આ 4 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે અતિ ઉત્તમ, અટકેલા કામ થશે પુરા, મળશે સફળતા

0
386

સાપ્તાહિક રાશિફળ :

ધનુ રાશિ : આપ ઘણું બધું કરવા માંગો છો, તેના માટે તમને શક્તિની જરૂર પડશે. તમારામાં ઉત્સાહ અને ઉર્જા જળવાઇ રહેશે એટલે પ્રોફેશનલ મોરચે શરૂઆત સારી કરો પરંતુ ખાસ કરીને આળસ અને માનસિક અનિશ્ચિતતા દૂર કરવાની સલાહ છે. જો વૈચારિક સ્પષ્ટતા નહીં હોય તો કામમાં આગળ વધવામાં અવરોધો અને વિલંબ આવશે અને સંબંધોમાં તણાવ પણ આવી શકે છે. દરેક કામ તમે તમારી ઇચ્છા પ્રમાણે પૂરું કરવા માગો છો. સહનશીલતા અને ધીરજથી કામ લેશો તો વાંધો નહીં આવે.

આ ઉપરાંત આપની ઉપલબ્ધિઓને કારણે કોઇની ભાવનાઓને ઠેસ ના પહોંચે તે જોવાની જવાબદારી આપે નિભાવવી પડશે. સંબંધોમાં ક્રોધ અને અહં પર કંટ્રોલ રાખવા અને બોલવા પર નિયંત્રણ રાખવાની સલાહ છે. આ સમયમાં પ્રોફેશનલ મોરચે ભાગીદારી અથવા સંયુક્ત કરાર સંબંધિત કોઇપણ મોટો નિર્ણય લેતા પહેલા વિચાર કરીને જ આગળ વધશો. વિદ્યાર્થીઓ માટે શરૂઆત સારી છે પરંતુ એકાગ્રતાનો અભાવ સતત વર્તાશે. સ્વાસ્થ્ય સુખાકારી માટે જીવનમાં નિયમિતતા લાવવાની સલાહ છે.

વૃષભ રાશિ : વેપાર-ધંધામાં વધુ પડતો ધનખર્ચ થાય. નોકરી- ધંધામાં ઉપરી અધિકારીઓ સાથે બીજા સપ્તાહમાં સંબંધો સારા રહે પરંતુ તેમની સાથે બોલવામાં સંયમ રાખવો. પરિવારમાં શરૂઆતના દસ દિવસમાં સંતાનો સાથે મતભેદ થાય. પ્રેમસંબંધોમાં પણ શરૂઆતમાં થોડુ ધ્યાન રાખવું જરૂરી છે. અતિ ઉતાવળ આપના માટે જોખમી સાબિત થઇ શકે છે. શરૂઆતના ત્રણ સપ્તાહમાં અવિવાહિત જાતકોને તેમની મંઝિલ હવે નજીક લાગશે. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. સમાજસેવા કે લોકહિતના કાર્યો તરફ વળશો. કુટુંબના સભ્‍યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે સારું રહેશે.

મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. ઘરવપરાશની ચીજોની ખરીદી પાછળ ખર્ચ કરવો પડશે. મહિનાના મધ્યમાં નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે ખાસ કરીને ટીમવર્કમાં આપની કામગીરીના વખાણ થાય. પદોન્‍નતિનો માર્ગ મોકળો થાય. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં થોડી એકાગ્રતા વધારવી પડશે. આરોગ્‍યમાં શરદી, કફ અને તાવની ફરિયાદ રહેશે. છેલ્લા સપ્તાહમાં ખરજવું, દાદર કે ત્વચાની અન્ય તકલીફો વધી શકે છે.

કન્યા રાશિ : આપના અધૂરા કાર્યો પૂરા થશે તેમ તેમ આપનો જુસ્સો વધતો જશે. તમારામાં શક્તિનું સ્તર સારું રહેવાથી તેને યોગ્ય દિશામાં વાળજો અન્યથા સ્વભાવની ઉગ્રતા તમારા માટે અડચણનું કારણ બની શકે છે. અત્યાર સુધી આપે કરેલી સખત મહેનતના કારણે હવે કાર્ય સિદ્ધિ અને યશની પ્રાપ્તિ થશે. સફળતાના કારણે ઘરમાં પણ આપનું માન વધશે અને શાંતિ તેમ જ આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેવાથી આપ કોઈપણ કાર્યમાં જીવ રેડીને કામ કરી શકશો. શેર-દલાલી જેવા વ્યવસાય સાથે સંકળાયેલા હશે તેમને ઘણો ફાયદો થશે. વેપાર-ધંધો પણ ફુલ્યો ફાલ્યો રહેવાથી આપ માનસિક હળવાશ અનુભવશો.

નોકરીમાં બેશક ખૂબ સારી પ્રગતિ કરી શકશો. અભરાઈએ ચડેલા કાર્યો કે પ્રશ્નોનું નિરાકરણ આવશે. સમાજમાં આપની પ્રતિષ્ઠા વધશે તેમ જ આપ નિઃસ્વાર્થ ભાવે સેવા કાર્યોમાં પણ તન-મન-ધનથી યોગદાન આપશો. મહિનાના ઉત્તરાર્ધમાં ક્રોધ પર કાબૂ રાખજો. બિનજરૂરી ખર્ચાથી દૂર રહેજો. ઉત્તરાર્ધમાં આપ કામકાજ કે નોકરીની વ્યસ્તતામાંથી થોડો વિરામ લઈ મનોરંજનને પ્રાધાન્ય આપશો અથવા ક્યાંક ટૂંકા પ્રવાસનું આયોજન થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે માટે તમારા લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધશો તો સિદ્ધિ હાંસલ થઇ શકે છે.

મકર રાશિ : તમે એક સાથે ઘણી બધી ગુંચો ઉકેલી શકો છો. આપે સાચી દિશામાં ભરેલું પગલું મહત્‍વપૂર્ણ રહેશે અને લોકો તેની પ્રશંસા પણ કરશે. આપનો સ્‍વભાવ વધારે વિવેકી અને નમ્ર બનશે. સામાજિક મેળાવડામાં તમારી ઉપસ્થિતિ પણ બધાને આનંદ કરાવશે. આધુનિક વિચારસરણી અપનાવવી, નવા નિયમો બનાવીને તેના પર અમલ કરવો, તમને આત્મનિરીક્ષણ માટે પણ સમય મળશે. કોઇક દિવસ તમને ‍તબિયતમાં મજા નહીં આવે તો કોઇક દિવસ તમે એકદમ ઉત્સાહિત થઈને કામ કરશો.

તમે આંખો બંધ કરી ઇશ્વરને યાદ કરજો, બીજા દિવસે તમને તે સમસ્‍યાનો ઉકેલ મળી જશે. આપને અત્‍યારે યાત્રાઓ કરવાનું, બહારગામ ફરવા જવાનું મન થાય તો તે ઈચ્છા પૂરી કરી દેજો. તમને એક બ્રેક મળી જશે અને મન પણ હળવું થઇ જશે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસમાં સારી રીતે આગળ વધી શકશે. મહિનામાં મોટાભાગના સમયમાં તમારી પ્રોફેશનલ પ્રગતિ સારી રહેવાથી મનમાં સકારાત્મકતા વધશે અને તેની શુભ અસર પારિવારિક સંબંધોમાં પણ જોવા મળે. સ્વાસ્થ્ય બાબતે ખાસ ચિંતા જેવું નથી પરંતુ થોડો થાક કે આળસ રહેશે જેથી કસરત અને મેડિટેશન કરવાની સલાહ છે.

વૃશ્ચિક રાશિ : આ મહિનામાં મિત્રો-કુટુંબીજનો સાથે ફરવા જવાનો કે પ્રવાસ પર જવાનો પ્રસંગ બને તેવા યોગ છે. નવા વસ્ત્રો, મોજશોખની ચીજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમ જ વાહન ખરીદી થાય અથવા તાજેતરમાં આવી ખરીદી કરી હોય તેનો આનંદ માણી શકશો. તમે સકારાત્મકતા સાથે મહિનાની શરૂઆત કરશો. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. પહેલા પખવાડિયામાં ખાસ કરીને પૈતૃક મિલકતોને લગતા કાર્યો અથવા સરકારી અને કાયદાકીય કાર્યોમાં સમસ્યા આવે અથવા સરકારી લાભો અટકે તેવી શક્યતા છે પરંતુ ઉત્તરાર્ધમાં આપની સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવશે.

વ્યવસાયિક ક્ષેત્રે વિલંબમાં પડેલા કાર્યો ધીમે ધીમે પાર પડતા માનસિક રાહત અનુભવશો. સામાજિક ક્ષેત્રે અને પરિવારમાં પણ માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. દાંપત્‍યજીવન ખુશહાલ રહેશે. ઉત્તરાર્ધમાં ક્રોધ કરવાથી નુકશાન થવાની શક્યતા છે માટે કોઇની સાથે વ્યવહારમાં અથવા કમ્યુનિકેશનમાં સાચવજો. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. ઇશ્વરની આરાધના કે જાપ કરવાથી મનને શાંતિ મળે. વિદ્યાર્થીઓ માટે શરૂઆત સારી છે પરંતુ કોઇપણ વિષયના ઊંડા અભ્યાસ અથવા ઉચ્ચ અભ્યાસ માટે ઉત્તરાર્ધમાં વધુ અનુકૂળતા રહેશે.

મીન રાશિ : પ્રોફેશનલ મોરચે તમે અત્યારે ધીમી ગતિએ આગળ વધશો. ખાસ કરીને તમારી સ્થિતિ વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપશો. છેલ્લા ઘણા સમયથી તમે જે અનિશ્ચિતતાનો ડર અનુભવી રહ્યા છો તેમાં આ મહિનાથી સુધારો આવશે. કામકાજમાં તમારી તર્કશક્તિ હવે કામ લાગશે. દેશાવર કાર્યોમાં ઝડપથી આગળ વધી શકશો. પિતા, વડીલો અથવા કામકાજના સ્થળે ઉપરીઓ સાથે પૂર્વાર્ધમાં તણાવ આવી શકે છે પરંતુ ઉત્તરાર્ધમાં સ્થિતિ ઘણી બહેતર થશે. આ મહિનામાં કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થાય.

આર્થિક દૃષ્ટિએ લાભ થશે પરંતુ આપની તિજોરીમાં નાણાંની વર્ષા થવાની અપેક્ષા હાલમાં છોડી દેજો. ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળશે. વૈવાહિક જીવનમાં આનંદ રહે પરંતુ તા. 10મી સુધી તમારા જીવનસાથીના સ્વભાવમાં થોડો ગુસ્સો રહેવાની શક્યતા છે માટે સામેપક્ષે તમારે થોડા વિનમ્ર થવું પડશે. આ મહિનામાં ઘણા સ્‍નેહી અને મિત્રો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતા અને નવા કામના શુભારંભ માટે સારો સમય રહેશે. શેર કે દલાલીના કામકાજમાં સંકળાયેલા લોકોને લાભ થશે.

મેષ રાશિ : આ સપ્તાહે બિઝનેસમેન કે વેપારી વર્ગને સરકારી કોન્ટ્રાક્ટ કે ઓર્ડર મળવાની શક્યતા છે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવવાના યોગ છે. તમે ભાગીદારીના કાર્યોમાં બીજા સપ્તાહમાં એકબીજાનો અહં ટકરાય નહીં તેનું ધ્યાન રાખજો. જીવનસાથી કે પ્રિયપાત્ર સાથેના સંબંધમાં સારું છે પણ બીજુ સપ્તાહ સાચવી લેજો. રોકાણની રકમ સલવાઇ ન જાય તેનું ધ્યાન રાખશો. દેખાદેખીથી ખર્ચો કરવો નહીં. મિત્રો સાથેની સોબત આપને બગાડે નહીં તે જોજો. ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. આપના જીવનની રફ્તાર થોડી ઝડપી બનશે. મહિનાના ઉત્તરાર્ધમાં પ્રોફેશનલ મોરચે અગત્‍યના નિર્ણયો લેવામાં થોડી દ્વિધા રહે.

નોકરીયાતોને ઉપરીઓ તરફથી ઓછો સહકાર મળતો હોય તેવું મનોમન લાગશે. આમાંથી છુટકારો મેળવવા આપ આધ્યાત્મિકતા તરફ વળશો. વિદ્યાર્થીઓની વાત કરીએ તો, આપ બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં ભાગ લેશો. છેલ્લા સપ્તાહમાં સર્જનશક્તિને ખૂબ સારી રીતે કામે લગાડી શકો જેના કારણે કોઈ નવસર્જન થશે. મહિનાના અંતિમ ચરણમાં પ્રિયતમા સાથેનું મિલન રોમાંચક રહેશે. આ મહિનામાં તમારે સ્વાસ્થ્ય બાબતે એકધારા સજાગ રહેવું પડશે અન્યથા શારીરિક ગરમી અથવા લોહીને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

તુલા રાશિ : આ મહિનામાં તમે પ્રોફેશનલ મોરચે વધુ સક્રિય થશો અને આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમારા કાર્યો સૂપેરે પાર પાડી શકશો. અત્યારે પ્રોફેશનલ વર્તુળ વિસ્તારવા માટે પણ સમય સારો છે. તા. 11મી પછી તમારામાં વધુ જુસ્સો રહેશે અને કામમાં ઝડપથી આગળ વધવાની વૃત્તિ રાખશો. સંબંધોમાં પણ ખાસ વાંધો આવે તેવું લાગતું નથી. આપનું સ્‍વાસ્‍થ્‍ય પણ સુધરતા મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. ભાવિને અનુલક્ષીને થોડું આર્થિક આયોજન કરી શકશો.

જોકે, રોકાણનો કોઇપણ નિર્ણય લેવામાં બીજાના ભરોસે રહેવાનું ટાળજો. કામ કરતાં પરિવાર પર વધુ ધ્યાન આપીને આપ શાંતિથી સંબંધોનો આનંદ માણી શકશો. પરિવારની જરૂરિયાતની ચીજો, વસ્ત્રો, ઘરના રંગરોગાન વગેરેમાં ખર્ચ થશે. જો કે આ ખર્ચ આપ ખુશીથી કરશો. દૂરના અંતરના કામકાજમાં આપને થોડો થાક અને કંટાળો વર્તાશે. તેમ છતાં નિર્ધારિત કાર્યો તબક્કાવાર પાર પાડી શકો. વિદ્યાર્થી જાતકોને આ મહિનામાં અભ્યાસમાં રુચિ જળવાશે જેમાં ખાસ કરીને પહેલા પખવાડિયામાં તમે મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતરશો.

કર્ક રાશિ : આ મહિનામાં આવક સામાન્ય જ્યારે જાવકનું પલ્‍લું ભારે રહે. ખાસ કરીને તમારી રોજિંદી જરૂરિયાતો સંતોષવા માટે દેવું કે ઉધારી કરવાનું ટાળજો. સંતાનોના અભ્યાસ, એડમિશન સહિત અન્ય કાર્યો પાછળ ખર્ચ કરવાની તૈયારી રાખવી. જો પૈસાની અગાઉથી જોગવાઈ નહીં રાખી હોય તો હવે નાણાંભીડ પડશે. સંબંધોનું સુખ આખા મહિનામાં એકંદરે સારું માણી શકશો. પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે પ્રારંભિક પખવાડિયું સારું છે. પ્રોફેશનલ મોરચે કેટલાક કાર્યોમાં ધાર્યું પરિણામ મળતા આપનો આત્‍મવિશ્વાસ વધશે. મનોરંજન પાછળ ખર્ચ થશે. ઘર અને બહારના સ્‍થળે દોસ્‍તો તેમજ કુટુંબના સભ્‍યો સાથે આપ ભાવતાં ભોજનનો આનંદ માણશો.

કોઈ પ્રકારે અગાઉ કરેલા રોકાણમાંથી લાભ થવાની શક્યતા છે. મનમાં કોઇપણ પ્રકારના નકારાત્મક વિચારોને દૂર હડસેલી દેવાની સલાહ છે. ભાઇભાંડુઓ સાથે સુમેળ વધશે. ભાગ્‍યવૃદ્ધિના પ્રસંગો બને. બિઝનેસમાં વિસ્તરણ કે સારા પગારની નોકરી અંગે ગંભીરતાથી વિચાર કરશો અને કોઇ નવા પગલાં લઇ શકો છો. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ રહેશે પરંતુ ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી બાબતે આ મહિનામાં ખાસ મોટી સમસ્યા લાગતી નથી પરંતુ શરીરની નબળાઇ હોય તેમણે સાચવવું. કોઇપણ સમસ્યા બાબતે ગાફેલ ન રહેતા.

કુંભ રાશિ : નોકરી ધંધામાં આપને સાથી કાર્યકરોનો સારો સહકાર સાંપડશે. નોકરી વ્‍યવસાયના સ્‍થળે અનુકુળ વાતાવરણ રહેશે તેમ જ આવક વૃદ્ધિના યોગ પણ છે. અધૂરા કાર્યો પૂરા થાય. મોસાળ પક્ષની કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત અથવા ત્યાંથી આવતા સમાચાર આપને આનંદિત કરશે. આવક વધતા હવે આપના ઠાઠ-માઠ અને ભપકામાં વધારો થશે. આપની જીવનશૈલી ઉચ્ચ સ્તરની થઈ જશે. આપ મોજશોખના સાધનો, નવાં વસ્‍ત્રો, આભૂષણો, વાહન વગેરે પાછળ મન મૂકીને ખર્ચ કરશો. દાંપત્‍યસુખ સારું માણી શકશો.

જોકે પ્રેમસંબંધોમાં થોડુ સાચવવું જરૂરી છે કારણ તમે અત્યારે સંબંધોની શરૂઆત કરવામાં દરેક પાસાનો વિચાર કરવાના બદલે માત્ર કોઇ એક પાસું જોઇને આગળ વધો તેવી શક્યતા છે. તેના કારણે આ સંબંધોના ભાવિ સામે પ્રશ્નાર્થ આવી શકે છે. લગ્ન સંબંધિત નિર્ણય લેવા માટે અંતિમ સપ્તાહ બહેતર છે. આખા મહિનામાં આપનું આરોગ્‍ય એકંદરે સારું રહેશે. પરંતુ શરૂઆતના બે સપ્તાહમાં ખાસ કરીને એસિડિટી, આંતરડામાં ગરમીના કારણે થતી સમસ્યાઓ, પેટમાં બળતરા અથવા પિત્ત વગેરેની શક્યતા છે. જાહેરજીવનમાં તમારા માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. યાત્રા- પ્રવાસની શક્યતાઓ છે. પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવવા આધ્યાત્મિકતા, ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી હળવાશ અનુભવાશે.

મિથુન રાશિ : પરિવાર સાથે માણેલી મોજમસ્તીની પળો અને આનંદપૂર્ણ સમય હજુ યથાવત રહેશે. આપની તન- મનની તંદુરસ્‍તી જળવાશે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. લાંબા સમયથી અભરાઈએ મુકાઈ ગયેલા કાર્યો પૂરા થતા આપને કામમાં અલગ જ પ્રકારનો આત્મસંતોષ મળશે. ભાગીદારો સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. આપ જરૂરિયાતમંદોને મદદ કરશો. અનિષ્‍ટને ટાળવા માટે ક્રોધની લાગણીને કાબૂમાં રાખવાની સલાહ છે. નોકરિયાતોને છેલ્લા ચરણમાં ઉપરી તરફથી સારો સહકાર મળે.

ભાગીદારીના કાર્યોમાં આખા મહિનામાં સાચવવું પડશે. ઉત્તરાર્ધમાં ત્વચા કે પેટની ગરમી, લૂ લાગવી, તાવ આવવો વગેરે શક્યતા હોવાથી ખાવાપીવામાં ધ્યાન આપવું. આવકના સ્ત્રોત સીમિત રહેશે અને ખર્ચા ચારેબાજુથી થશે જેથી નાણાંનું આયોજન અગાઉથી કરવાની સલાહ છે. કુટુંબીજનો અને સહકર્મચારીના વિવિધ પ્રશ્નો કે સમસ્યાઓના કારણે બેચેન રહેશો. શક્ય હોય તો સત્સંગમાં ભાગ લેવો અથવા આધ્યાત્મિક વ્યક્તિના સંપર્કમાં રહેવું. વિદ્યાર્થીઓ માટે શરૂઆત સારી છે પરંતુ ઉત્તરાર્ધનો સમય સામાન્ય રહેશે.

સિંહ રાશિ : નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મનમેળ રહે. વિવિધ લાભો આપના હર્ષોલ્‍લાસને દ્વિ-ગુણિત કરશે. પરિવારમાં પત્‍ની અને સંતાન તરફથી લાભદાયક સમાચાર મળે. જૂના મિત્રોને અચાનક મળવાથી બાળપણની યાદો તાજી થશે. નોકરી- વ્‍યવસાયમાં પણ લાભદાયી સમય હોવાથી આવકમાં વધારો થાય. આપ આવકના નવા સ્ત્રોતો ઊભા કરવામાં પણ સફળ રહેશો. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થવાના યોગ છે. જોકે, પહેલાથી સંબંધોમાં છે અને અત્યાર સુધી થોડી અનિશ્ચિતતા લાગતી હતી તેમાં હવે રાહત મળી શકે છે. તમે આ સ્થિતિમાંથી સંપૂર્ણ મુક્ત નહીં થાવ પરંતુ વૈચારિક સકારાત્મકતા આવશે.

આપને મિત્રો થકી લાભ મળશે. અણધાર્યો ધનલાભ થવાની શક્યતાઓ છે. કોઈની પાસેથી લેણા નીકળતા નાણાં કે અશક્ય લાગતી ઉઘરાણી પતશે પરંતુ ઉઘરાણી અથવા લોનના કાર્યોમાં તમારે વાણીને અંકુશમાં રાખવી પડશે. પ્રવાસ પર્યટનનું આયોજન પણ થઈ શકે છે. સરકારી કાર્યોમાં ફાયદો થાય. જો કે આ સમયે કોઇના જામીન થતાં કે ઉછીના પૈસા આપતા વિચારજો, નહીં તો ફસાશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાતત્ય ઓછુ રહે પરંતુ અગાઉની તુલનાએ હવે તમે અભ્યાસ બાબતે થોડા ગંભીર થશો. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ બગડી શકે છે. ઉત્તરાર્ધમાં વાહન ચલાવતી વખતે ખાસ સંભાળવું.