આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

0
632

વૃશ્ચિક રાશિ :

આ મહિનામાં આપને અત્યારે સુધી કરેલા કાર્યોના ફળ રૂપે આર્થિક લાભ થશે. તન મનના ઉત્‍સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે. પ્રોફેશનલ મોરચે શરૂઆતથી સારી સક્રીયતા રહેશે. મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણોના કાર્યોમાં કારકિર્દીની દૃષ્ટિએ ફાયદો થઇ શકે છે. કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. આપનામાં ખાસ કરીને પરિવાર કે જીવનસાથી સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ અને લાગણીભર્યા રહેશે.

આપ ચિંતાના બોજમાંથી મુક્તિ અનુભવશો અને તેના કારણે આપનું મન પ્રફુલ્લિત રહેશે. આપની કલ્‍પનાશક્તિ ખીલી ઉઠતા નવા નવા વિચારો મનમાં ઉદભવશે જે નોકરી કે વ્યવસાયમાં લાભદાયી નીવડશે. પરિવારજનો કે મિત્રો સાથે મિષ્‍ટભોજન આરોગવા મળે. આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે. આપ પૈસાનું મહત્વ સમજજો અને તમારું આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે બચત તેમજ રોકાણ પર વધુ ધ્યાન આપજો. વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાભ્‍યાસમાં ઓછી રૂચિ રહે પરંતુ નવું નવું શીખવા માટે અત્યારે તમે વધુ સક્રીય રહેશો. સરકારી કામ અથવા સંબંધો આપને લાભ કરાવશે.

મેષ રાશિ :

ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આપ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. સામાજિક પ્રસંગોમાં સગાંસ્‍નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. સંતાનોના શુભ સમાચાર મળે. વડીલો સાથે સંપર્ક વ્‍યવહાર થાય. ઉપરી અધિકારીઓનો સહકાર નહીં મળે. મહત્‍વના નિર્ણયો લેવા હિતાવહ નથી. આપને ગુસ્‍સો કાબૂમાં રાખવાની જરૂર છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે.

કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ છે. વેપાર ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે. કોઈના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ છે, અન્યથા ધરમ કરતા ધાડ પડશે. આર્થિક મોરચે ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્‍યાન રાખવું. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે ઉત્‍સાહ અનુભવાય. પરંતુ અતિ ઉત્‍સાહ આપને હાનિ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. આપના પૂર્વનિર્ધારિત કાર્યો માટે અગાઉથી આર્થિક જોગવાઇ કરી લેવી.

નાણાંકીય બાબતોમાં સજાગ રહેવું અને લેવડદેવડમાં ચેતીને ચાલવું. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ રહેશે. ઉચ્ચ અભ્યાસમાં હોય તેમણે અત્યારે બીજાના માર્ગદર્શનની જરૂર પડી શકે છે. પ્રણય સંબંધો તેમ જ સુખી દાંપત્યજીવન માણી શકશો. સમર્પણની ભાવના રાખશો તો પતિ-પત્ની વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે. મહિનાના મધ્યનો સમય થોડી અસ્‍વસ્‍થતા અને બેચેનીમાં વીતશે. તબિયતમાં શરદી, કફ, તાવનો ઉપદ્રવ રહે. મનમાં ચિંતા અને અજંપો રહે અને નિર્ણયશક્તિ ડામાડોળ રહે. શરીર અને મનથી થોડી અસ્વસ્થતા અનુભવશો.

તુલા રાશિ :

પ્રોફેશનલ મોરચે તેમજ પ્રણયસંબંધો અને દાંપત્યજીવનમાં આ મહિનાની શરૂઆતમાં તમારે થોડુ સાચવીને આગળ વધવું પડશે. સંબંધોમાં તમારો ઉગ્ર સ્વભાવ પણ ક્યારેક તણાવ ઉભો કરી શકે છે. પરિવાર સાથે પણ છેલ્લા કટેલાક સમયથી થોડો તણાવ કે સંબંધોમાં નિરસતા હશે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખતા તમે મૌન રહીને દરેક ઘટનાના મુક સાક્ષી બનો અને નિષ્ઠાપૂર્વક તમારી ફરજ નિભાવો તે સૌથી ઉત્તમ ઉપાય છે.

માનસિક શાંતિ અને વિચારોમાં સકારાત્મકતા માટે તમે પૂર્વાર્ધમાં આધ્યાત્મનો સહારો લઇ શકો છો. પ્રોફેશનલ મોરચે કાયદાને લગતા પ્રશ્નો, સરકારી અંતરાયો અને ટેક્સ અથવા તપાસ જેવી સમસ્યાઓ આ મહિને પૂર્વાર્ધમાં તમારી ગતિ અવરોધવાનું કામ કરશે. જોકે, ઉત્તરાર્ધમાં વ્‍યવસાય કરનારાઓને નવા પ્રોજેક્ટ કે નવા ઓર્ડર મળવાની શક્યતા છે જ્યારે નોકરિયાતો પર ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે.

ઉત્તરાર્ધમાં ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. આ ઉપરાંત દૂરના સ્થળે થતા કામકાજોમાં તમે આગળ વધી શકો અને કમ્યુનિકેશનનો દોર વધવાથી દૂર વસતા લોકો સાથે તમે મહત્વાના મુદ્દાઓ પર ચર્ચા કરી શકશો. સ્વાસ્થ્ય મામલે પહેલા પખવાડિયામાં પેટને લગતી બીમારીથી અસ્‍વસ્‍થતા અનુભવાય. વિદ્યાર્થીઓ માટે પૂર્વાર્ધનો તબક્કો મહેનત માંગી લે તેવો છે જ્યારે ઉત્તરાર્ધમાં ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરતા જાતકોને સાનુકૂળતા વધશે.

મીન રાશિ :

જીવનની માંગો અને પ્રતિજ્ઞાઓ સાથે પૂરી માનસિકતા અને પરિપક્વતા સાથે આગળ વધશો. જીવનને અર્થપૂર્ણ દ્રષ્ટિથી જોવાનો સ્‍વભાવ આપને એક અલગ અને મોટા મુકામ સુધી લઇ જશે. તમારો લક્ષ્યવેધી સ્‍વભાવ તમને જીવનમાં સારા અને ખોટા બંને પરિણામો આપે છે અને આપ પણ સામે તેની તૈયારી કરી જ રાખો છો તે સારી વાત છે. પ્રથમ પખવાડિયામાં આપની અંદર એક નવી ઉર્જા, ઉમંગમાં વધારો થશે.

નવા નવા આઇડિયા આવશે. આપ જીવનમાં નવા ઉત્‍સાહ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. મિત્રો અને આપ્તજનો સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો. જોકે, ઉત્તરાર્ધના તબક્કામાં પરિવાર સાથે અને ખાસ કરીને પિતા સાથે સંબંધો સાચવવા. તેમની સાથે કોઇ બાબતે ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું. પ્રેમસંબંધોમાં અત્યારે તમારે વાંધો નથી.

ખાસ કરીને વિજાતીય મિત્રોમાંથી જ કોઇની સાથે તમારી નીકટતા વધી શકે છે. પ્રિયપાત્ર, સ્‍નેહી સાથે કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થાય. વિદ્યાર્થીઓ અત્યારે કારકિર્દી પર વધુ કેન્દ્રિત રહેશે અને આ દિશામાં નવેસરથી પ્રયાસો શરૂ કરે તેવી શક્યતા છે. આ મહિને શરૂઆતના ચરણમાં ખાસ કરીને એસિડિટી, આંખોમાં બળતરા, ગરમીજન્ય સમસ્યાઓ અથવા આકસ્મિક ઇજાની શક્યતા રહે.

વૃષભ રાશિ :

આ મહિને પૂર્વાર્ધના તબક્કામાં પ્રોફેશનલ મોરચે આપના અધૂરા કાર્યો પૂરા થાય જેથી મનોમન શાંતિ અને રાહતનો અહેસાસ થશે. રોજબરોજનાં કાર્યોમાંથી બહાર નીકળીને મનની હળવાશ માટે આપ અંગત શોખ પૂરા કરી મનોરંજન મેળવશો. જોકે, ઉત્તરાર્ધમાં આપના મનમાં વત્તાઓછા અંશે ક્રોધની લાગણી વ્‍યાપેલી રહેશે. જેના કારણે કંઇ અનિષ્ટ ન કરી બેસો તેનું ધ્યાન રાખવું.

આપની અધિરાઈ આપને ખોટા કે હાનિકારક નિર્ણયો લેવડાવશે. વધુ પડતા ખર્ચથી આર્થિક ખેંચ વર્તાય. ઘરમાં કે ઓફિસમાં વાણી પર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. માનસિક તણાવની સ્વાસ્થ્ય પર સીધી અસર પડશે. આવી સ્થિતિમાં ઇશ્વર આરાધનાથી શાંતિ મળે. શક્ય હોય તો નજીકના દેવસ્થાને જઈ થોડો સમય એકાંતમાં બેસવાથી અથવા ઈશ્વરનું ધ્યાન ધરવાથી, યોગ અને પ્રાણાયામ કરવાથી આપ જરૂર હળવાશ અનુભવશો. સંબંધોની સુખાકારી માટે સામાન્ય તબક્કો કહી શકાય. ખાસ કરીને શરૂઆતમાં તમને પ્રિયપાત્રને લગતી કોઇ ચિંતા રહેવાની શક્યતા છે.

તમારી વચ્ચે આકર્ષણ રહેવા છતાં કોઇપણ કારણથી સંબંધોનું સુખ પ્રમાણમાં ઓછુ મળે. તમારી વચ્ચે અત્યારે પારસ્પરિક વિશ્વાસ જળવાઇ રહે તેના પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ક્યારેક ક્યારેક આપની જીંદગી અચનાક યુ-ટર્ન લેતી હોય તેવું લાગશે. વિદ્યાર્થીઓને અત્યારે સામાન્ય અભ્યાસમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. જોકે, શિક્ષણ સિવાયના અભ્યાસને લગતા કોઇ કાર્યો જેમ કે, વિઝા, પ્રવેશ અથવા સેમીનાર વગેરેમાં તમને રુચિ જળવાઇ રહેશે. સ્વાસ્થ્યની કાળજી લેવી કારણ કે આખા વર્ષ દરમિયાન કોઇને કોઇ કારણથી તમારું સ્વાસ્થ્ય નરમગરમ રહેવાની શક્યતા છે.

ધનુ રાશિ :

આ મહિનામાં તમારી પાસે નાણાંની આવક મર્યાદિત રહેશે. ભાગીદાર અથવા જીવનસાથી જોડે નાણાંકીય લેવડદેવડ કરતી વખતે ખુબજ ધ્યાન રાખવું. વેપાર ધંધામાં લાભ તેમજ નોકરીમાં બઢતી અને આવક સ્‍ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. કુટુંબમાં આનંદમય માહોલ રહેશે. તન-મનની તંદુરસ્તી જળવાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય છે પરંતુ આપના સ્‍વભાવમાં ક્રોધ વિશેષ રહેશે. તમે વ્યવસાય સંબંધિત મુસાફરી કરી શકો છો.

પૂર્વાર્ધમાં નોકરિયાતોને ઉપરીઓનું માર્ગદર્શન અને કૃપા મળે તેમજ તમારી સર્જનાત્મકતાના કારણે ઉત્તમ પ્રગતિનો માર્ગ ઘડાશે. સાહિત્ય-કલા પરત્વે આપને રુચિ રહે. વિદ્યાર્થીવર્ગને પણ અભ્યાસમાં સાનુકૂળતા રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકો માટે પણ અત્યારે સારો સમય છે. જોકે, ઉત્તરાર્ધમાં તમારે કોઇ અઘરા વિષયોને સમજવામાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે.

પૂર્વાર્ધમાં પ્રણયમાં સફળતા અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપનું મન હર્ષિત કરશે. જોકે, ઉત્તરાર્ધમાં તમારી વચ્ચે કોઇ બાબતે ગેરસમજ ઉપરાંત, અહંના કારણે તણાવની સ્થિતિ સર્જાઇ શકે છે. કામકાજના સ્થળે સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર સાંપડે. મહિનાના પૂર્વાર્ધમાં વધુ વજન ઉંચકવાનું ટાળજો અન્યથા કમરમાં દુખાવો થઇ શકે છે. દાંત અને આંખની સામાન્ય ફરિયાદો રહેવાની શક્યતા છે. જોકે, ઉત્તરાર્ધમાં તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે.

કુંભ રાશિ :

અત્યારે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. સામાજિક જીવનમાં આપને સફળતા અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં. મોસાળપક્ષથી સારા સમાચાર મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મળે. વેપારમાં અત્યારે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના બનાવી શકો છો. તમે કામકાજને નવા શિખરો સુધી લઇ જવા માટે માર્કેટિંગ અથવા અન્ય કોઇ સ્ટ્રેટેજી અપનાવો તેવી પણ શક્યતા છે.

કૃષિ, મશીનરી અથવા લોખંડને લગતા કાર્યો, બાંધકામ વગેરેમાં અત્યારે થોડી મંદી આવે અથવા તેમાં કોઇપણ આર્થિક વ્યવહારો વધુ સાચવીને કરવાની સલાહ છે. નોકરિયાતોને બઢતી કે અન્ય કોઈ સ્વરૂપે સારી કામગીરીનું ફળ મળશે. રોમાન્સ અને પ્રેમની લાગણીઓ વ્‍યક્ત કરવા માટે સમય અનુકૂળ છે પરંતુ કોઇપણ નવા સંબંધોની શરૂઆત કરો ત્યારે લાગણીમાં તણાઇ જવાના બદલે, વ્યવહારુ અભિગમ રાખવાની સલાહ છે.

વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનોના સમાચાર મળે. દોસ્‍તો સાથે મિલન મુલાકાત અને એકાદ મનોહર સ્‍થળે પર્યટન થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત કાર્યવાહીમાં ખૂબ સતર્કતા રાખવાની સલાહ છે. તણાવ મુક્ત રહેવા આપ ઇષ્ટદેવની નિયમિત પૂજા-સ્મરણ કરી શકો છો. આ મહિને ઉત્તરાર્ધમાં તમારા શરીરમાં તાજગી સ્‍ફુર્તિનો અગાઉની તુલનાએ ઓછી રહે. તંદુરસ્તીની સંભાળ રાખવી.

મિથુન રાશિ :

બૌદ્ધિક પ્રતિભાના કોઇપણ કાર્યોમાં આ મહિને તમારે થોડુ સાચવવું પડશે. ખાસ કરીને પોતાની જાત માટે લીધેલા નિર્ણયોમાં બીજાના ભરોસે રહેવાના બદલે જાતે જ દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું. પ્રોફેશનલ મોરચે શરૂઆત થોડી નબળી પુરવાર થઇ શકે છે. ખાસ કરીને નોકરિયાતોને ઉપરીઓ તરફથી અપેક્ષા કરતા ઓછો સહકાર મળે અથવા કદાચ તેમનો ઠપકો પણ પડે.

સામે પક્ષે વ્યાવસાયિકોને કાયદાકીય અથવા સરકારી નીતિઓનું બંધન પ્રગતિમાં અવરોધરૂપ બનશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સાચવવું પડશે. ઉત્તરાર્ધમાં આપને સફળતા મળવાના ચાન્સ બને પરંતુ જો સર્ક નહીં રહો તો પાસું ઉલટું પડી શકે છે. ધાર્મિક સત્કાર્યો તરફ આપનું વલણ રહે જેથી તે દિશામાં ખર્ચની શક્યતા છે. પહેલા સપ્તાહમાં આર્થિક લાભ સાથે ધનસંપત્તિને સુખ સમૃદ્ધિમાં વધારો થાય. વિદ્યાર્થી જાતકોને પૂર્વાર્ધનો સમય થોડો પડકારજનક છે પરંતુ ઉત્તરાર્ધમાં સ્થિતિમાં સુધારો આવશે. જોકે, અત્યારે એકદમ અનુકૂળ તબક્કો ના હોવાથી મહેનત કરવી જરૂરી છે. પ્રિયપાત્ર સાથે મેળ- મિલાપ, પારસ્પરિક સમજદારીમાં તમને થોડી ઘણી તકલીફો થઈ શકે છે.

ખાસ કરીને તમારે પોતાના સાથીને વધુ મહત્વ આપતા શીખવું પડશે અને તેમને કેટલીક બાબતોમાં વધુ સ્વતંત્રતા આપવી પડશે. વિજાતીય પાત્રો તરફ તમારું વધુ પડતું આકર્ષણ કોઇ બાબતે મુશ્કેલી ના સર્જે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પૈતૃક મિલકતોના પ્રશ્નો ચાલતા હોય તો પૂર્વાર્ધમાં આ બાબતે પરિવારમાં ચર્ચા કરવી નહીં અન્યથા સંબંધોમાં તણાવ આવી શકે છે. ઉત્તરાર્ધમાં કોઇક મહત્વની બાબતમાં તમને વડીલની મદદ મળી રહેશે અને ભાગ્યના આધારે લાભ મેળવવામાં મદદ રહેશે. તમને અત્યારે ઋતુગત તકલીફોની શક્યતા ઓછી છે પરંતુ લાંબાગાળાની બિમારીઓથી હેરાનગતિ રહે. બીજા સપ્તાહમાં ખોરાકી ઝેરની અસર થવાની અથવા ભોજનની અતિશયોક્તિના કારણે કોઇ ગરબડ થવાની શક્યતા છે.

કન્યા રાશિ :

આપના વિચારોમાં વિશાળતા અને બીજાની કલ્‍પનાઓ, પ્રભાવ, આદર્શો પ્રતિ વધારે પડતો ઝુકાવ હશે તેનાથી ઘણાં સારાં પરિણામો પ્રાપ્‍ત થશે. આર્થિક સુરક્ષા અને સામાજિક જવાબદારી તો સિક્કાની બે બાજુ છે. પ્રોફેશનલ મોરચે ખાસ કરીને ઉત્તરાર્ધના તબક્કામાં કોઇના રેફરન્‍સ દ્વારા કે મિત્રો દ્વારા સંબંધો અને સંપર્કો વધારી શકશો અને તેમણે આપેલી સૂચનાઓ, માહિતીઓના કારણે કામકાજમાં સફળતા મળવાના ચાન્‍સ વધશે. આપની વ્‍યક્તિગત આશાઓ, મહત્‍વાકાંક્ષાઓ અને આદર્શોને પૂર્ણ કરવા માટે મહેનત કરશો, તો આપને વધુ મજા આવશે. આપના જીવનમાં પણ ઘણી બધી ઘટનાઓ ધીમી ગતિએ ચાલે પરંતુ તેમાં કેટલાક ફેરફાર પણ આવી શકે છે જેથી ટેન્‍શનમાં આવ્‍યા વગર બસ, તેનો સામનો કરતા જાવ અને હિંમતથી લડત આપતા જાવ.

પ્રોફેશનલ મોરચે આપના પરિવારથી આપને પ્રેરણા અને સહકાર મળી રહેશે. તમારે આ સમય દરમ્યાન ઘરમાં પણ ધ્‍યાન આપવું પડશે જેની પાછળ આપના રૂપિયા પણ ખર્ચ થઇ શકે છે. કારકિર્દીમાં આગળ વધવા માટે નવા સપનાઓ જોવાનું શીખો અને તેને હાંસલ કરવા માટે તનતોડ મહેનત કરવાની તૈયારી કરી લો કારણ કે અત્યારે અભ્યાસ બાબતે તમે કોઇ નવી શરૂઆત કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે મહિનાના પૂર્વાર્ધમાં વધુ કાળજી લેવી આવશ્યક છે.

મકર રાશિ :

મિત્રો અને પરિવાર પાછળ ખર્ચ કરવામાં આપ પાછું વળીને જોતા નથી માટે તેમની સાથે સંબંધોમાં તો વાંધો નહીં આવે પરંતુ ખર્ચમાં તમારું ગજું કેટલું છે તે ધ્યાન રાખીને આગળ વધવું. ક્યાંક એવું ના બને કે ખર્ચ કર્યા પછી પૈસાના અભાવે તમારા જરૂરી કાર્યો અટકી જાય અથવા તેના માટે દેવું કરવું પડે. કોઇપણ વ્યક્તિ સાથે કામ કરતી વખતે વાણી અને વર્તન સંભાળજો. કોઇ સાથે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્‍યાન રાખજો. આંખોમાં બળતરા તેમ જ દુખાવાની ફરિયાદ રહેશે.

નોકરિયાતો માટે સમય અનુકૂળ હોવાથી આપના હાલના પ્રોજેક્ટ સુપેરે પાર પડશે. ખાસ કરીને તમારી બૌદ્ધિક પ્રતિભા તમને સારી મદદ કરશે. જોકે, સહિયારું કામ હોય ત્યાં માત્ર બુદ્ધિ નથી ચાલતી. તમારે બીજા સાથે સારા સંબંધો પણ રાખવા જરૂરી છે. માટે, જો સહકર્મીઓ અથવા તમારા હાથ નીચે કામ કરતા લોકો સાથે સંબંધો સાચવવા હોય તો વાણીને અંકુશમાં રાખજો. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા પડશે. આપ કામના બોજથી થોડી હળવાશ મેળવવા પરિવાર અને સંતાનો સાથે ક્યાંક પ્રવાસનું આયોજન કરો તેવી પણ શક્યતા છે.

પ્રેમસંબંધોમાં અત્યારે પ્રિય પાત્ર સાથે નીકટતા રહેશે અને સંબંધો સુધરતા જણાશે. આના કારણે આપનો આનંદ ઉત્‍સાહ બમણો થશે. જો કોઇને પ્રપોઝ કરવા માંગતા હોવ તો, શબ્દો સૌમ્ય રાખવા. ખાસ કરીને પૂર્વાર્ધમાં તમારી વચ્ચે અહંના કારણે બિનજરૂરી ટકરાવ ના થાય તેનું ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓને ભાવિ અભ્યાસને લગતા કેટલાક કાર્યો થાય. તમારામાં અત્યારે જ્ઞાનપીપાસા સારી રહેવાથી નવું શીખવાની ઇચ્છા થશે. કંઇક નવું સર્જન કરવાની પણ ઇચ્છા થાય. મહિનાના અંતિમ ચરણમાં ઋતુમાં થતા પરિવર્તનના કારણે અજીર્ણ તથા પાચનતંત્રને લગતા પ્રશ્નો સતાવે.

સિંહ રાશિ :

આ મહિનામાં આપને અત્યારે સુધી કરેલા કાર્યોના ફળ રૂપે આર્થિક લાભ થશે. તન મનના ઉત્‍સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે. પ્રોફેશનલ મોરચે શરૂઆતથી સારી સક્રીયતા રહેશે. મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણોના કાર્યોમાં કારકિર્દીની દૃષ્ટિએ ફાયદો થઇ શકે છે. કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો.

આપનામાં ખાસ કરીને પરિવાર કે જીવનસાથી સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ અને લાગણીભર્યા રહેશે. આપ ચિંતાના બોજમાંથી મુક્તિ અનુભવશો અને તેના કારણે આપનું મન પ્રફુલ્લિત રહેશે. આપની કલ્‍પનાશક્તિ ખીલી ઉઠતા નવા નવા વિચારો મનમાં ઉદભવશે જે નોકરી કે વ્યવસાયમાં લાભદાયી નીવડશે. પરિવારજનો કે મિત્રો સાથે મિષ્‍ટભોજન આરોગવા મળે. આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે.

આપ પૈસાનું મહત્વ સમજજો અને તમારું આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે બચત તેમજ રોકાણ પર વધુ ધ્યાન આપજો. વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાભ્‍યાસમાં ઓછી રૂચિ રહે પરંતુ નવું નવું શીખવા માટે અત્યારે તમે વધુ સક્રીય રહેશો. સરકારી કામ અથવા સંબંધો આપને લાભ કરાવશે.

કર્ક રાશિ :

આ મહિને મોટાભાગના શરૂઆતના ચરણમાં દરેક મોરચે તમારી યથાસ્થિતિ જળવાઇ રહેશે જ્યારે ઉત્તરાર્ધમાં તમે કોઇને કોઇ ફેરફારોના સાક્ષી બનો તેવી સંભાવના વધુ છે. તમે અત્યાર સુધી ઘણી મહેનત કરી હોવાથી હવે તેના ફળ રૂપે આર્થિક ફાયદો થઇ શકે છે. આ ઉપરાંત પરિવારમાં પણ વડીલો પાસેથી લાભની આશા રાખી શકો છો.

અત્યારે ખાસ કરીને તમે સમાજ અથવા જાહેર જીવનમાં વધુ સક્રિય બનશો અને સંખ્યાબંધ લોકો સાથે મુલાકાતો થઇ શકે છે. ઉત્તરાર્ધમાં તમે કોઇપણ એવા કાર્યમાં ના જોડાતા જેનાથી તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. ઉત્તરાર્ધમાં નોકરી અથવા ધંધામાં ઉપરીઓ તેમજ વગદાર લોકો સાથે દલીલબાજી ટાળવાની સલાહ છે. વિવાહિતોને દાંપત્યજીવનમાં થોડી સ્થિરતા લાગશે પરંતુ છતાંય લાગણીના કારણે તમારી વચ્ચે એકબીજા માટે સમર્પણની ભાવના જાગશે.

વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે. તેમાં પણ ખાસ કરીને ઉત્તરાર્ધમાં તમારા શિક્ષણ કાર્યમાં ખલેલ પડી શકે છે. આ મહિને સ્વાસ્થ્ય બાબતે શરૂઆત સારી છે પરંતુ પાછલા ચરણમાં ખાસ કરીને આંખોમાં દુખાવો અથવા બળતરા અને પગના સ્નાયુઓને લગતી સમસ્યા વધી શકે છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.