જાણો મ્યુનિસિપાલીટીની TP સ્કીમ કોને કહે છે, અને તેમાં કઇ કઇ સુવિધાનો સમાવેશ થાય છે.

0
2924

તમને ખબર છે TP એટલે શું, જાણો તમે જેના માટે વેરો ભરો છો એ વસ્તુ તમને મળે છે કે નહિ.

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે આપણે ટીપી(TP) વિષે વાત કરવાના છીએ. ઘણા લોકોને પૂછવામાં આવે કે, TP એટલે શું? તો એના જવાબમાં માત્ર એટલું સાંભળવા મળે છે કે TP એટલે ટાઉન પ્લાનિંગ(Town Planning). હા, TP નું ફૂલ ફોર્મ ટાઉન પ્લાનિંગ થાય છે. પણ એની અંદર બીજી કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એના વિષે ઘણા ઓછા લોકોને માહિતી હોય છે.

(નોંધ : ઉપર દેખાડેલો ફોટો ફક્ત ધ્યાન આકર્ષવા માટે છે.)

આજે અમે તમને TP વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમને આપવાના છીએ. આજે આ લેખના માધ્યમથી અમે તમને એમાં સમાવિષ્ટ સુવિધાઓ વિષે જણાવીશું. કારણ કે એક જાગૃત નાગરિક તરીકે તમને આ વાતો ખબર હોવી જોઈએ. તો આવો જાણીએ TP વિષેની જરૂરી જાણકારી.

મિત્રો, TP એટલે કે અંદાજે 1 એક કિલોમીટર બાય 1 એક કિલોમીટરના એરીયાને TP (ટાઉન પ્લાનિંગ) કહેવાય છે. દરેક શહેરને આ રીતે TP બનાવીને વિભાજીત કરેલા હોય છે. જો આપણે સુરત શહેરની જ વાત કરીએ તો, સુરત શહેરમાં અંદાજે કુલ 128 TP ઓ છે. પણ મિત્રો, હવે જે માહિતી તમે જાણશો એ જાણ્યા પછી તમને ખબર પડશે કે આપણું તંત્ર કેવું કામ કરી રહ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, સુરતમાં 128 TP માંથી અંદાજે લગભગ 38 TP ઓ જ ફાઈનલ થઈ છે. બાકી બધી હજુ પણ કાગળ પર જ છે. હવે એ જણાવી દઈએ કે, TPMC કાયદા 1 એક મુજબ TP ઓની નિમણૂક થયા બાદ TP ઓ ફાઇનલ કરવા માટે કુલ 18 મહીનાની મૂદત હોય છે. અને સુરતમાં 18 વર્ષ પહેલાં TP ઓની નિમણૂક થઇ હોવા છતાં 128 માંથી માત્ર 38 TP ઓ જ ફાઈનલ થઈ છે. તો આ છે તંત્રની કામગીરી.

મિત્રો, જણાવી દઈએ કે, એક TP ની અંદર કુલ 12 જેટલી સુવિધાઓ આપવામાં આવે છે, જે નીચે મુજબ છે.

1. પ્લે ગ્રાઉન્ડ.

2. ગાર્ડન.

3. પાર્કિંગની સુવિધા.

4. શાકભાજી માર્કેટ.

5. સરકારી શાળા.

6. સરકારી દવાખાનું.

7. વાંચનાલય.

8. કોમ્યુનિટી હોલ.

9. ઓપન પાર્ટી પ્લોટ.

10. વડીલો માટે શાંતિ કુંજ.

11. સ્વિમિંગ પુલ.

12. જાહેર ટોયલેટ બોક્સ.

આ સુવિધાઓ સિવાય આજુબાજુની TP ને ધ્યાનમાં રાખીને અમુક અંતરે એકાદ ફાયર સ્ટેશન હોવું જોઈએ, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આગ લાગે ત્યારે માત્ર 5 જ મિનિટમાં ત્યાં ફાયર બ્રિગેડની સેવા મળી રહે. અને 1,00,000 ની વસ્તી વાળા વિસતારમાં નિયમ પ્રમાણે 1 ફાયર સ્ટેશન હોવું જોઈએ. છતાં પણ અમુક વિસ્તારોમાં આમાંથી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ જ નથી.

જો આપણે સુરત રેલવે સ્ટેશનથી લઈને સરથાણા સુધીના વિસ્તારની વાત કરીએ, તો એમાં અંદાજે 15 થી 20 લાખ લોકોની વસ્તી છે. પણ ત્યાં ફાયર સ્ટેશન માત્ર એક જ છે. અને બીજું છે મોટા વરાછામાં. હવે આટલા મોટા વિસ્તારોમાં આટલા ફાયર સ્ટેશન કઈ રીતે ચાલે? તંત્ર પોતાની જવાબદારીને તો જોતું જ નથી.

મિત્રો, આટલું વાંચીને એક વાર તમારા વિસ્તારની TP માં આ બધી સુવિધાઓ છે કે નહી એ જરૂરથી વિચાર જો. કારણ કે દરેક નાગરિક વેરો ભરે છે, હપ્તો નથી ભરતો.

નાગરિકો જાગૃત બનો.