WhatsApp નિયમોનો સ્વીકાર ન કરવા પર એકાઉન્ટ કરવું પડશે ડીલીટ

0
251

WhatsApp ના નવા નિયમો ન માન્યા તો ડીલીટ થઇ શકે છે તમારું એકાઉન્ટ, જાણો પુરી જાણકારી. જો તમે પણ વોટ્સએપ યુઝર છો, તો તમારી માટે આ જાણવું ખુબ જરૂરી છે કે નવા વર્ષથી આ એપની સર્વિસના નિયમોમાં બદલાવ થનાર છે. તે બદલાવ આવતા વર્ષ 8 ફેબ્રુઆરી થી લાગુ થઇ શકે છે. એટલું જ નહિ આ બદલાવો પછી જો તમે વોટ્સએપના ટર્મ ઓફ સર્વિસ સ્વીકાર નહિ કરશો, તો ત્યારે તમારે પોતાનું એકાઉન્ટ ડીલીટ કરવું પડશે. સરળ ભાષામાં જણાવીએ તો વોટ્સએપના નિયમોનું સ્વીકાર કર્યા પછી જ તમે તેનો ઉપયોગ કરી શકશો.

વોટ્સએપથી જોડાયેલ જાણકારી આપનારી વેબસાઈ wabetainfoડોટcomની રિપોર્ટ અનુસાર આવતા વર્ષે આ મેસેજિંગ એપ પોતાની સર્વિસમાં ઘણા બદલાવ કરવા જઈ રહ્યો છે. તેમાં બે મુખ્ય શરતોનું પાલન કરવાનું કહેવામાં આવશે.

પહેલી વોટ્સએપ પોતાના ડેટાને કેવી રીતે પ્રોસેસ કરે છે. બીજું બિઝનેસ માટે તમારું વોટ્સએપ ચેટને સ્ટોર કરવા અને સંચાલિત કરવા માટે ફેસબુક દ્વારા હોસ્ટ કરવામાં આવેલ સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે. એન્ગ્રી વિકલ્પ પર ટેપ કરીને યુઝર્સ શરતોનું સ્વીકાર કર્યા પછી જ એપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. જો તમે અસ્વીકાર કરો છો, તો તમારી પાસે તમારા એકાઉન્ટને ડીલીટ કરવાનું વિકલ્પ આવશે.

આવનારા સમયમાં આ નવી શરતોની ઘોષણા કરવામાં આવશે. જાણકારી અનુસાર વોટ્સએપે પણ આ શરતોને લાવવાની તૈયારી કરી લીધી છે. આવનારા દિવસોમાં કંપની તેનાથી સંબંધિત જાણકારી આપી શકે છે. હમણાં આ બધા બદલાવો પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે નવા વર્ષમાં તેના લાગુ કરી દેવામાં આવશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.