વાવાઝોડા સમયે શું કરવું અને શું જ કરવું એ જાણી લો, જેથી તમે પોતાને અને પરિવારને સુરક્ષિત રાખી શકો.

0
2196

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. કુદરત કયારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે એ વિષે કોઈ ચોક્કસ જાણકારી મળેવી શકાતી નથી. તેથી આપણે હંમેશા સતર્ક રહેવું જોઈએ. અને આ વાતને ધ્યાનમાં રાખીને, આજે અમે તમારા માટે વાવાઝોડા સમયે કઈ રીતે પોતાને સાચવવા એ બાબત વિષેની જાણકારી લઈને આવ્યા છીએ.

આજે અમે તમને જણાવીશું કે, જયારે તમે વાવાઝોડાની અસર વાળા વિસ્તારમાં હોવ ત્યારે તમારે
શું કરવું જોઈએ? વાવાઝોડું આવવા પહેલા કેવી તૈયારી કરવી? વાવાઝોડા સમયે શું કરવું? અને વાવાઝોડું ગયા પછી શું કરવું? આ તમામ પ્રશ્નોના જવાબ તમને અહીં મળશે.

વાવાઝોડા પહેલા કરો આ તૈયારી?

આવા સમયે સમાચારો અને ચેતવણીને સતત સાંભળતા રહો.

તમારા રેડિયોને ચાલુ હાલતમાં રાખો. એને સારી રીતે ચકાસી લો.

તમારા રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો, તેમજ બાંધકામને લાગતી ક્ષતિઓ દુર કરો.

તેમજ તમારા વિસ્તારના સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરો.

તમારા ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી દો.

જો તમે માછીમાર છો તો દરિયામાં જવાનું રદ કરો, અને તમારી બોટ સલામત જગ્યાએ લાંગરી દો.

જો તમે અગરીયા છો તો તરત જ ત્યાંથી કોઈ સલામત સ્થળે ખસી જાવ.

તમારા અને પરિવારના તમામ સભ્યો માટે સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો.

આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો.

વાવાઝોડા દરમ્યાન શું કરવું?

રેડિયો પર મળતા સમાચારો સાંભળતા રહો અને એમાં અપાતી સૂચનાઓનું પાલન કરો.

વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ જરા પણ કરવું નહિ.

જર્જરિત મકાન તેમજ વૃક્ષ નીચે આશ્રય લેવો નહિ અને અન્યને પણ એની સમજ આપવી.

વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, અને અન્યને પણ બંધ કરવાં સલાહ આપવી.

વાવાઝોડા સમયે રેલ મુસાફરી અને દરિયાઈ મુસાફરી કરવી હિતાવહ નથી.

વીજળીના થાંભલાથી દુર રહેવું અને બીજાને પણ દુર રહેવા સલાહ આપવી.

દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે વીજ લાઈનોની નજીક ઉભા રહેવું નહિ.

માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

અગરીયાઓએ તરત જ અગરો છોડીને સલામત સ્થળે આશ્રય લેવો.

ખોટી અથવા અધુરી જાણકારી વાળી માહિતી તેમજ અફવા ફેલાવવી નહિ, આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડું ગયા બાદ શું કરવું?

બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલીટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીની મદદ લેવી.

જરૂર પડ્યે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદ કરવી, એમનો બચાવ કરવો અને એમને સલામત સ્થળે લઇ જવા.

ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા એમના સંપર્કમાં સતત રહેવું.

વાવાઝોડાના અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.