શાકમાં વધારે મરચું કે મસાલો પડી ગયો છે તો આ રીતે બનાવો એને પરફેક્ટ

0
1328

દરેક મહિલાઓ રોજ શાક બનાવતી હોય છે. પણ મહિલાઓએ એની સાથે સાથે બીજા પણ ઘણા બધા કામ કરવાના હોય છે. એ કારણે ક્યારેક ક્યારેક શાકમાં એમનાથી ઉતાવળમાં મસાલો કે મરચું વધારે પડી જતું હોય છે. આ કારણે શાકનો સ્વાદ જતો રહે છે, અને એમની મહેનત પર પાણી ફરી વળે છે. અને પછી એ શાક ફેંકવું પડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજનો લેખ તમારા માટે ખાસ છે. આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમે શાકની તીખાશ ઓછી કરી શકો છો.

અજમાવો આ સરળ કુકીંગ ટિપ્સ :

તમે બનાવેલું શાક સૂકું એટલે રસા વગરનું છે, તો તેમાં થોડો બેસન ઉમેરીને નાખશો તો એની તીખાશ ઓછી થઈ જશે. એ સિવાય શાકમાં નારિયેળના તેલને ભેળવશો તો પણ એની તીખાશ ઓછી થઈ જશે. જો તમારી કઢી વધારે તીખી થઈ ગઈ છે, તો એમાં 4 થી 5 ચમચી દહી મિક્સ કરો. ખાંડ કે ગોળ પણ નાંખી શકાય.

જો તમે ગ્રેવી વાળું શાક બનાવો છો અને મસાલો વધુ પડી જાય છે, તો તમે એમાં ઘી કે બટર નાંખી દો. એનાથી એની તીખાશ ઓછી થઈ જશે. તેમજ શાકમાં તીખાશ ઓછી કરવા તમે મલાઈ, દહી કે ફ્રેશ ક્રીમ પણ નાખી શકો છો. વધારે તીખાશ લાગે તો ટમેટાની પ્યુરી નાખો. આ પ્યુરીમાં તેલ નાખીને અલગથી વઘાર કરી લો. તમે બાફેલા બટેટાને મેસ કરીને શાકમાં નાખશો તો તીખાશ ઓછી થઈ જશે.

આ સિવાય ગ્રેવી વાળું શાક વધારે તીખું લાગતું હોય તો તેમાં થોડું દૂધ અને માવાને મિક્સ કરીને તેમજ કાજુની પેસ્ટ અને તાજુ ક્રીમ નાખો. આમ કરવાથી શાકની તીખાશ ઓછી થઈ જશે. અને આ બધુ મિક્સ કરો ત્યારે એ જરૂર જોઈલો કે શાકમાં ખટાશ અને મીઠું તો બરાબર છે ને.

તમે બટેટાનું શાક બનાવ્યું હોય અને ઘાટો રસો હોય તો તેમાં થોડુ પાણી નાખશો. પાણીને ઉકાળીને સબ્જીમાં નાખવુ. તો શાક તીખુ હોય તો તેમાં બ્રેડનો ભૂક્કો નાંખો. શાકમાં વધારાની ગ્રેવી નાખવાથી તીખાશ જતી રહેશે. એ સિવાય લીંબૂનો રસ નાખવાથી પણ તીખાશ દૂર થઈ જશે. અને સૌથી મહત્વની વાત એ છે કે, શાક બનાવો ત્યારે મસાલા અને તીખાશ થોડી ઓછી નાંખો. એનાથી પાછળથી સ્વાદને બેલેન્સ કરવા માટે વધારે મહેનતની જરૂર નહી પડે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.