નવેમ્બરનું આ છેલ્લું અઠવાડિયું આ 9 રાશિઓ માટે લઈને આવ્યું છે રાજયોગ, ધનનો થશે વરસાદ

0
557

વૃશ્ચિક રાશિ : શરૂઆતમાં આપનું મન થોડુ દ્વિધામાં રહે જેથી ઘરમાં વડીલ વર્ગ સાથે અથવા કાર્યસ્થળે ઉપરીઓ કે વગદાર લોકો સાથે વૈચારિક મતભેદ થાય. નોકરીમાં બદલી કે સ્થળાંતરનું વિચારી રહ્યા હોવ તો તક મળી શકે છે. આર્થિક તંગી ટાળવા માટે તમારી જરૂરિયાત અનુસાર નાણાંની અગાઉથી વ્યવસ્થા રાખવાની સલાહ છે. પૈતૃક જમીન- મકાન અને સ્થાવર મિલકતના પ્રશ્નોમાં સપ્તાહના મધ્યમાં સકારાત્મક ગતિવિધી થશે. ભૌતિક સુખ સગવડ માટે પણ તમે સક્રિય થાવ પરંતુ ક્યાંકને ક્યાંક નાણાંનો અભાવ નડી શકે છે.

વિદ્યાર્થીઓને ઉચ્ચ વિદ્યાપ્રાપ્તિમાં કે માસ્ટર ડિગ્રી મેળવવામાં વિલંબ થાય. ઉત્તરાર્ધમાં આપ આપના ટાર્ગેટ, દૂરંદેશી અને અત્યાર સુધીમાં મેળવેલી સિદ્ધિઓની યશકલગીમાં વધારો કરવા માટે પ્રયત્‍નશીલ થશો. સપ્તાહના મધ્યમાં આપ આપના વ્‍યક્તિત્‍વને ઓર નિખારવાની કોશિશ કરશો. આપ પરિવાર- ઘર- સામાજિક જવાબદારીઓ- કાર્યક્ષેત્ર બધામાં સંતુલન જાળવી શકશો અને થોડા વ્‍યસ્‍ત પણ રહેશો.

ધનુ રાશિ : સારા કાર્યો, આવેગ અને ભરપૂર જોમ જુસ્સા સાથે સામાજિક જવાબદારી કે વાયદાઓ નિભાવવાનો સમય આવી છે. તમારી શક્તિમાં વધારો થશે સાથે ઉતાવળા પણ થઇ જશો અને દરેક વાતમાં ઉત્‍સુકતા પણ વધી જશે. આવા સમયે તમે આને પડકાર સમજીને તમારા અનુભવના આધારે આગળ વધો. કોઈ સંજોગોમાં તમે નિરાશ થઇને બેસી રહેશો કે ભૂતકાળની વાતોને યાદ કરીને વાગોળ્યા કરશો તો કોઇ મતલબ નથી. અત્યારે આયોજનપૂર્વક આગળ વધવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઇએ.

પૈસા રોકાણ કરતી વખતે બધી જ બારીકાઇઓ પર ધ્‍યાન રાખવું પડશે. તમારા પોતાના માટે અને પરિવાર માટે કંઇક કરવાની તમે ઇચ્‍છા રાખશો. પરિવારની લાગણીઓ અને આવશ્યકતા અને વ્‍યાવસાયિક સંબંધો બધાને સારી રીતે સંભાળી શકશો. અત્યારે જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથેના સંબંધો ટકાવવા અને તેમાં ઘનિષ્ઠતા લાવવા માટે તમારે વધુ ઉદાર બનવું પડશે. તેમની લાગણીઓને માન આપવું પડશે અને તેમને સમજવાનો પ્રયાસ કરવો પડશે. સ્વાસ્થ્ય બાબતે સપ્તાહના મધ્યમાં ધ્યાન રાખવું જરૂરી છે.

મકર રાશિ : સપ્તાહની શરૂઆત આપ પ્રફુલ્લિતતા અને તાજગી અનુભવશો. પ્રોફેશનલ મોરચે સક્રિયતા વધુ રહેશે અને તેનાથી ઇચ્છિત ફળ પણ મળી શકે છે. નવા કાર્યનો આરંભ કરવા માટે સમય તમારી તરફેણમાં રહેશે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાત અને કાર્ય સફળતાથી આપના ઉત્‍સાહમાં વધારો થશે અને તેમની તરફથી કોઈ આર્થિક લાભ થવાની પણ તમે આશા રાખી શકો છો. કામકાજમાં હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓને મ્હાત કરવા માટે તમે યોગ્ય વ્યૂહરચના ઘડી શકશો.

તમારા પ્રણય સંબંધો ખીલી ઉઠશે પરંતુ અત્યારે ખાસ કરીને અનૈતિક સંબંધો તરફ આગળ ન વધવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં સમાજ, પરિવાર અને વિજાતીય પાત્રો સાથે લાગણીસભર સંબંધો બંધાય. છેલ્લા ચરણાં પરિવારના સભ્‍યો સાથે ગેરસમજ ઊભી થાય તેવી શક્યતા હોવાથી મન અને વાણી પર કાબુ રાખવો. આપનું માનસિક વલણ નકારાત્‍મક રહેશે. મુસાફરીમાં પણ ઇજાથી બચવું. વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે શરૂઆતનો તબક્કો સારો છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં મહેનત વધારવી પડશે. સ્વાસ્થ્ય બાબતે પણ ઉત્તરાર્ધમાં સાચવજો.

મેષ રાશિ : આપની તંદુરસ્‍તી જળવાશે પરંતુ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અંગે થોડી દોડધામ રહેશે. અનિદ્રાના કારણે આપનો સ્વભાવ થોડો ચીડિયો બની જશે. તેથી ક્રોધ અને વાણીને અંકુશમાં રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઊભા નહીં થાય. ઉત્તરાર્ધમાં ધન લાભ મળશે અને સામે જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે માટે આપની આર્થિક સ્થિતિ એકંદરે સારી રહેશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે. ઓફિસમાં આપની વિરુદ્ધ કાવાદાવાઓ કરનારા હવે ફાવી શકશે નહીં. ઘરે મહેમાનો અને મિત્રોની અવરજવર રહેવાથી ઘરનો માહોલ ખુશીભર્યો રહે.

નવા કપડાં, ઘરેણાં અને વાહનની ખરીદીના યોગ છે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય. પ્રિય વ્યક્તિ સાથે ફરવા જવાની તકો મળશે. આપને સન્‍માન મળે અને લોકપ્રિય બનો. પૂર્વાર્ધમાં બીમાર વ્‍યક્તિઓએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. બદનામી ન થાય તેની તકેદારી રાખવી. કાયદા અને સરકાર વિરોધી કાર્યોથી દૂર રહેવું. મંત્રજાપ અને પૂજા ભક્તિ અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન આપના મનને શાંતિ આપશે. ઉત્તરાર્ધનો તબક્કો ઘરમાં કોઇપણ નવા કાર્યનો શુભારંભ કરવા માટે અનુકૂળ છે.

કર્ક રાશિ : ઘર અને વ્યવસાય બંને ક્ષેત્રો અંગે આપના મનમાં નવીન વિચારો આવશે અને તેનો અમલ કરવાથી લાભ પણ થશે. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓને આપ ધૂળ ચાટતા કરી દેશો. આપની ધાર્મિક અને પરોપકાર વૃત્તિમાં પણ વધારો થશે. આપ આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરો કે સત્સંગમાં ભાગ લો અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. અભરાઈએ ચડેલા કાર્યો પૂરા થાય. ભાગીદારો સાથેના સંબંધોમાં સુમેળ રહેશે.

વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સારો સમય હોવાથી અભ્યાસમાં રુચિ વધશે. નવા વિષયો અંગે જાણવાનું મન થશે. વાહનસુખ મળે. નવા વસ્‍ત્રો કે વાહનની ખરીદી માટે યોગ્ય સમય છે. ઘરમાં સંતાનોની સગાઈ જેવો કોઈ નાનો માંગલિક પ્રસંગ યોજવો હોય અથવા નવા કાર્યનો પ્રારંભ કરવો હોય તો સમય શુભ છે. આપનો સમય સુખશાંતિથી પસાર થશે. રોજબરોજનાં કાર્યોથી હટીને આપ મનની હળવાશ માટે મનોરંજનનો સહારો લેશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથે પર્યટન- હોટેલ કે સિનેમા-નાટકમાં હળવી પળ માણશો. ઋતુગત બીમારીઓ જેમ કે અપચો, એસિડિટી વગેરે થવાની શક્યતા હોવાથી ખાવાપીવામાં નિયમિત રહેજો.

મીન રાશિ : સપ્તાહની શરૂઆતનો સમય થોડો પ્રતિકૂળ છે. તેના માટે ખાસ કરીને તમારું દ્વિધાપૂર્ણ વલણ જવાબદાર રહેશે. જો વૈચારિક સ્પષ્ટતા હશે તો વાંધો નહીં આવે. પહેલા બે દિવસમાં તમને કામકાજમાં મન ઓછુ લાગે અને તેના કારણે યોગ્ય નિર્ણય લેવામાં પણ તકલીફ પડી શકે છે. તા. 26થી તમારી સ્થિતિમાં સુધારો આવશે. ઘરમાં નવા ફર્નિચર અથવા સજાવટની અન્ય ચીજોની ખરીદી થઇ શકે છે. પ્રોફેશનલ મોરચે સરકારી અથવા કાયદાની જોગવાઇઓના કારણે લાભ મળી શકે છે.

વેપારી વર્ગને વિદેશમાંથી કે દૂરના સ્થળેથી શુભ સમાચાર મળશે. જોકે તમારે અત્યારે કામકાજમાં સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. આપ્તજનો પ્રત્યે આપની લાગણી દ્વિગુણિત થશે. આપ મહેનતના પ્રમાણમાં ફળ અચૂક મેળવશો. કામકાજના સ્થળે વિજાતીય પાત્રો સાથે તમે વધુ સમય વિતાવી શકશો. છેલ્લો દિવસ પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે બહેતર પુરવાર થશે. વિદ્યાર્થીઓને શરૂઆતના બે દિવસમાં કપરા ચઢાણ છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને દાંત અને સ્નાયુઓમાં દુખાવાને બાદ કરતા સ્થિતિ એકંદરે સારી છે.

કુંભ રાશિ : આપ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશો પરંતુ પ્રેમસંબંધોમાં અત્યારે અચાનક અને અણધાર્યા પરિવર્તનની શક્યતા વધશે. વિજાતીય સંબંધો તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. ભોજનમાં થોડી નિયમિતતા જાળવવી જેથી સ્વાસ્થ્યને લગતી કોઇપણ તકલીફથી બચી શકો. જો થોડુ ધ્યાન રાખશો તો આખુ સપ્તાહ તમે ઉત્સાહ અને જોશપૂર્વક વિતાવી શકશો અને તેનાથી તમારા કામકાજમાં સકારાત્મક અસર પડશે.

આપની ધાર્મિક વૃત્તિ વધશે અને આપ સમાજ સેવા, કે નિસ્વાર્થ કર્મ કરવાનું ઈચ્છશો. કોઇ તીર્થસ્‍થળે જવાનો પ્રસંગ ઊભો થાય. પરિવારમાં ભાઇ-બહેનો સાથે અગાઉની તુલનાએ સંપર્ક વ્યવહાર થોડો ઘટી શકે છે. જોકે, તેની પાછળ તમારી પ્રોફેશનલ વ્યસ્તતા જવાબદાર હશે. પ્રોફેશનલ કાર્યોમાં તમે પૂર્વાર્ધ ઘણું સારું ધ્યાન આપીને કારકિર્દીમાં સારા મુકામ સુધી પહોંચી શકો છો. વિદેશ યાત્રા માટે પ્રયાસો કરવા અથવા આ દિશામાં કોઇપણ કાર્યો પાર પાડવા માટે અનુકૂળ સંજોગો સર્જાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં યોગ્ય પરિણામ માટે મહેનત કરવી પડશે.

વૃષભ રાશિ : સપ્તાહની શરૂઆતમાં આવકના નિયમિત સ્ત્રોતમાં આર્થિક લાભ થાય પરંતુ સામે ખર્ચાઓ મોં ફાડીને ઊભા હોય તેવી સ્થિતિ સર્જાશે. ઘરવપરાશની ચીજો ખરીદવા પાછળ ખર્ચ થવાની શક્યતા છે. મૂડીરોકાણ સંભાળીને કરવું. આપને કાર્ય સફળતા મળવામાં થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્‍નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. વ્‍યવસાય કરનારાઓને નવા પ્રોજેક્ટ કે નવા ઓર્ડર મળવાની શક્યતા છે જ્યારે નોકરિયાતો પર ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે.

ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. તન મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઇ રહેશે પરંતુ ઉત્તરાર્ધમાં તમારે વધુ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને શરીરની નબળાઇ, હાડકાને લગતી સમસ્યા અથવા મેદસ્વીતાના કારણે થતી સમસ્યા માથુ ઊંચકી શકે છે. ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો પરંતુ તમારે સહકર્મીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો સાથે વ્યવહાર સૌમ્ય રાખવો પડશે. વિદ્યાર્થીઓને મોટાભાગનો સમય બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં પસાર થશે. આપના નવીન વિચારો કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરશે.

સિંહ રાશિ : લાંબા ગાળાનું રોકાણ કરવા ઉત્તમ સમય છે. જો કે વધુ વળતરની લાલચ આપતી લોભામણી યોજનાઓથી દૂર રહેવું તેમજ કોઇપણ નિર્ણય લેવામાં અતિ ઉતાવળ રાખવી નહીં. પ્રેમસંબંધોમાં વિલંબ થયા બાદ થોડી રાહત મળે પરંતુ હાલમાં તમારે સંબંધોને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટવર્ક અને ટર્મિનલ પરીક્ષાઓના કારણે અભ્યાસમાં થોડું પ્રેશર રહેશે. નોકરી ધંધામાં સાનુકૂળ વાતાવરણ રહે અને સહકર્મચારીઓનો સાથ સહકાર સાંપડે. વેપાર-ધંધામાં વિસ્તરણ માટે અથવા નોકરીમાં આપનું કૌશલ્ય બતાવવા માટે નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે અનુકૂળ છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે.

નોકરી- ધંધાના સ્‍થળે આપને ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળશે. આપ્તજનો સાથે નાની મુસાફરીનું આયોજન શક્ય બને. હરીફો અને વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. નવી શરૂઆત અથવા કોઇ નવા સાહસ અંગે અગત્‍યના નિર્ણયો લેતા પહેલા દરેક બાબતે વિચાર કરવો. માતા અને સ્‍ત્રીઓ સંબંધી બાબતમાં વધારે લાગણીશીલ બનશો.

તુલા રાશિ : આ સપ્તાહે આફને નોકરી ધંધામાં સાનુકૂળ વાતાવરણ રહે અને સહકર્મચારીઓનો સાથ સહકાર સાંપડે. વિદ્યાર્થીવર્ગને પણ અભ્યાસમાં સાનુકૂળતા રહેશે. વ્‍યવસાયીઓને સરકારી લાભ થવાના અને નોકરિયાતો પર ઉપરી અધિકારીની કૃપા દૃષ્ટિ ઉતરવાના યોગ છે. આપ પડોશીઓ, ભાઇબહેનો કે મિત્રવર્તુળ સાથે સમય પસાર કરશો. સ્વાસ્થ્ય સુખ પણ સારી રીતે માણી શકશો. અંતિમ ચરણમાં ખાસ કરીને આપ મનમાં દ્વિધાઓને કારણે રોકાણ સંબંધિત બાબતોમાં થોડા અટવાશો.

નવું સાહસ કરવામાં અથવા નવી શરૂઆત કરવામાં બીજાના ભરોસે રહેવા જેવું નથી. માતા કે સ્‍ત્રીવર્ગ પ્રત્‍યે વધુ ભાવુક રહેશો. સંપત્તિ સંબંધિત કાર્યોમાં અત્યારે આર્થિક લાભ થઇ શકે છે. પૈતૃક મિલકતોમાંથી પણ ફાયદો થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. આપના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ અપાવનારો તબક્કો કહી શકાય. પ્રેમસંબંધો અને દાંપત્યજીવનમાં ક્રોધ પર કાબૂ અને જીભ પર લગામ રાખવી જરૂરી છે. અત્યારે વિજાતીય મિત્રો સાથેના સંબંધોમાં કોઇ ગેરસમજ ઉભી ના થાય તેનું ધ્યાન રાખવું પડશે.

મિથુન રાશિ : આ સપ્તાહે સામાજિક ક્ષેત્રે આપ માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. લોકો આપને ખૂબ જ આદર આપશે. કુટુંબના સભ્‍યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો. પ્રણય સંબંધો સારા રહેવાથી પ્રિયપાત્ર સાથે આનંદમાં સમય પસાર થાય. જોકે, પ્રિયપાત્ર સાથે બોલવામાં થોડો સંયમ રાખવો જરૂરી છે.

પ્રોફેશનલ મોરચે સ્થિતિ સારી છે પરંતુ ખાસ કરીને ભાગીદારીના કાર્યોમાં થોડુ સંભાળવું પડશે. વિદ્યાર્થી જાતકો માટે સલાહ છે કે આપ પોતાના પ્રશ્નોનું બરાબર વિશ્લેષણ કરો અને તેને અનુરૂપ વ્યવહારું પગલાં ભરશો તો અચૂક મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. સંતાનોની કારકિર્દી અંગે થોડી ચિંતા રહેશે. સપ્તાહના મધ્યમાં શરીરમાં થાક, આળસ અને અશક્તિના કારણે થોડો શુષ્ક રહેશે. તેમજ છેલ્લા દિવસે મધ્યાહન પછી પણ તમને થોડી આળસ રહે અને નસીબ સાથ ન આપતું હોય તેમ લાગે. જોકે, તમે આ સ્થિતિથી દૂર રહીને પોતાના કર્મ પર ધ્યાન આપવાનું વલણ રાખશો તો આપની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે.

કન્યા રાશિ :જો તમને સ્પોર્ટસ, સંગીત, પાર્ટી કે લોંગ ડ઼્રાઈવનો શોખ હોય તો અત્યારે તમે તેનો સંપૂર્ણ આનંદ માણી શકશો. કોઇપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે તમારામાં ઉત્સાહ દેખાશે. ઘરમાં કે ઓફિસમાં વાણી પર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. શારીરિક માનસિક સુખાકારી એકંદરે સારી રહેશે પરંતુ ખાસ કરીને ખભાના સ્નાયુઓમાં દુખાવો, આંખોમાં બળતરા, દાંત અને પેઢાને લગતી ફરિયાદો વધી શકે છે. સપ્તાહના અંતિમ ચરણમાં લગ્નોત્સુક જાતકોની યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થશે.

પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે પણ વિકએન્ડ બહેતર છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. અત્યારે ધનપ્રાપ્તિ માટે શુભ સમય છે પરંતુ ક્યાંયથી ઉઘરાણી વગેરેના કાર્યો ઉકેલવાના હોય તો વાણીને અંકુશમાં રાખવી. નોકરી વ્‍યવસાયમાં આપની કામગીરીને બિરદાવાય. જેથી આપ વધુ પ્રોત્‍સાહિત થશો. પરિવારના સભ્યો સાથે સપ્તાહના અંતિમ ચરણમાં કોઇ નજીવી બાબતે ચડભડ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. જોકે, પરિવાર પ્રત્યે લાગણીના કારણે તમે અત્યારે તેમના માટે ખર્ચ કરવામાં પાછા નહીં પડો.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.