રોજ સવારે કરવામાં આવેલા આ 5 કામથી ચપટીમાં વજન ઓછું થઇ જશે, જાણો કેવી રીતે?

0
4110

આપણા માંથી દરેક વ્યક્તિએ એ વાતનો અનુભવ કર્યો હશે, કે જો આપણી સવાર સારી હોય તો દિવસ સારો જાય છે, અને જો સવાર ખરાબ હોય તો આખો દિવસ ખરાબ જાય છે. લોકો સવારના સમયને દરેક કામ માટે સૌથી સારો ગણે છે. પછી ભલે તે અભ્યાસ કરવા માટે હોય કે કસરત કરવા માટે. તેમ છતાંપણ આપણે સવારે કરવામાં આવેલ નાની નાની ભૂલોથી પણ અજાણ રહીએ છીએ. અને અજાણતામાં એવી ભૂલો કરતા રહીએ છીએ જેની સીધી અસર આપણા આરોગ્ય ઉપર પડે છે.

તેવામાં એ જરૂરી બની જાય છે કે તમે એ બધી ભૂલોને ઓળખો અને સારા આરોગ્ય માટે થોડી ખાસ વાતોનું વિશેષ રીતે ધ્યાન રાખો. સવારની આ ખોટી ટેવોથી તમારું આરોગ્ય તો ખરાબ થાય છે અને સાથે જ ધીમે ધીમે તમારું વજન પણ વધવા લાગે છે. તેથી જો તમે ઈચ્છો કે તમારું વજન વધે નહિ તો આ બાબતોનું ધ્યાન રાખો.

દરેક લોકો પાણી પીવાના ફાયદા તો જાણે છે. દરરોજ સવારે જો તમે એક કે બે ગ્લાસ હુંફાળું પાણી પીશો, તો તમારું પેટ સાફ રહેશે અને તમારા શરીર માંથી બધા ઝેરલા તત્વો બહાર નીકળી જશે. શરીરમાંથી ઝેરીલા તત્વો નીકળી જવાથી શરીરનું મેટાબોલીઝમ સુધરી જાય છે અને તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે.

રોજીંદા જીવનમાં દિવસના ત્રણ ભાગમાં સવારનો નાસ્તો સૌથી જરૂરી હોય છે. સમય પ્રમાણે નાસ્તો ન કરવાથી પોષક તત્વોના પ્રમાણમાં ઉણપ આવી જાય છે. આપનું મેટાબોલીઝમ નાસ્તો કરવાથી મજબુત બની રહે છે. મેટાબોલીઝમ ધીમું અને નબળું થવાથી શરીરમાં જમા ચરબી ઓગળતી નથી અને તમારું વજન વધવા લાગે છે.

એના માટે રોજ સવારે માત્ર નાસ્તો કરવો જ પુરતું નથી. જરૂરી છે કે તમે તમારા નાસ્તામાં પ્રોટીનથી ભરપુર પદાર્થોને પણ ઉમેરો. નાસ્તામાં ડ્રાઈ ફ્રુટ્સ, દૂધ અને દહીં જેવી વસ્તુને પણ ઉમેરો. સવારના નાસ્તો હમેશા હેવી હોવો જોઈએ. પ્રોટીન આપણા શરીરની કોશિકાઓની જાણવણી કરે છે.

તંદુરસ્ત રહેવા માટે કસરત ઘણી જરૂરી છે. જો તમે કસરત નથી કરતા તો તમારા નિત્યક્રમમાં શક્ય એટલું  જલ્દી ઓછામાં ઓછું અડધા કલાકની કસરત જરૂર ઉમેરો. થોડાથી શરૂઆત કરો પછી ધીમે ધીમે તેને વધારવાનો પ્રયત્ન કરો. નિયમિત કસરતથી કેલેરી ઓગળે છે અને તમારું શરીર એક્ટીવ રહે છે.

રાત્રે સારી અને પુરતી ઊંઘ આપણા શરીરનું મેટાબોલીઝમ મજબુત બનાવે છે. જો આપને પુરતી ઊંઘ ન લઇએ તો  શરીરમાં મોટાપો વધારવા વાળા હાર્મોન વધી જાય છે, જેનાથી તમારું વજન વધવા લાગે છે. તેથી ઓછામાં ઓછુ 7 થી 8 કલાકની ઊંઘ દરેકે લેવી જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.