ગરુડ પુરાણ દ્વારા જાણો માતાના ગર્ભમાં બાળકે કેવા પ્રકારની પીડાઓ સહન કરવી પડે છે

0
1206

આપણા દેશમાં ઘણા બધા પૌરાણિક શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. અને તે દરેક ખુબ જ અમુલ્ય છે. આ શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર છે ગરુડ પુરાણ. આ પૌરાણિક શાસ્ત્રમાં પ્રભુ શ્રી નારાયણ વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. તેમજ તેમાં મૃત્યુ, પાપ અને પુણ્ય વચ્ચેના સબંધ વિશે પણ જણાવવામાં આવ્યું છે. અને આજે અમે તમને ગરુડ પુરાણ અનુસાર બાળકે માતાના ગર્ભમાં કેવા પ્રકારની પીડા સહન કરવી પડે છે, એના વિશે જણાવવાના છીએ.

પુરાણોની સંખ્યા 18 છે. તેમાંથી ગરુડ પુરાણ એક ખુબ જ વિશેષ પુરાણ ગણવામાં આવ્યું છે. આપણે ગર્ભમાં ઉછરતા બાળક વિશે વાત કરવાના છીએ તો પહેલા એ જણાવી દઈએ કે, જ્યારે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ આવે છે, ત્યારે તેમના ગર્ભમાં શીશુની ઉત્પતિ થવાની સંભાવનાઓ રહે છે. ધાર્મિક રીતે જોઈએ તો માસિક સમયગાળા દરમિયાન સ્ત્રી અપવિત્ર ગણાય છે. આ સમયગાળો ૩ દિવસ નો હોય છે અને આ ત્રણ દિવસના સમયગાળામાં પ્રથમ ત્રણ દિવસે સ્ત્રી અંડાલી, બ્રહ્માધાતીન અને ધોબણ સમાન માનવામાં આવે છે. આ ત્રણ દિવસો સ્ત્રીઓ માટે નરક સમકક્ષ હોય છે.

મિત્રો તમે બધા એ તો જાણો જ છો કે, પુરુષનું વીર્ય જ્યારે સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ગર્ભનું નિર્માણ થાય છે. અને આ બધું પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે. શરૂઆતમાં તે જીવ સુક્ષ્મ કણ સમાન, પાંચ દિવસ વ્યતીત થયા બાદ આ જીવ નાના પરપોટા સમાન અને દસ દિવસ વ્યતીત થયા બાદ આ જીવ બોર સમાન દેખાય છે, અને એક માસ પછી આ જીવ માંસના પીંડ જેવડો આકાર ધારણ કરે છે. અને થોડા સમય પછી એ શિશુના મસ્તિષ્ક તથા હાથ અને પગ જેવા અંગોનો વિકાસ થવાની શરૂઆત થાય છે.

જ્યારે ગર્ભમાં રહેલું બાળક ત્રીજા માસમાં પ્રવેશે છે, ત્યારે તેના નખ, લિંગ, નાક, હાડકા, કાન, મુખ વગેરે પ્રકારના અંગોનું નિર્માણ થાય છે. ચોથા મહીને ત્વચા, માંસ, રક્ત, મજ્જા વગેરેનું નિર્માણ થાય છે. પાંચમાં મહિનાની શરૂઆત થાય છે ત્યારે એ બાળકને ભૂખ અને તરસની અનુભૂતિ થવા લાગે છે. અને જયારે પાંચમો મહિનો બેસી જાય છે, ત્યાર પછી આ બાળક માતાના ગર્ભની દિવાલમાં વીંટોળાઈને તેમા જ ઘૂમ્યા કરે છે.

જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન માતા જે પણ આહારનું સેવન કરે છે, તે જ આહારનું શિશુ પણ સેવન કરે છે. જેનાથી અમુક પ્રકારના બેક્ટેરિયાનું નિર્માણ થાય છે, જે શિશુને ઘણીવાર હાનિ પહોચાડતા હોય છે. અને આ બેક્ટેરીયાના કારણે શિશુ ઘણી વખત ગર્ભમાં બેહોશ પણ થઈ જાય છે. જો એક ગર્ભવતી સ્ત્રી વધુ પડતા તીખા-તળેલા ખોરાકનું સેવન કરે, તો તે ગર્ભમાં રહેલા બાળક માટે ખૂબ જ નુકશાનદાયક બની શકે છે.

ઘણી વાર આ કારણોસર બાળકના મસ્તિષ્કના ભાગ નીચે અને પગ ઉપરની તરફ ચાલ્યા જાય છે, જેના કારણે બાળક ગર્ભમાં હરીફરી શકતુ નથી અને શરીરના એક ભાગમાં એક જગ્યાએ ફસાઈ જાય છે. જ્યારે શિશુ સાતમા માસમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનામાં જ્ઞાનનું વહન થતુ હોય છે, અને તેનામાં સ્મરણ શક્તિનું નિર્માણ થતુ હોય છે.

શાસ્ત્રોક્ત રીતે વાત કરીએ તો આ પીડા સહન કરતા એ શિશુ પ્રભુ શ્રી નારાયણનું સ્મરણ કરે છે અને પ્રભુને કહે છે કે, “હે પ્રભુ મેં મારા છેલ્લા જન્મમાં મારા કુટુંબ માટે જે પણ શુભ કાર્યો કર્યા હોય, તે લોકો તો હવે જતા રહ્યા પરંતુ અત્યારે આ એકલતાની પીડા હું સહન કરી રહ્યો છું. હે પ્રભુ, માટે આ યોનીમાંથી મને બહાર કાઢો અને બહાર નીકળીને મારે તમારા ચરણોને સ્પર્શ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવી છે.”

આ શિશુ ગર્ભમાંથી બહાર નીકળવા માટે પ્રભુને ખુબ જ પ્રાથના કરે છે અને કહે છે, “હે પ્રભુ, હું આ ભૂખ અને તરસથી ખુબ જ વ્યાકુળ છું મારે આ ગર્ભમાંથી બહાર નીકળવુ છે. તમે મને ક્યારે બહાર કાઢશો?”

પછી જયારે એ બાળક ગર્ભમાંથી બહાર આવે છે, ત્યારે તેને ગર્ભમાં ઘટીત તમામ ઘટનાઓ યાદ આવતી જાય છે, તથા જે જ્ઞાન તેને પ્રાપ્ત થયુ હોય તેના સંસ્મરણો વિસરતા જાય છે, અને આ પીડા સહન કરીને જયારે તે બહાર આવે છે એટલા માટે જ બાળક જન્મના સમયે ખૂબ જ રડતું હોય છે.

જે સમયે શિશુ ગર્ભમાંથી નીકળે છે, એટલે તે પ્રભુ નારાયણની માયાથી મોહિત થઈ જાય છે અને કઈ જ બોલી ચાલી શકતો નથી અને ત્યારબાદ તે બાળપણની અનેક સમસ્યાઓને ભોગવે છે. તો ગરુડ પુરાણમાં કંઈક આ રીતે બાળકે ગર્ભમાં સહન કરવી પડતી પીડા વિશે જણાવવામાં આવ્યું છે.