જયારે પણ લાગે પરેશાન છો તમે તો શ્રીકૃષ્ણની આ 8 વાતો યાદ કરી લો, એક ક્ષણમાં જિંદગી જ બદલાઈ જશે

0
7420

આજકાલ સમય ઘણો આધુનિક થઈ ગયો છે. અને આ આધુનિક સમયમાં એવું જોવામાં આવે છે કે માણસના જીવનનું સુખ જાણે અદ્રશ્ય જ થઇ ગયું છે. એવું લાગી રહ્યું છે કે જેમ જેમ આપણે મશીનોથી ઘેરાતા જઈ રહ્યા છીએ તેમ તેમ આપણે જીવનની વાસ્તવિકતાથી દુર થતા જઈ રહ્યા છીએ. દરેક લોકો પોતાના પરિવાર, નોકરી, સ્વાસ્થ્ય વગેરેને લઈને હંમેશા પરેશાન રહે છે. એમ કહીવું કંઈ ખોટું નથી કે આજે ભલે આપણી પાસે દુનિયાની તમામ સુવિધાઓ છે, પરંતુ તે સુખ નથી જે પહેલા રહેતું હતું.

તમે પણ અનુભવ કર્યો હશે કે આજકાલની લાઈફ સ્ટાઈલમાં જ એટલો તણાવ વધી ગયો છે, કે પોતાને ખુશ રાખી શકવા જ એક પડકાર બની ગયો છે. એવામાં આજે અમે તમને થોડી ઉત્તમ ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ, જે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. આપણે ભગવાન શ્રીકૃષ્ણની કહેલી વાતોનું અનુસરણ કરીએ તો પરેશાની ચિંતા વગરે જેવું આપણા જીવનમાં કંઈ ન રહે.

શ્રીકૃષ્ણએ દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો ન માત્ર અડગ રહીને કર્યો હતો, પરંતુ તેમના ચહેરા ઉપર દરેક પરિસ્થિતિમાં એક હાસ્ય પણ રહેતું હતું. તો એક રીતે કહેવામાં આવી શકે કે શ્રીકૃષ્ણ દુનિયાના સૌથી સુખી વ્યક્તિ રહ્યા હશે. એમ ન સમજતા કે તે ભગવાન હતા એટલે સુખી હતા. કારણ કે ઈતિહાસ સાક્ષી છે કે ભગવાને પણ પોતાના અવતારમાં દુઃખ જોયું છે. અને તેમનું જીવન ચરિત્ર આપણને જીવન કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તો આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણની વાતો જે તમને બનાવી શકે છે સૌથી સુખી વ્યક્તિ.

(૧.) જીવનમાં ખોટી ચિંતા કરવાથી કાંઈ થવાનું નથી. એટલે ઉત્તમ એ જ છે કે જે થઇ ગયું તેને ભૂલીને આગળ વધો, તેનું જ નામ જીવન છે. (૨.) મિત્રો નિયંત્રણ વગર માણસનો વિનાશ નક્કી છે. એટલે વ્યક્તિએ પોતાના ઉપર નિયંત્રણ રાખવું ઘણું જરૂરી બની જાય છે. તેમજ વ્યક્તિ ગુસ્સામાં આવીને પોતાનું નિયંત્રણ ખોઈ બેસે છે, અને ન કરવાનું કૃત્ય કરી બેસે છે. એટલા માટે ગુસ્સાથી દુર રહેવું જોઈએ.

(૩.) માણસે ક્યારેય પણ પોતાના મનમાં ઉંચ-નીચનો ભેદભાવ રાખવો જોઈએ નહિ. કૃષ્ણ અને સુદામાની દોસ્તી તેનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે આપણા જીવનકાળમાં દરેક વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. (૪.) પ્રભુના કહેવા અનુસાર મનુષ્યએ હંમેશા દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. શ્રીકૃષ્ણ માટે ભૂમિકાથી વધુ ન્યાયનું મહત્વ રાખવામાં આવતું હતું, એટલા માટે તે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બની ગયા.

(૫.) સંસારમાં દરેક માણસે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાના પ્રયત્ન કરવા જોઈએ. હાસ્યમાં ઘણી શક્તિ હોય છે તેની મદદથી ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીત મેળવી શકાય છે. ભગવાન કૃષ્ણએ એક વખત પોતાના હાસ્યથી એક રાક્ષસને હરાવી દીધો હતો. (૬.) આપણે હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, બધું જ સારું થઇ જશે. દરેક માણસ પોતાનામાં સક્ષમ હોય છે. બસ જરૂરી છે કે તે પોતાના ઉપર વિશ્વાસ રાખીને આગળ વધે.

(૭.) ગીતામાં પણ શ્રીકૃષ્ણએ કહ્યું છે, કે દરેક માણસે જીવનમાં અનુશાસનનું પાલન કરવું જ જોઈએ. કારણ કે શાસનથી જ સફળતાનો પુલ તૈયાર થાય છે. (૮.) આપણે કોઈપણ કામ કરવા માટે યોગ્ય આયોજન કરવું જરૂરી હોય છે. અને મહાભારતમાં બનેલી ઘટનાઓ તેનું પ્રમાણ છે કે આયોજનના બળ ઉપર આપણે કોઈપણ કામને સફળ બનાવી શકીએ છીએ.

ભગવાન શ્રીકૃષ્ણની આ વાતો તમને કેટલી પણ વિકટ પરિસ્થિતિ કેમ ન હોય તેમાં ખુશ રહેવાની શક્તિ પૂરી પાડે છે. જો તમારા જીવન માંથી પણ ખુશીઓ અદ્રશ્ય થઇ ગઈ તો આ ટીપ્સને અપનાવીને તમે આનંદિત થઇ શકો છો. જય શ્રીકૃષ્ણ.