ છે. અને સલમાન ખાન બોલીવુડમાં પોતાના ડેબ્યુના સમયે જયારે ૨૩ વર્ષના હતા ત્યારે જેકલીન માત્ર ૩ વર્ષની હતી. જેકલીન મિસ શ્રીલંકા રહી ચુકી છે. ત્યાં મોડલિંગ અને અભિનય કર્યા પછી બોલીવુડમાં પ્રવેશ કર્યો. તે ઘણી જ સુંદર અભિનેત્રી છે.