આ અઠવાડિયે છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું? લાભ થશે કે નુકશાન?

0
689

કન્યા :

આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે સપ્તાહના પ્રથમ ચરણનો તબક્કો ઉત્તમ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્‍ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. મિત્રો, પત્‍ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. અવિવાહિત જાતકોને જીવનસાથીની શોધ પૂર્ણ થશે. પ્રણય સંબંધો ખીલી ઉઠશે.

પારિવારિક બાબતોમાં આપ લાગણીના પ્રવાહમાં ગળાડૂબ રહેશો અને કુટુંબીજનો, મિત્રો તથા સગાંસ્‍નેહીઓ તેમાં સહભાગી બનશે. જોકે, તમારી વધુ પડતી લાગણી અન્યો માટે અવરોધ ના બને તેનું ધ્યાન તમારે જ રાખવું પડશે. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને જેથી એકંદરે આપ આનંદ અને પ્રસન્નતા અનુભવશો.

પ્રોફેશનલ મોરચે તમે વિરોધીને હરાવી શકશો અને સ્પર્ધાનો સામનો પણ કરશો પરંતુ તમારા કામમાં ક્યાંય ગાફેલ ના રહેતા. વ્યવસાયિક ક્ષેત્રે ખાસ કરીને વાણીનું પ્રભૂત્વ હોય તેવા ક્ષેત્રોમાં સાચવજો કારણ કે કઠોર વાણીના કારણે મુશ્કેલી આવી શકે છે. વિદ્યાર્થીઓને ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

ધનુ :

મિત્રવર્તુળ અને વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી આપને લાભ મળશે. વેપારમાં નફો થાય. કોર્ટ કચેરીને લગતા પ્રશ્‍નોમાં સાવધાન રહેજો. ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી કાર્ય ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું. વિદેશથી સારા સમાચાર મળી શકે છે. કાનૂની બાબતોમાં આમ તો વાંધો નહીં આવે છતાં કોઇપણ નિર્ણય સમજી વિચારીને લેવો.

ગુસ્‍સા અને આવેશ પર કાબૂ રાખવાની સલાહ છે. ઉત્તરાર્ધમાં વાણી અને વર્તનમાં પણ ઉગ્રતા રહે તેથી સંભાળીને કામ લેવું. વડીલ વર્ગ તરફથી ફાયદો થાય. આરોગ્‍ય અંગે થોડીક ફરિયાદ રહે. સરકારી કર્મચારીઓ તરફથી લાભ થાય. લગ્‍નજીવનમાં સંવાદિતા જાળવવા માટે તમારે વિશેષ પ્રયાસો કરવા પડે.

વિદ્યાર્થીઓ માટે શરૂઆતનો સમય સારો છે. શરૂઆતમાં તમે તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો પરંતુ ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યને લગતી ફરિયાદો વધી શકે છે માટે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. નાનો પ્રવાસ થાય. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે. હરીફો પર આપ વિજય મેળવી શકશો.

મીન :

સપ્તાહની શરૂઆતમાં મનમાં નેગેટીવ વિચારો કબજો જમાવશે તેથી તે વિચારો આપનાર પર હાવિ થઇ આપને અવળા માર્ગે દોરી ન જાય તેનું ખાસ ધ્‍યાન રાખજો. સારવાર અર્થે ધનખર્ચ સંભવિત છે. ઈશ્વર સ્મરણ તેમ જ આધ્યાત્મિક વિચારો મનની ઉદ્વિગ્નતા દૂર કરશે. સ્‍વાસ્‍થ્‍ય પણ થોડુંક નરમગરમ રહે. બીજા દિવસે બપોર પછી સ્થિતિમાં સુધારો આવશે.

પરદેશથી કોઇ સારા સમાચાર મળી શકે છે. સફળતા મેળવવા પ્રયત્નોનું ફળ મળે અથવા આશાનું કિરણ દેખાતા તમારો જુસ્સો વધશે. તમે કામ પ્રત્યે વધુ સમર્પિત બનશો અને કારકિર્દીમાં આગળ વધવા માટે નવા નવા વિચારો અમલમાં મુકશો. આવી સ્થિતિમાં જોખમી પરિવર્તનોથી દૂર રહેવું. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્તિભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે.

આ સપ્તાહમાં પ્રેમસંબંધોમાં તમે સારી સફળતા મેળવો તેવી પણ શક્યતા છે. યોગ્ય જીવનસાથીની શોધમાં હોય તેવા જાતકો માટે અંતિમ દિવસ આશાસ્પદ છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી દોડધામ રહેશે. જમીન, વાહન, મિલકત વગેરે સંબંધી કામકાજો કરવા માટે સાચવવા જેવો સમય છે.

વૃષભ :

કોઇપણ કામમાં ઉતાવળું કે અવિચારી પગલું ભરવાનું ટાળજો. શરૂઆતમાં આપને સંબંધોમાં સંજોગો થોડા પ્રતિકુળ જણાશે પરંતુ પ્રોફેશનલ મોરચે વાંધો નહીં આવે. પહેલા બે દિવસમાં શરીર અને મનની સ્‍વસ્‍થતા નહીં જળવાય. સ્‍વજનો સાથે મનદુ:ખ થાય. અત્યારે કાયદાકીય બાબતોમાં થોડો ખર્ચ થવાની શક્યતા છે. સપ્તાહનું મધ્ય ચરણ સામાજિક અને વ્યવસાય ક્ષેત્રે લાભદાયી પુરવાર થાય.

મોજશોખના સાધનો ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેશો . વિજાતીય પાત્ર સાથે યાદગાર મુલાકાત થવાની પણ શક્યતા છે. તમે પ્રિયપાત્ર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો અને આ સમય આપના માટે વિસ્મરણીય બની શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત ચડાવઉતારની શક્યતા જણાઇ રહી છે.

સપ્તાહના ઉત્તરાર્ધમાં પણ નર્વસનેસ, માથાનો દુઃખાવો, સાયકોસોમેટીક ડિસઑર્ડર, છાતીમાં દર્દ કે અન્ય કોઇ વિકારથી તકલીફ થાય. પરંતુ છેલ્લા દિવસે સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવે. વાદ-વિવાદમાં વચ્ચે પડશો તો સંબંધોને અસર થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ થાય.

કર્ક :

શરૂઆતના સમયમાં થોડી માનસિક હળવાશ અનુભવશો. આપ મિત્રો, સગાં સ્‍નેહીઓ અને કુટુંબીજનોની સંગાથે આનંદમાં સમય પસાર કરશો. આપ્તજનો પ્રત્યે આપની નિકટતા વધશે. ટૂંકા પ્રવાસનું આયોજન થવાની પણ શક્યતા છે. શારીરિક સુખાકારી પણ જળવાશે. દાંપત્ય જીવનમાં ખુશાલી રહેશે. આયાત-નિકાસ, આભૂષણોનો વ્યવસાય કરતા હોય તેમને માટે ખૂબ સારો સમય છે.

જો કે આપની આવક અનીતિના માર્ગે ન આવે તેની ખાસ કાળજી રાખજો. આર્થિક ક્ષેત્રે આપને કુટુંબીજનોનો સહયોગ મળી રહેશે. વાક્ચાતુર્યથી આપ કોઈપણ વ્યક્તિ પાસેથી પોતાનું કામ કઢાવી શકશો. ઉત્તરાર્ધમાં સગાંસંબંધીઓ સાથે અણબનાવ ટાળવો હોય તો શક્ય એટલું ઓછું બોલજો.

સ્વાસ્થ્ય સારું રાખવા આ સમયમાં આપને ઉપવાસ કરવાની સલાહ છે તેનાથી શારીરિક સ્વસ્થતા પણ જળવાશે અને મન આધ્યાત્મિકતા તરફ વળવાથી માનસિક હળવાશ પણ અનુભવશો. વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં ચાલતી ગડમથલના કારણે આપ ખૂબ જ કંટાળેલા અને થાકેલા રહેશો. આથી આપને ઘરમાં પણ ક્યાં ય મન નહીં ચોંટે. જોકે આપ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રેરાશો.

તુલા :

આપ નોંધપાત્ર કહી શકાય તેટલી પ્રગતિ કરી ચુક્યા છો અને આપની આસપાસના લોકોને આપે તે બતાવી પણ દીધું છે. જેને કારણે આપને પ્રતિષ્ઠા, માન સન્‍માન, સામર્થ્‍ય, ધન પ્રાપ્ત થયું છે, કાર્યક્ષેત્ર અને વ્‍યાવસાયિક ક્ષેત્રમાં આપ વિસ્તાર ઇચ્‍છો છો. આપનું ધ્‍યાન લાંબા ગાળાની આર્થિક સદ્ધરતા મેળવવાનું છે. કારણ કે આપની સાથે સાથે પ્રિયજનો અને પરિવાર માટે પણ સારી જીવન-શૈલી અને ગુણવત્તાભર્યું જીવન ઇચ્છો છો.

આ એક મોટું કાર્ય છે જેને પૂરું કરવા માટે આપે કઠોર પરિશ્રમ કરવો પડશે. પણ જેમ આગળ કીધું છે એમ તમે કદી તેમાં પાછળ નહીં પડો. આપ આપના હરીફોને નબળા કરી શકો છો. તેમની તાકાતના આપ ચૂરેચૂરા બોલાવી દો છો અને વિજય પ્રાપ્‍ત કરો છો. આપને થોડો માનસિક થાક અને શ્રમનો અનુભવ થશે, પણ આ વસ્‍તુને તત્કાલિક સમજી આપ સંભાળી લેજો. તમે એક અનુભવી કુટનીતિજ્ઞ સાબિત થશો અને તેમાં પણ વિનયશીલતા છલકાતી જ હશે.

મકર :

નોકરી કે વ્યવસાયમાં ઉચ્ચ હોદ્દો મળે તેમ જ આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. જીવનસાથી સાથે નિકટતા અનુભવી શકશો. આપને કુટુંબ- સમાજ મિત્રવર્તુળ અને નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આનંદ અને લાભના સમાચાર મળશે. ધનલાભ થવાના સમાચાર મળે, પરંતુ દ્વિધાભર્યા વલણને કારણે આપ કોઇ લાભદાયી તકથી વંચિત રહી જાવ તેવી શક્યતા છે. આપને મિત્રો, સ્ત્રીઓ અને વડીલોથી લાભ થશે.

શુભ પ્રસંગના આયોજન માટે સપ્તાહના મધ્યનો સમય સમય અનુકૂળ છે. લાભની આશા રાખી શકો છો. છેલ્લા ચરણમાં ખાસ કરીને ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે માનસિક સ્વસ્થતા મેળવી શકશો. આપના કાર્યો વિલંબ છતાં સફળતાથી પાર પડશે. ઘરમાં અને ઓફિસમાં જવાબદારીઓનો બોજ વધી શકે છે.

નવા સંબંધો કે કાર્યો અંગે મહત્વના નિર્ણયો તા. 25થી 27ની સાંજ દરમિયાન ન લેશો. ચિંતા અને ઉચાટને કારણે સ્વાસ્થ્ય બગડે તેવી શક્યતા છે. ગરમ સ્વભાવ અને ઉગ્ર ચર્ચાઓ ઘર્ષણ કરાવે. વિદ્યાર્થીઓને પણ આ સમયમાં સંભાળવું જરૂરી છે.

મેષ :

આ સપ્તાહમાં સંતાનો તરફ આપ વધુ ધ્યાન આપશો. ખાસ કરીને તેમના અભ્યાસ અંગે અને કારકિર્દી મામલે આપ ગંભીરતાપૂર્વક વિચારશો. સપ્તાહના મધ્યમાં મનમાં થોડી બેચેની રહે જેથી મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્‍મરણ અને આધ્યાત્મિક વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. મગજ શાંત રાખવું. અનૈતિક પ્રવૃત્તિઓ અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું.

સપ્તાહના મધ્યમાં પૈસાની તંગી અનુભવાય પરંતુ શરૂઆત અને અંતિમ તબક્કો સારા છે. આવા સમયમાં નાણાં કમાવાનો શોર્ટકટ શોધી જુગાર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓ તરફ આગળ વધશો તો નુકસાની વેઠવી પડશે. છેલ્લા ચરણમાં આપ મોજશોખ પાછળ ખર્ચ કરશો. ઑફિસમાં ઉપરી અધિકારીઓ સાથે અગાઉ કોઇ મતભેદ હશે તો હાલમાં તેમાં સુધારો આવશે અને તમારી વચ્ચે તાલમેલ વધશે.

સર્જનાત્મક કાર્યોમાં અત્યારે તમે ઉત્તમ પરફોર્મન્સ આપી શકશો. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે ગુસ્સામાં આવીને કોઇ એવું વર્તન ના કરતા જેનાથી તમારી વચ્ચે બિનજરૂરી તણાવ ઉભો થાય. કુટુંબના સભ્‍યો સાથે મોકળા મને ચર્ચાવિચારણા કરવાથી ઘણો ફાયદો થશે. ગૃહસજાવટમાં રસ લઇ કંઈક નવું કરશો.

મિથુન :

વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્‍ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. વિવાહિત જાતકો ઉત્તમ દાંપત્યજીવન માણી શકશે. આપને ભાઇભાંડુઓથી લાભ અને આનંદ મળશે. દોસ્‍તોની મહેફિલ અને સ્‍વજનોના સહવાસનો ભરપૂર આનંદ માણશો. આ ઉપરાંત સંબંધોને નવી ઉંચાઇએ લઇ જવા માટે પણ તમે અત્યારે સક્રીય થશો.

વિજાતીય પાત્ર અંગે થોડી ચિંતા રહેશે પરંતુ સ્થિતિને સમજીને આગળ વધશો તો વાંધો નથી. સંબંધોમાં અતિ ઉતાવળ ટાળજો. તા. 23ના મધ્યાહનથી 25ના મધ્યાહન અને તા. 28ના રોજ આપને થોડી સુસ્તી અને, થાક અને કામ કરવાનો કંટાળો આવશે. મનની સંદિગ્‍ધતા અને દ્વિધા આપની નિર્ણય શક્તિને કસોટીની એરણે ચઢાવશે. વધુમાં પરિવારજનો સાથે ખટરાગના કારણે મનમાં ઉદાસી વધશે.

ઘરમાં વડીલોનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉપજાવે અને હોસ્પિટલમાં ખર્ચ કરવો પડશે. આપ ભાવનાઓના પ્રવાહમાં વધુ પડતા ન તણાઇ જાઓ તેની ખાસ તકેદારી રાખવી. બાકીના સમયમાં પ્રવાસ પર્યટનની શક્યતા છે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં ચડાવઉતારની સ્થિતિ જણાઇ રહી છે.

સિંહ :

નોકરિયાતોને અત્યારે કામકાજમાં મન લાગશે અને નવીનતમ વિચારો અથવા કાર્યશૈલીના કારણે તમે પ્રગતિનો માર્ગ ઘડી શકશો. ઈન્સેન્ટિવ અન્ય સ્વરૂપે લાભ થઈ શકે છે. મિત્રો સાથેની મિલન મુલાકાતથી આનંદ અનુભવો તેમ જ આ મુલાકાત લાભદાયી નીવડે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓની યોગ્ય જીવનસાથીની શોધમાં ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવાની ખાસ સલાહ છે અન્યથા તમારો નિર્ણય તમને પસ્તાવો કરાવી શકે છે.

પ્રેમસંબંધોમાં પણ શક્ય એટલી પારદર્શિતા રાખવી. શારીરિક- માનસિક આરોગ્‍ય સારું રહેવાથી એકંદરે આપ આનંદમાં રહેશો. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને નવા વિષયો શીખવા કે ટૂંકાગાળા કોર્સ શરૂ કરવા માટે સમય તરફેણમાં છે પરંતુ અત્યારે અભ્યાસમાં જરૂર જણાય ત્યાં બીજાની સલાહ લઇને આગળ વધવું.સ

પ્તાહના પૂર્વાર્ધમાં આપની લાગણીશીલતા કુટુંબીજનો, મિત્રો તથા સગાંસ્‍નેહીઓને સ્પર્શી જશે અને તેઓ પણ આપને એટલી જ લાગણી સાથે વળતો પ્રતિસાદ આપશે, જેનાથી આપ ગદગદિત થઈ જશો. તેમના તરફથી કોઈ ભેટ સોગાદ મળે.

વૃશ્ચિક :

પહેલા દિવસને બાદ કરતા આ સપ્તાહે મોટાભાગનો સમય તમે કુટુંબના સભ્યો, મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. મિત્રો સાથે પાર્ટીમાં કે પછી બહાર ફરવા જવાનું પણ થાય. ભાઇભાંડુઓ સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. જોકે, સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારે પ્રોફેશનલ મોરચે અથવા પરિવાર સાથે વાણી અને વર્તનમાં સાચવવું પડશે તેમજ તમારા કારણે કોઇને ગેરસમજ કે મનદુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે.

પ્રિયપાત્ર સાથે પણ આનંદનો સમય વિતાવી શકશો. ભાગ્ય વૃદ્ધિની શક્યતા પણ નકારી શકાય નહીં. અત્યારે મકાન-મિલ્કત કે વાહનના દસ્તાવેજો કે સહીસિક્કા માટે સમય યોગ્ય નથી. છેલ્લા ચરણમાં આપને મૌલિક સાહિત્ય સર્જન કે કાવ્ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથેની મુલાકાત હર્ષિત કરે.

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારો સમય છે પરંતુ આયોજનપૂર્વક આગળ વધજો કારણ કે તમારું મન અવારનવાર ચંચળ થશે. છેલ્લા દિવસે સ્ત્રી મિત્રોથી લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે મોટી બીમારીની શક્યતા અત્યારે જણાતી નથી.

કુંભ :

સપ્તાહની શરૂઆતમાં કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનું પણ સંભવિત બને. ધાર્યું કામ પાર પાડવા પ્રયત્‍ન કરશો. વ્‍યવસાયમાં દૂરના અંતરના કાર્યો શરૂઆતમાં આગળ વધી શકે છે. જેઓ વિદેશમાં વેપાર અર્થે જવા માંગે છે તેમને પણ આ દિશામાં કામકાજો આગળ વધે. આખા સપ્તાહમાં તમે પ્રોફેશનલ બાબતોમાં વધુ વ્યસ્ત રહો જેથી પરિવાર કે પ્રિયપાત્રને ઓછો સમય આપી શકો.

જોકે તેનાથી તમારી વચ્ચે મનદુઃખ નહીં થાય. ઉચ્ચ અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવું. વ્‍યવસાય ક્ષેત્રે આપના નવા નવા પ્રયાસો સફળ રહેશે. નોકરિયાતોને હોદ્દાની બઢતીના યોગ છે. પિતા તરફથી લાભનો સંકેત છે. તમને મળનારા લાભોમાં થોડી અનિશ્ચિતતા રહે પરંતુ ફાયદો થશે તે વાત નક્કી છે.

અત્યારે તમે મોજશોખ અને વૈભવી જીવનશૈલીમાં ઘણો ખર્ચ કરો તેવી શક્યતા છે. જમીન, મકાન- મિલકતના સોદા સફળ થાય. છેલ્લા દિવસે દ્વિધાયુક્ત વલણના કારણે નવા કાર્યોનો આરંભ ટાળવો. પ્રેમસંબંધોમાં તા. 2 અને 3 ના દિવસે વધુ સાચવેત રહેવું. છેલ્લો દિવસ પણ મુલાકાતો માટે ઠીક નથી. છેલ્લા દિવસે સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની સલાહ છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.