5G શું છે અને તેનાથી શું ફાયદો થશે? જાણો 5G વિશેની દરેક માહિતી.

0
166

ફક્ત ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે જ 5G ઉપયોગી નથી, તેના બીજા પણ ઘણા લાભ છે. ભારતમાં 4G સેલ્યુલર નેટવર્ક ધીમું પડવા લાગ્યું છે. એટલા માટે હવે 5G લાવવાની તૈયારી થઈ રહી છે. સૌથી ઝડપી 4G નેટવર્ક પર સરેરાશ સ્પીડ 45 એમબીપીએસ નોંધવામાં આવી છે. લોકોને આશા છે કે તેને હજુ વધારી શકાય છે. પણ દુનિયામાં સ્માર્ટફોનની વધતી સંખ્યાને જોતા 4G નેટવર્ક પર વધારે ભાર પડી રહ્યો છે.

આને સમજવા માટે માની લો કે એક હાઇવે પર ફક્ત એક જ ગાડી ચાલી રહી છે તો તેની ઝડપ વધારે હશે, અને એજ હાઇવે પર જો 1000 ગાડીઓ આવી જાય તો સ્વાભાવિક રૂપથી ગાડીઓની સ્પીડ ઘટી જશે. આ સમસ્યાને દૂર કરવા માટે 5G લાવવાની તૈયારી થઈ રહી છે.

ચિપ નિર્માતાઓને આશા છે કે 5G નેટવર્કમાં ઇન્ટરનેટની સ્પીડને 1000 એમબીપીએસ સુધી પહોંચાડી શકાશે. સામાન્ય જીવનમાં તેનો અર્થ થાય છે કે 4G ની સરખામણીમાં 10 થી 20 ગણી વધારે ઝડપી ડેટા ડાઉનલોડ સ્પીડ. એક ફિલ્મને ડાઉનલોડ કરવામાં 4G નેટવર્ક પર જ્યાં 6 મિનિટ લાગે છે, 5G નેટવર્ક પર તેને ડાઉનલોડ કરવામાં 20 સેકન્ડ લાગશે.

5G માધ્યમથી આપણે ઝડપી અને વધારે વિશ્વસનીય સંચાર કરી શકીશું. સરકાર દ્વારા બનાવેલી એક પેનલના રિપોર્ટ અનુસાર 5G થી 2035 સુધી ભારતમાં એક લાખ કરોડ ડોલરનો આર્થિક પ્રભાવ પેદા થઈ શકે છે. તેમજ એરિક્શનના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 5G થી 2026 સુધી 27 અરબ ડોલરથી વધારે રાજસ્વની શક્યતા છે. એરિક્શનના એક અન્ય રિપોર્ટ અનુસાર 2026 સુધી દુનિયાના 3.5 અરબ 5G કનેક્શન હશે, જયારે ભારતમાં તેની સંખ્યા 35 કરોડ સુધી પહોંચી જશે.

વિશેષજ્ઞોનું માનવું છે કે, 5G આવ્યા પછી એક ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતાઈ મળશે. ઈ-કોમર્સ, સ્વાસ્થ્ય કેંદ્ર, દુકાનદાર, સ્કૂલ, કોલેજ અને અહીં સુધી કે ખેડુત પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. કોરોના કાળમાં જે રીતે ઇન્ટરનેટ પર દરેકની નિર્ભરતા વધી છે, તેને જોતા 5G આવ્યા પછી તે દરેક વ્યક્તિના જીવનને ઉત્તમ અને સરળ બનાવવામાં મદદ કરશે. એટલા માટે દરેક લોકો તેની રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.