ધરતીની અંદર શું છે? એ જાણવા માટે વૈજ્ઞાનીકોએ ખોદયો હજારો ફૂટ ઊંડો ખાડો, પછી દેખાયું કંઈક આવું.

0
2309

આપણી પૃથ્વી ઘણી મોટી છે. અને એની રચના અચરજ પમાડે એવી છે. અને અહિયાં ઘણી બધી વસ્તુઓ એવી છે, જે એના વિષે હજુ સુધી માણસને કોઈ જાણકારી નથી. વેજ્ઞાનિકોએ પૃથ્વી વિષે ઘણી બધી શોધો કરી છે. છતાં પણ આજે ઘણી બધી એવી વસ્તુ છે, જેના વિષે કોઈ પણ જાણકારી નથી મેળવી શકાઈ.

પણ આપણા વેજ્ઞાનિકો હંમેશા હિમ્મત હાર્યા વગર પૃથ્વીના આ રહસ્યોને ઉકેલવામાં લાગી રહે છે. તેવામાં વેજ્ઞાનિકોના મનમાં તેમજ સામાન્ય માણસના મનમાં પણ પૃથ્વીને લઈને કોઈ ને કોઈ પ્રશ્ન થતા રહે છે. જેમ કે પૃથ્વીની કેટલા અંદર સુધી એક માણસ જઈ શકે છે.

કોઈક વાર તમારા મનમાં પણ એવો પ્રશ્ન ઉઠતો હશે કે, આપણું આ બ્રહ્માંડ તો કેટલું વિશાળ છે. તો પછી શું આપણા સિવાય પણ દુનિયામાં ક્યાય બીજે પણ જીવન છે? અને એવા બીજા પણ ઘણા બધા પ્રશ્ન છે, જેના જવાબ જાણવામાં કદાચ સમય લાગશે. પરંતુ આજે અમે તમને એક એવા જ સમાચાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ સમાચારમાં અમે તમને જણાવવાના છીએ, કે થોડા વેજ્ઞાનિકોએ તે વાત જાણવાનો પ્રયાસ કર્યો કે છેવટે પૃથ્વીની અંદર કેટલા અંતર સુધી જઈ શકાય છે.

એ માટે એમણે ઘણો જ મુશ્કેલ પ્રયત્ન કર્યો હતો. અને આ પ્રયત્નો પછી જે જાણકારી સામે આવી છે, તે ઘણી જ ચોંકાવનારી છે. રિસર્ચ અને પ્રયોગ કરીને આ જાણકારી એકઠી કરવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડી હતી. પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે, તેમણે પૃથ્વી પર ધરતીના પેટાળ સુધી પહોંચવા માટે એક તરફ ખાડો ખોદવાનું શરુ કરી દીધું, અને તે સતત ખાડો ખોદતા ગયા. તેઓ લગભગ ૧૧૦૦૦ મીટરનો ખાડો ખોદવામાં સફળ રહ્યા.

વૈજ્ઞાનિકોને એ જાણકારી તો હતી કે તે સ્થળે પૃથ્વીનું તાપમાન ઘણું વધુ હશે, અને તેઓ જેમ જેમ નીચે જઈ રહ્યા હતા એમ તેમ પૃથ્વીની અંદરનું તાપમાન વધતું જ જઈ રહ્યું હતું. ઘણી વધારે ગરમીને કારણે તેમનું મશીન પણ ખરાબ થઇ ગયું. પરંતુ તેમ છતાં પણ તેમણે હાર ન માની. પણ તેમના આ ખોદકામને કારણે બીજા ગામ બરબાદ થઇ ગયા.

મળેલી જાણકારી અનુસાર વેજ્ઞાનિકોએ જયારે આ કામ શરુ કર્યુ હતું, ત્યારે તેમની ટીમને કદાચ એ ખબર ન હતી કે એમનાથી કેટલે અંદર સુધી જઈ શકાશે. આમ તો તેમની પાસે પૂરતા સાધન ન હોવા છતાં પણ તેમણે ખાડો ખોદવાનું ચાલુ રાખ્યું. વૈજ્ઞાનિકોની ટીમને પણ ખબર ન હતી કે પૃથ્વીની નીચેનું આ તાપમાન આટલું ગરમ મળશે કે તે એમના અતિઆધુનિક સાધનોને પણ ખરાબ કરી શકે છે.

સુરક્ષા માટે ખાડો ખોદતી વખતે ટીમ અને ડ્રીલ કરવા વાળા મજુરોએ આધુનિક સુટસ પહેરેલા હતા. પરંતુ ૧૧૦૦ મીટરની ઊંડાઈએ જઈને તાપમાન સહન કરવું મુશ્કેલ બની ગયું હતું, અને તેની સાથે જ મશીન ખરાબ થવાને કારણે જ વેજ્ઞાનિકોની ટીમ અને મજૂરોને ખાડા માંથી બહાર આવવું પડ્યું. કારણ કે સંજોગ એવા બની ગયા હતા કે, જો તેઓ વધુ અંદર જવાનો પ્રયત્ન કરતે તો કદાચ તેમના ઘણા મજુર કે ટીમના ઘણા સભ્યોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે તેમ હતું.

અને આપણે વપરાશમાં લઈએ છીએ તે ખનીજ પદાર્થ પણ પૃથ્વીના ઘણા ઊંડાણ માંથી જ મળી આવે છે. જેને ખોદીને કાઢવામાં આવે છે. ત્યાર પછી તેની ઉપર ઘણા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે, પછી જ તે ઉપયોગ કરવા લાયક બને છે.