આ તારીખે છે તુલસી વિવાહ, જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.

0
733

જાણો ક્યારે છે તુલસી વિવાહ, સાથે જ જાણો તેની વિધિ અને તેનાથી મળતા ફળ વિષે. કારતક માસના સુદ પક્ષની અગિયારસની તિથીના રોજ તુલસી વિવાહ આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 26 નવેમ્બરના રોજ આવી રહ્યા છે. દર વર્ષે તુલસીના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે ધામધૂમથી કરવામાં આવે છે. તુલસી વિવાહ કરવા સાથે એક પૌરાણીક કથા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે, વૃંદા નામની એક પતિવ્રતા સ્ત્રીને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવાનું વરદાન મળ્યું હતું. લગ્ન માટે વૃંદાએ તુલસીનું સ્વરૂપ લીધું હતું અને વિષ્ણુજીએ શાલીગ્રામ(પથ્થર)નું. ત્યાર બાદ તુલસી અને શાલીગ્રામના લગ્ન થયા હતા.

રાજસ્થાનમાં તુલસી વિવાહને ‘બટુઆ ફિરના’ ના નામથી ઓળખવામાં આવે છે. અને કારતક સુદ અગિયારસની તિથીને દેવઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે, અને આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્રત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, અને પછી ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરાવવામાં આવે છે. તુલસીના લગ્ન સાથે જ મુંડન, ઉપનયન સંસ્કાર, લગ્ન જેવા શુભ કાર્યની શરુઆત પણ થાય છે.

tulsi vivah
tulsi vivah

લગ્ન કરાવવાથી મળે છે ઘણા ફળ :

એકાદશીના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન કરાવવા ખુબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો આ દિવસે તેમના લગ્ન કરાવે છે, તેમની દરેક મનોકામના પૂરી થઇ જાય છે.

એટલું જ નહિ જે લોકોના લગ્ન થવામાં મુશ્કેલી ઉભી થઇ રહી હોય, તે જો તુલસી વિવાહ કરાવે છે તો તે લોકોના લગ્ન વહેલી તકે થઇ જાય છે.

જે લોકોને કોઈ દીકરી નથી અને તે તુલસી વિવાહ કરાવે છે તો તેમને કન્યાદાનનું પુણ્ય મળી જાય છે.

સાચા જીવનસાથી મેળવવા માટે છોકરીઓ તુલસી વિવાહ જરૂર કરાવે.

વિવાહની વિધિ :

તુલસી વિવાહને વિધિ સાથે કરવામાં આવે છે. આ લગ્ન સાંજના સમયે થાય છે. વિવાહ માટે તુલસીના છોડને સારી રીતે શણગારવામાં આવે છે. છોડને ચારે તરફ શેરડીનો મંડપ બનાવવામાં આવે છે, અને તેની ઉપર ઓઢણી કે સુહાગનું પ્રતિક ચુંદડી અર્પણ કરવામાં આવે છે.

કુંડાને સાડીમાં લપેટીને તુલસીને ચૂડી પહેરાવીને તેનો શૃંગાર કરવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, અને શાલીગ્રામજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. તુલસીજીની ષોડશોપચાર પૂજા (સોળ રીતે વિધિ પૂર્વક થતું પૂજન) કરી ‘तुलस्यै नमः’ મંત્રના જાપ કરી વિવાહની શરુઆત કરવામાં આવે છે.

ભગવાન શાલીગ્રામની મૂર્તિનું સિંહાસન હાથમાં લઈને તુલસીની સાત પરિક્રમા કરાવવામાં આવે છે. ત્યાર પછી આરતી ગાઈને વિવાહની પુર્ણાહુતી કરવામાં આવે છે. ત્યાર પછી તુલસીની વિદાય કરવામાં આવે છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.