શુ છે આર્ટીકલ 35A અને આર્ટીકલ 370, અને તે જમ્મુ કશ્મીરને કયા અધિકાર આપે છે જાણો વધુ માહિતી

0
969

આર્ટીકલ 35A, 14 મે 1954 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવો આર્ટીકલ 35A જોડી દેવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના આર્ટીકલ 370 માં જમ્મુ કશ્મીરને એક વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. હાલમાં ભારત સરકાર આ બંને આર્ટીકલોને દુર કરી જમ્મુ કશ્મીરને મળતા તમામ વિશેષ અધિકાર દુર કરવા માંગે છે.

આર્ટીકલ 35A અને આર્ટીકલ 370 ભારતના બંધારણમાં બે એવા આર્ટીકલ છે, જે જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ અધિકાર પ્રદાન કરે છે. આર્ટીકલ 370 ને ભારતીય બંધારણમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને જમ્મુ કશ્મીરના મહારાજા હરી સિંહ વચ્ચે થયેલા કરાર પછી જોડવામાં આવ્યો હતો.

“દિલ્હી કરાર” વર્ષ 1952 માં જમ્મુ અને કશ્મીરના તત્કાલીન પ્રધાનમંત્રી શેખ અબ્બ્દુલા અને ભારતના પ્રધાનમંત્રી નહેરુ વચ્ચે થયા હતા. આ કરારમાં ભારતની નાગરિકતા અને જમ્મુ અને કશ્મીરના રહેવાસીઓ માટે પણ ખોલી આપવામાં આવ્યો હતો એટલે જમ્મુ અને કશ્મીરના નાગરિક પણ ભારતના નાગરિક માની લેવામાં આવ્યા હતા. વર્ષ 1952 ના દિલ્હી કરાર પછી જ 1954 નો વિવાદિત કાયદો ‘આર્ટીકલ 35A’ બનાવવામાં આવ્યો હતો.

(શેખ અબ્બ્દુલા અને નહેરુજીનો દિલ્હી કરાર ઉપર સહી કરતો ફોટો)

જમ્મુ કશ્મીરની બંધારણ 1956 માં બનાવવામાં આવ્યું હતું. આ બંધારણ મુજબ જમ્મુ કશ્મીરના સ્થાનિક નાગરિક તે વ્યક્તિ છે જે 14 મે 1954 ના રોજ રાજ્યના નાગરિક રહ્યા હોય, કે પછી તે પહેલા 10 વર્ષથી રાજ્યમાં વસતા હોય. સાથે જ તેમણે ત્યાં મિલકત વસાવી હોય.

આર્ટીકલ 35A શું છે?

આર્ટીકલ 35A બંધારણમાં રહેલી જોગવાઈ છે જે જમ્મુ અને કશ્મીર વિધાનમંડળને તે અધિકાર પૂરો પાડે છે કે, તે એ નક્કી કરે કે જમ્મુ અને કશ્મીરના સ્થાનિક રહેવાસી કોણ છે અને કોને સાર્વજનિક વિસ્તારની નોકરીઓમાં વિશેષ અનામત આપવામાં આવશે? કોને સંપત્તિ ખરીદવાના અધિકાર હશે? કોને જમ્મુ અને કશ્મીર વિધાનસભા ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળશે? કોને શિષ્યવૃત્તિ અને બીજા પ્રાથમિક લાભ અને સમાજ કલ્યાણ કાર્યક્રમોના લાભ મળશે? આર્ટીકલ 35Aમાં એ જોગવાઈ છે કે, જો રાજ્ય સરકાર કોઈ કાયદાને પોતાના હિસાબે બદલે છે, તો તેને કોઈ પણ કોર્ટમાં પડકારી નહિ શકાય.

આર્ટીકલ 35A, જમ્મુ કશ્મીરને રાજ્ય તરીકે વિશેષ અધિકાર આપે છે. તેના હેઠળ આપવામાં આવેલા અધિકાર ‘કાયમી વસવાટ કર્તા’ સાથે જોડાયેલો હોય છે. તેનો અર્થ છે કે જમ્મુ અને કશ્મીર રાજ્ય સરકારને એ અધિકાર છે કે, તે આઝાદી સમયે બીજા સ્થળોથી આવેલા શરણાર્થીઓ અને બીજા ભારતીય નાગરિકોને જમ્મુ કશ્મીરમાં કેવા પ્રકારની સુવિધા આપવી અથવા ન આપવી.

આર્ટીકલ 35A ભારતીય બંધારણમાં ક્યારે જોડાયો?

જેવું કે અમે આગળ જણાવ્યું એમ, આર્ટીકલ 35A, 14 મે 1954 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ બહાર પડ્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવો આર્ટીકલ 35A જોડી દેવામાં આવ્યો.

આર્ટીકલ 35A માં મુખ્ય જોગવાઈ શું છે?

૧. આ આર્ટીકલ કોઈ કશ્મીર બહારના વ્યક્તિને કશ્મીરમાં જમીન ખરીદતા રોકે છે.

૨. ભારતના કોઈ બીજા રાજ્યના રહેવાસી જમ્મુ અને કશ્મીરના સ્થાનિક રહેવાસી નથી બની શકતા, અને તે કારણે અહિયાં મત નથી આપી શકતા.

૩. જો જમ્મુ અને કશ્મીરની કોઈ છોકરી કોઈ બહારના છોકરા સાથે લગ્ન કરી લે છે, તો તેના તમામ અધિકાર સમાપ્ત થઇ જાય છે, સાથે જ તેના બાળકોના અધિકાર પણ સમાપ્ત થઇ જાય છે.

૪. આ આર્ટીકલ ભારતના નાગરિકો સાથે ભેદભાવ કરે છે, કેમ કે આ આર્ટીકલ લાગુ થવાને કારણે ભારતના લોકોને જમ્મુ કશ્મીરના સ્થાનિક રહેવાસીઓને પ્રમાણપત્રથી વંચિત કરી દીધા. જયારે પાકિસ્તાનમાંથી આવેલા ઘુસણખોરોને નાગરિકતા આપી દેવામાં આવી. હમણાં હાલમાં જ કશ્મીરમાં મ્યાનમારથી આવેલા રોહીગ્યા મુસલમાનોને પણ કશ્મીરમાં વસવાટની મંજુરી આપી દેવામાં આવી છે.

વર્તમાનમાં તે દુર કરવાની માંગણી કેમ થઇ રહી છે?

૧. તે દુર કરવા માટે પહેલી એ દલીલ છે કે તે સંસદ દ્વારા લાગુ કરવામાં આવ્યો નથી.

૨. દેશના ભાગલા વખતે મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાંથી શરણાર્થી ભારત આવ્યા. તેમાંથી લાખોની સંખ્યામાં શરણાર્થી જમ્મુ કશ્મીર રાજ્યમાં પણ રહે છે, અને તેમને ત્યાંની નાગરિકતા આપી દેવામાં આવી છે.

૩. જમ્મુ અને કશ્મીર સરકારે આર્ટીકલ 35A દ્વારા તમામ ભારતીય નાગરિકોને જમ્મુ કશ્મીરના સ્થાનિક રહેવાસીના પ્રમાણપત્રથી વંચિત કરી દીધા. આ વંચિતોમાં ૮૦ ટકા લોકો પછાત અને દલિત હિંદુ સમાજના છે.

૪. જમ્મુ અને કશ્મીરમાં લગ્ન કરીને વસવાટ કરનારી મહિલાઓ અને ભારતીય નાગરિકો સાથે પણ જમ્મુ અને કશ્મીર સરકાર આર્ટીકલ 35Aનો આશરો લઈને ભેદભાવ કરે છે.

વર્તમાન સ્થિતિ શું છે?

લોકોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફરિયાદ કરી હતી કે, આર્ટીકલ 35A ના કારણે બંધારણ દ્વારા પ્રાપ્ત એમના મૂળ અધિકાર જમ્મુ કશ્મીર રાજ્યમાં છીનવી લેવામાં આવ્યા છે. એટલે રાષ્ટ્રપતિના આદેશથી લાગુ કરવામાં આવેલ આ ધારાને કેન્દ્ર સરકાર વહેલી તકે રદ્દ કરે.

ઉપર આપવામાં આવેલા તારણોના આધારે એવું કહી શકાય છે કે, જમ્મુ અને કશ્મીરને આર્ટીકલ 35A અને આર્ટીકલ 370 ને કારણે ઘણા બધા વિશેષ અધિકાર મળે છે. જેથી એવું લાગે છે કે ભારતની અંદર એક બીજું ભારત રહેલું છે, જેનું પોતાનું અલગ બંધારણ છે, નાગરિકતા છે અને પોતાનો રાષ્ટ્રીય ઝંડો છે. એવી સ્થિતિ ભારતની એકતા અને અખંડિતતા માટે ઘણું મોટુ જોખમ છે. એટલા માટે ભારત સરકારે આ મુદ્દાને વહેલી તકે ઉકેલવો જોઈએ.