કૂતરો તમને કરડવા આવે ત્યારે શું કરવું? આ છે એવી 6 ટિપ્સ જે કૂતરો કરડવા આવે તો કરી શકો છો.

0
3046

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. ઘણીવાર એવું થાય છે કે આપણે ક્યાંય જઈએ તો કુતરાઓને આપણે અજાણ્યા લાગ્યે, તો એ ભસવાનું શરુ કરી દે છે. અને કોઈક વાર તો તે અચાનક જ આપણી પર હુમલો કરી દે છે. પણ શું તમે જાણો છો કે, કૂતરો ક્યારેક તમારા પર અચાનક હમલો કરી નાખે તો તમારે શું કરવું જોઈએ?

સામાન્ય રીતે મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં ગભરાઈ જાય છે અને ભાગવા લાગે છે. એ કારણે કુતરા હજુ વધારે ગુસ્સે થાય છે. પણ આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરશો તો તમે કુતરાના હુમલાથી બચી શકો છો.

કૂતરો હુમલો કરે તો શું કરવું?

૧. ઘભરાવું નહિ :

મિત્રો, જણાવી દઈએ કે ક્યારેય પણ આવી પરિસ્થતિમાં ગભરાવું જોઈએ નહિ અને ભાગવાનું પણ નથી. કોઈપણ પ્રાણી તરત માણસની ફીલિંગ સમજતા નથી. આથી કૂતરાને ડરાવવા, ઘમકાવવા પર તે વધારે ગુસ્સે થઇ જાય છે. જો કૂતરાને આવું લાગે કે, તે તમને ગભરાવી શકતો નથી તો તે તમારા પર હુમલો કરતા પાછળ પડી શકે છે.

૨. ભાગવું નહિ :

તેમજ આવી પરિસ્થિતિ સર્જાય તો ત્યાંથી ભાગવાનું નથી. કારણ કે તમે ક્યારેય પણ કુતરા કરતા વધારે ઝડપી ભાગી શકો નહિ. ભાગવાથી તમે કૂતરાને વધારે ગુસ્સો અપાવો છો, અને તેને હુમલો કરવા માટે વધારે ઉકસાવી રહ્યા છો.

૩. જ્યાં છો ત્યાં ઉભા રહી જાઓ :

જણાવી દઈએ કે, આવા સમયે જો તમે ભાગશો તો કૂતરાને ભયનો અનુભવ થશે, ત્યાં જયારે તમે એક જગ્યા પર ચુપચાપ ઉભા રહી જાઓ તો કૂતરાને તમારાથી ભયનો અનુભવ થતો નથી અને તે તમારા પર હમલો કર્યા વિના દૂર ભાગી જાય છે.

૪. આંખો સાથે આંખો ના મેળવો :

આ ઉપરાંત તમે સીધા કુતરાઓની આંખો સાથે આંખો મેળવો નહીં. કારણ કે આવું કરવાં પર તે વધારે ગુસ્સે થઇ જાય છે. એટલા માટે આવી પરિસ્થિતિ પર આઈ કોન્ટેક્ટ્સને અવોઇડ કરો અને કુતરાના સામે ન ઉભા રહી આસપાસ થઇ જવું. અને આ વાત સિહ, વાઘ જેવા પ્રાણીઓ સાથે પણ લાગુ પડે છે. એટલે ક્યારેય પણ એમની આંખોમાં આંખો નાં મિલાવો. જો તમે એવું કરો છો તો એનો અર્થ છે કે તમે તેની સાથે લડવા માંગો છો.

૫. મૂક્કો બનાવો :

આવા સમયે ખુદને બચાવવા માટે મુઠ્ઠી બાંધી લેવી જોઈએ. આવું કુતરા સાથે લડવા માટે નહિ, પણ પોતાને આનાથી પ્રોટેક્ટ કરવા માટે કરવાનું છે.

૬. કૂતરાની બીજી વસ્તુ ઉપર નજર કરાવવી :

આવા સમયે જો તમારા હાથમાં કંઈક સમાન છે, તો તેને બીજી દિશામાં ફેંકી દો. જેમ કે હાથમાં બોટલ હોય તો બીજી દિશામાં ફેંકી દેવાની છે. જો હાથમાં કંઈ ના હોય તો જમીન પરથી કંઈક ઉઠાવીને બીજી દિશામાં ફેંકવું. આનાથી કૂતરો તમે જે વસ્તુ ફેંકી છે, તેની તરફ ચાલ્યો જશે.

જો હુમલો કરી નાખે તો શું કરવું?

અને જો તમામ પ્રયત્નો કર્યા પછી પણ કૂતરો તમારા પર એટેક કરે, તો કૂતરાના નાક, ગળું, પીઠ કે માથા પર મારવું.

અને મદદ માટે જોરથી બૂમ પાડવી. આવામાં તમારી આસપાસનો કોઈ વ્યક્તિ તમારો આવાજ સાંભળીને તમારી મદદ કરવા આવી શકે છે.

તેમજ કૂતરાને તમારા ચહેરા પર કે ગળા પર આવવા દેવાનો નથી. એ સમયે એવા પ્રયત્ન કરો કે, કૂતરો અને તમારી વચ્ચે કોઈ વસ્તુ આવી જાય. કૂતરાને જમીન પર પોતાના વજનથી દબાવવાની કોશિશ કરો.

જાણકારી માટે જણાવી દઈએ કે, કુતરાનું સૌથી મોટું હથિયાર હોય છે તેના દાંત. જો તમે કોઈ રીતે તેનું ગળું પકડી લો છો તો પછી તમે ઘણા હદ સુધી બચી શકો છો.

અને આવો કોઈ અકસ્માત થયા પછી તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ. ભલે ઇજા ઓછી હોય પણ ડોક્ટર પાસે જવાનું તો છે જ. આવું કરવાથી તમે મોટું ઇન્ફેક્સન થતું રોકી શકો છો.

અને આવું કંઈક થવા પર એ વિસ્તારના કૂતરાની રિપોર્ટ પણ કરો. જે પણ તમારી સાથે થયું છે, તે પુરા રિપોર્ટમાં લખવું. જેનાથી બીજા લોકોનો જીવ મુશ્કેલીમાં ન મુકાય અને ઇજા થાય નહિ.