વજન ઘટાડવા માટેનું ચૂર્ણ, આ ચમત્કારી ચૂર્ણ 1 અઠવાડિયામાં 3 થી 4 કિલો વજન ઓછું કરી શકશે, જાણો એના વિષે

0
6880

મોટાપો આજકાલ ઘણા બધા લોકોની સમસ્યા બની ગયો છે. અને તે માત્ર આપણે ત્યાં જ નહિ પણ વિદેશોના લોકોમાં પણ જોવા મળે છે. એક તો તે શરીરને કદરૂપું બનાવે છે અને શારીરિક કામોમાં પણ મુશ્કેલી ઉભી કરે છે. તેમજ સાથે જ બીજી બીમારીઓ લઈને આવે છે એ તો અલગ. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો જાતજાતના ઉપાયો પણ કરે છે. એની પાછળ સમય અને પૈસા બંને બગાડે છે, પણ તેનું પરિણામ મળતું નથી.

ઘણા કિસ્સાઓમાં બજારમાં મળતા પાઉડર લઈને લોકોનું શરીર પાતળું થાય છે, અને પછી થોડા સમયમાં જ પાછું ફૂલવા લાગે છે. તો એવા બધા ખોટા ચક્કરમાં પડ્યા વિના દેશી ઉપચાર કરવો યોગ્ય રહે છે. તમારા ઘરના રસોડામાં મળી રહેતી થોડી વસ્તુઓની મદદ લઈને તમે આ કામ કરી શકો છો. આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવા જ દેશી ચૂર્ણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારું વજન 3 – 4 કિલો ઓછું કરી શકો છો, અને એ પણ કોઈ જાતની આડઅસર વગર.

જો તમે પણ મોટાપાથી કંટાળી ગયા છો, અને વજન ઓછું કરવા માટે યોગ્ય ઉપાય શોધી રહ્યા છો, તો ચૂર્ણ તમારી મદદ કરી શકે છે. તમે પોતાનું વજન ઓછું કરવા માટે કસરત, વ્યાયામ, યોગા, જીમ વગેરે કરી રહ્યા છો, તો સાથે આ ચૂર્ણ લેવાનું શરૂ કરો. અને જો વ્યાયામ, જીમ એવું નથી કરતા તો પણ તમે આ ચૂર્ણ લેવાનું શરુ કરશો તો તમને એનું સારુ પરિણામ જ મળશે. વજન ઉતારવાની સાથે સાથે આ ચૂર્ણ ડાયાબિટીસ, થાઇરોઇડ અને હાર્ટ અટેકમાં પણ ફાયદાકારક છે. તો આવો જાણીએ એને કઈ રીતે બનાવવું અને કેવી રીતે એની સેવન કરવું.

જરૂરી સામગ્રી :

ત્રિફલા પાઉડર – 2 ચમચી

ઈસબગુલ – 3 ચમચી

વરિયાળીનો પાઉડર – 2 ચમચી

જીરું પાઉડર – 2 ચમચી

ધાણા પાઉડર – 2 ચમચી

બનાવવાની રીત :

ચૂર્ણ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઉપર જણાવેલી બધી વસ્તુઓ લો. અને તેને સારી રીતે મિક્સ કરી લો. તમે આ તમામ સામગ્રી મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો. તમારું ચૂર્ણ તૈયાર છે. તમે આ ચૂર્ણને કાંચની બોટલમાં ભરીને સાચવી શકો છો. તમે વધારે પ્રમાણમાં આ ચૂર્ણ બનાવ્યું હોય તો તે દોઢથી બે મહિના સુધી સાચવી શકાય છે.

સેવન કરવાની રીત :

આ ચૂર્ણને તમારે રોજ 1-1 ચમચી નિયમિત રીતે દિવસમાં 2 વાર લેવાનું છે. અને એ પણ નવશેકા પાણી સાથે. આ ચૂર્ણ તમારે સવારે 1 ચમચી ખાલી પેટ લેવાનું છે. અને ચૂર્ણ લીધા પછી અડધો કલાક સુધી કંઈપણ ખાવું નહીં. તેમજ રાત્રે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ લેવાનું છે.

આવો તમને આ ચૂર્ણમાં વપરાયેલી વસ્તુઓના ફાયદા પણ જણાવી દઈએ.

1. ત્રિફલા : ત્રિફલા શરીરના ટોક્સિન્સને દૂર કરી શરીરનું ફંક્શન સુધારે છે. અને તે રેગ્યુલર રહેવાથી બોડી શેપમાં રહે છે, અને પાચન શક્તિ પણ સુધરે છે.

2. ઈસબગુલ : જાણકારી માટે જણાવી દઈએ કે ઈસબગુલમાં વજન ઓછું કરવાના ગુણ રહેલા હોય છે. અને સાથે જ ઈસબગુલ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે, અને પેટને સ્વસ્થ બનાવી રાખે છે.

3. વરિયાળી : મિત્રો વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. અને કદાચ તમે જાણતા પણ હશો. તે શરીરમાં એક્સ્ટ્રા ફેટને વધવા નથી દેતું. અને તમારા શરીરને શેપમાં રાખે છે.

4. જીરું : જીરું તમારા શરીરની કેલરી બાળવામાં મદદ કરશે. જીરુંથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ પણ બહાર નીકળી જાય છે.

5. ધાણા પાઉડર : મિત્રો ધાણા પાઉડરમાં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. તે શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. અને સાથે સાથે મેટાબોલિઝ્મ પણ વધારે છે. એનાથી વજન પણ ઝડપથી ઘટવા માંડે છે.