વોટ્સએપ યુનિવર્સીટીના નકલી જ્ઞાનના લપેટામાં આવી કિરણ બેદી, ચઢી ગઈ ટ્રોલર્સના હાથે

0
354

પુડુચેરીની ઉપરાજ્યપાલ કિરણ બેદી સોશિયલ મીડિયા પર પોતે મુકેલા એક વીડિયોને લઈને ચર્ચામાં છે. તમે કહી શકો છો કે કિરણ બેદી માટે શનિવારનો દિવસ સારો નથી રહ્યો. તેમને તે દિવસે સવારથી સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં એમને ટ્રોલ કરવાનું કારણ એ છે કે, દેશની પહેલી મહિલા આઈપીએસ કિરણ બેદીને સૂર્યના અવાજમાં ૐ નો ધ્વનિ સંભળાય છે. એવું અમે નહિ, એમની એક ટ્વીટ કહી રહી છે.

કિરણ બેદીએ તથ્યની તપાસ કર્યા વગર એક વિડીયો ટ્વીટર પર પોસ્ટ કર્યો, એ પછી ટ્રોલર્સ એમને વોટ્સએપ યુનિવર્સીટીની સ્ટુડન્ટ જણાવી રહ્યા છે. લોકોએ એમના પર ઘણા મીમ્સ બનાવ્યા છે જેમાંથી અમુક નીચે મુજબ છે, જેને તમે જોઈ શકો છો. જણાવી દઈએ કે સૂરજમાંથી નીકળતા અસલી અવાજનું રેકોર્ડિંગ નાસાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. પણ કિરણ બેદીએ એક ફેક વીડિયોની તપાસ કર્યા વગર તેને પોસ્ટ કરી દીધો હતો અને હવે તે ટ્રોલ થઈ રહી છે.

 

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.