ચા ની ભૂકી માંથી ચા સીવાય બીજું શું બની શકે? અહીં જાણો તેના વિષે.

0
408

જયારે ઘણા બધા લોકોને પૂછવામાં આવ્યું કે, તમે ચા બનાવ્યા પછી તેની ભૂકીનું શું કરો છો? તો મોટાભાગના લોકોનો જવાબ આવ્યો કે, અમે તેને કચરામાં ફેંકી દઈએ છીએ. જો તમે પણ એવું જ કરો છો, તો તમને જણાવી દઈએ કે, તેના બીજા પણ ઘણા ઉપયોગ છે. તમે ચા ની ભૂકીને અન્ય વસ્તુઓમાં પણ વાપરી શકો છો. આવો તમને તેના અન્ય ઉપયોગ જણાવીએ.

તમે ચા ની ભૂકીમાંથી ખાતર બનાવી શકો છો. તે ખાતર લીમડામાં નાખવાથી લીમડો સરસ ઉગે છે. તેમાંથી ગુલાબના છોડ માટે પણ સારું ખાતર બને છે. તેનું ખાતર નાખવાથી ગુલાબના ફૂલો મોટા અને સંખ્યાબંધ આવશે.

તમે તેનું ઓર્ગેનિક ખાતર બનાવીને શાકભાજી ઉગાડી શકો છો, અને તેને ખાઈને તંદુરસ્ત રહી શકો છો.

હીના મહેંદી પલાળતી વખતે તેમાં ચા નું પાણી નાખવામાં આવે છે.

છોલે ચણા બાફતી વખતે તેમાં ચા ની ભૂકીની પોટલી રાખવાથી તે ટેસ્ટી બને છે.

એટલું જ નહિ વપરાયેલી ચા ની ભૂકી ફેસ પેક તરીકે પણ વપરાય છે.

4 ચમચી ચા ને બે ગ્લાસ પાણીમાં નાખી ખૂબ ઉકાળો, અને ઠંડુ પડે એટલે તેમાં મીઠું નાખી એક સ્પ્રે બોટલમાં ભરી લો. રોજ સવારે એનાથી વાળમાં સ્પ્રે કરવાથી ટેમ્પરરી વ્હાઈટ વાળ ગ્રે લુક આપે છે.

એક ચમચી ચા ને એક કપ પાણીમાં ઉકાળીને ગાળીને તેમાં બે ગ્લાસ પાણી ઉમેરવું. તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. રેગ્યુલર રીતે વાળ ધોયા પછી છેલ્લે આ પાણીથી વાળને ધોઈ નાખો. વાળ ચમકદાર બનશે. આ ઘણા લોકોએ અજમાવેલો ઉપયોગ છે.

ચા માં 1 ચમચી દહીં અને 1 ચમચી ગરમ કોપરેલ નાખીને પેસ્ટ બનાવી વાળામાં 30 મિનિટ માટે લગાવો. તમને ખુદને ફરક દેખાશે.

વપરાયેલી ચા ને 3-4 વાર ધોઇ, ખાંડની ચિકાશ કાઢીને ફરી થોડા પાણીમાં ઉકાળો. ઠરે એટલે ગાળીને સ્પ્રે બોટલમાં ભરીને લાકડાના ફર્નીચર પર છાંટીને લૂછી નાખો. ફર્નીચર ચમકશે.

તેમાંથી ઉકાળો બનાવી શકાય છે. ચા પત્તી, ફુદીનો, મરી, તુલસી, સંચળ, મીઠું, લીબું અને કોફી ઉકાળી બ્લેક ટી બનાવો, તે સાંજ માટે બેસ્ટ છે.

તમે શાકભાજી અને ફળોની છાલની એકદમ બારીક પેસ્ટ બનાવી, તેમાં એ પત્તી ઉમેરી દઈને તેમાં પાણી નાખી એક રાત પલાળી રાખી બીજા દિવસે બધા છોડમાં થોડું થોડું રેડી દો. તમારા બધા છોડ ખૂબ જ સરસ ઉગશે.

તેમાંથી જુદા જુદા ફ્લેવર્સની આઇસ ટી બાવવીને મોજ કરો. તેને સંતરાની છાલ સાથે ઉકાળો, ફુદીના સાથે, ધાણા સાથે, તજ સાથે, એલચી સાથે, લવિંગ સાથે, અજમા સાથે પણ ઉકાળી શકો છો. અમેરિકામાં અલપીનીઓ એટલે આપણા ગોલાર મરચાંની ફ્લેવર્ડ આઈસ ટી મળે છે.

મોરોક્કોમાં સહેજ ચા ની ભૂકી, ફુદીનો અને ખાંડ આ ત્રણેય મિક્સ કરી, ખુબ ઉકાળી મિંટ ટી બનાવવામાં આવે છે. તે ખુબ ટેસ્ટી લાગે છે. તેમાં દૂધ નથી ઉમેરતા.

ચા ની ભૂકી અને કોફી ગ્રાઉન્ડની મદદથી પગમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. તેના માટે એક ટબમાં ગરમ પાણી નાખો અને તેમાં ચા ની ભૂકી ઉમેરો. તે ટબમાં તમારે 10 મિનિટ સુધી પગ મૂકી રાખવા. તેનાથી પગમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

એટલું જ નહીં જે લોકોના હોઠની ચામડી કાળી પડી ગઈ છે, એવા લોકો ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડને કોઈપણ તેલમાં મિક્સ કરીને હોઠ પર લગાવો. તેને 2 મિનિટ સુધી હોઠ પર ઘસવું. જો તમે ઈચ્છો તો તેલની જગ્યાએ ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડમાં મધ પણ ઉમેરી શકો છો.